Trending News
સ્થાનિક સમાચાર

ભારાપર - કંડલા પાસેથી ખાંડ ચોરી કરનાર બે યુવક ઝડપાયા

27 October



ગાંધીધામ : કંડલા વિસ્તારમાં ટ્રકમાંથી ૧.૦૩ લાખની ખાંડ ચોરાઈ જવાાન બનાવમાં બે શખ્સોની અટક કરાઈ છે. કંડલા મરીન પોલીસમાં માથક ગામના મુકેશભાઈ બાબુભાઈ ડાંગરે ફરિયાદ નોંધાવી હતી કે, શ્રીજી ગોડાઉન તથા ગોકુલ ગોડાઉનની વચ્ચે કંડલામાં બનાવ બન્યો હતો. ટ્રક નંબર જી.જે.૩૧ ટી ૪૧૪પ માં ખાંડ ભરવામાં આવી હતી. ચાલક બીહારના હાલે કાર્ગોમાં રહેતા જીતેન્દ્રકુમાર બહાદુરરાયે ટ્રકમાંથી ૪પ બોરી ખાંડ કિંમત રૂા. ૧,૦૩,પ૦૦ ની ચોરી કરી હતી. રેણુકા સુગર કંપનીમાંથી ખાંડની પ૦ કીલોની બોરી લઈને કંડલા બર્થ નંબર ર માં ખાલી કરવાની હતી પણ ગાડી નિયત સ્થળે ન પહોંચતા તપાસ કરતા બનાવ સ્થળે બિનવારસુ હાલતમાં ગાડી મળી આવી હતી. જે અંગે ફરિયાદ થયા બાદ કંડલા મરીન પોલીસે તપાસ કરીને આરોપી કાર્ગોના જગમાલ મનસુખભાઈ સોલંકી અને જીતેન્દ્રકુમાર બહાદુર રાયની ધરપકડ કરી તમામ મુદ્દામાલ તેમજ ખાંડની હેરફેર માટે ઉપયોગમાં લેવાયેલ છકડો કબજે કરાયો છે.


.................


જંગીની પવનચક્કીમાંથી ૪૮ હજારનો વાયર ચોરાયો


ગાંધીધામના ટ્રાન્સપોર્ટ નગરમાંથી બાઈકની ઉઠાંતરી



ગાંધીધામ : ભચાઉ તાલુકાના જંગી ગામની સીમમાં સુઝલોન કંપનીની પવનચક્કીમાંથી ચોરી થઈ હતી. પવનચક્કી નં. એસ-૯ માંથી કોઈ અજાણ્યા શખ્સોએ ર૮પ મીટર વાયર કિંમત રૂા. ૪૮ હજારના મુદ્દામાલની ચોરી કરી હતી. જે અંગે પચાણભાઈ પબાભાઈ રબારીએ ફરિયાદ નોંધાવી હતી. જે આધારે સામખિયાળી પોલીસે તપાસ હાથ ધરી છે. આ તરફ ગાંધીધામમાં અંબિકા ટ્રાન્સપોર્ટ નગરમાં રાખેલી સ્પલેન્ડર બાઈક નં. જી.જે.૧ર.સીજે ૦૮૩ર કિંમત રૂા. ર૦ હજાર વાળી ગાડી ચોરાઈ જતા એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. 


 

Comments

COMMENT / REPLY FROM