દક્ષિણના અન્ના, નખત્રાણા મગફળી વેપારી વચ્ચે અધધ... એક અબજનો વેપાર અંદાજ
નખત્રાણા - ગુણાતીપુર પંથકની મગફળીની તામિલનાડુમાં ડિમાન્ડ
મગફળીના પોકેટ એરિયામાં અન્નાના ધામા : બે માસમાં દૈનિક ર૦થી ૧પ ગાડી વતન મોકલે છે : ૪૦૦ ગાડીની નિકાસ,
એક અબજનો બિઝનેસ, પ૦થી વધુ વેપારી, હજાર જેટલા મજૂરો જોડાય છે : એક મણનો ભાવ ૩૦૦ : પંથકમાં ધમધમાટ
નખત્રાણા : મગફળીના પોકેટ એરિયા ગણાતા નખત્રાણા તથા ભચાઉના ગુણાતીપુરમાં મગફળીનો પાક પુષ્કર પ્રમાણમાં થતા આ પંથકમાં દક્ષિણના વેપારીઓ પ૦ જેટલા તમીલનાડુ, આલાપુરીથી પંથકમાં પડાવ નાખ્યો છે. ખેતર, વાડી, ગોડાઉન, વે-બ્રીજ, વજન કાંટા વિસ્તારમાં ધમધમાટ જોવા મળે છે.
કચ્છના અમુક વિસ્તારના પાણી મીઠા હોતા ત્યાં થતા પાકની બહાર ભાડે ડિમાન્ડ રહેતી હોય છે. કચ્છમાંથી બાગાયતી પાકો તો યુરોપ અને અખાતના દેશોમાં નિકાસ કરાય છે તે સાથે ભારતના અન્ય રાજ્યોમાં પણ મોકલાય છે. આ લિસ્ટમાં તેલબિયાનું નામ પણ ઉમેરી શકાય જેની કચ્છ બહારના રાજ્યમાં ભારે માંગ છે. નખત્રાણા પંથકની મગફળી સદાબહાર પ્રખ્યાત છે ત્યારે છેલ્લા કેટલાય વર્ષોથી દક્ષિણ ભારતમાં તેની મોટા પાયે નિકાસ કરવામાં આવી રહી છે જેના થકી અહીંના ખેડૂતોને લીલા લહેર થાય છે. તમિલનાડુથી દર વર્ષે દિવાળી ટાંકણે પ૦થી વધુના ગ્રૂપમાં આવેલા ‘અન્ના’ બે માસ સુધી નખત્રાણા અને ભુજમાં રોકાય છે. તેના ભાસ્કર મોટી પાર્ટી છે. શેખરમામા, દેવાભાઈ વગેરે વેપારીઓ છે તેવો હવે ગુજરાતી ભાષા પણ તુટક - તુટક બોલે છે. સવાર પડતા જ નખત્રાણાને બસ સ્ટેશન વિસ્તાર જાણે કોઈ દક્ષિણ ભારતનું ગામ તેવા આભાસ જોવા મળે છે. લુંગી સાથે કપાસમાં તિલક કરતા આ અન્ના વેપારીઓ ખેડૂતો, વેપારી સાથે ખરીદી કરવા પહોંચી આવે છે અને ટ્રકો ભરાવીને રવાના કરતા હોય છે. દૈનિક ૧૦થી ૧પ ગાડી ખરીદીને તામિલનાડુ મોકલવામાં આવે છે ત્યાં અહીંની મગફળીની ડિમાન્ડ બિયારણ તરીકે ખુબ છે તે ઉપરાંત ત્યાંથી ફેક્ટરીમાં દાણાને પીસીને માવો બનાવી વિદેશમાં મોકલાતી હોય છે. આમા વિવિધ ઉપયોગ સાથે અંદાજે ૪૦૦થી પ૦૦ ગાડી આ પંથકથી તામિલનાડુ જતી હોય છે. અહીં રોકાણ દરમિયાન બાઈકો ભાડે લઈને ગામડાઓમાં ખાડી, ખેતરો સુધી પહોંચે છે અને વેપાર કરે છે. ખેડૂતો સાથે વેપારી, મજૂરો પણ કમાય છે. તામિલનાડુ સુધી ટ્રક દીઠ બેથી અઢી લાખનો ખર્ચ થાય છે.
વેપારી અગ્રણી અક્ષયભાઈ જગજીવન શાહ (મોટા અંગિયા) કચ્છ ઉદય સાથે વાત કરતા કહ્યું કે,ગત વર્ષ કરતા આ વર્ષે વાવેતર ૭૦ ટકા થયું છે. ૩૦ ટકા ઓછું છે અને ૧૦ ટકા ફેલ ગયો છે. આગામી સમયમાં સારો માલ હોવા છતા બજાર ટકી શકે છે. માલ ઉત્પાદન ૭ નંબર વેસ્ટર્ન વાવેતર ઓછું છે. ગત ૧ વર્ષમાં ર૭/ર૮ મણ ઉતરતો હતો. આ વચ્ચે એકરમાં ર૦ મણ ઉતરે છે. અત્યાર સુધી ૪૪૦૧ ઉંચો વેપાર થયો છે. આગામી સમયમાં સારા માલના ભાવ ઘટવાની શકયતા નહીંવત છે તો બીજીતરફ સમગ્ર કચ્છમાં પપ૦ જેટલી ગાડીઓ ભરાતી હોય છે. બે માસમાં ૪૦૦ ગાડીઓનો નિકાસ થાય છે. એક અબજ જેટલો બિઝનેસ છે. નખત્રાણાના અક્ષય શાહ, વિજ્ઞેશ ઠક્કર (બંટી), મંગેષ યાદવ, પુરણલાલ યાદવ, મહેન્દ્રભાઈ કારીયા, પારસ શાહ, પ્રદીપ સચદે, મહેન્દ્રભાઈ કારીયા, ભરતભાઈ સોમજિયાણી, પ્રવિણભાઈ મહેતા વગેરે વેપારીઓ આ પંથકમાં છે. નખત્રાણા, ભચાઉ, માંડવી આ ત્રણે તાલુકાની મગફળીની ડિમાન્ડ વધુ છે.
.............
અન્નાઓ સ્થાનિક કરતા આપે છે વધુ ભાવ
નખત્રાણા : ખેડૂતોને સ્થાનિક વેપારીઓ એકમણ દીઠ ૩૮૦૦ જેટલો એવરેજ છે, જ્યારે તામિલનાડુના વેપારીઓ એક મણ દીઠ હજાર રૂપિયા વધુ આપે છે. આમ કિસાનોને મણે ૩૦૦થી પ૦૦ જેટલા ભાવ વધુ મળે છે. અલબત ક્વોલિટી પર નિર્ભય હોય છે. વધુ ભાવ આપવા પાછળનું કારણ અહીંના વેસ્ટર્ન - ૪૪ જી-૭ અને અમુક ટકા જી - રની લેવાતી હોય છે.
નખત્રાણાની મગફળીની ડિમાન્ડ જગ વિખ્યાત
નખત્રાણા : કોટડા (જ), નેત્રા, ખોભંડી, રસલિયા, કલ્યાણપર, વિથોણ, ધાવડા, અંગિયા, મંગવાણા, સાંયરા, રવાપર, ઉગેડી, વિરાણી, ગઢશીશા, માંડવી, ગુણાતીપુર, અંજાર પંથકના ખેડૂતોની જમીનો અને પાણી સારા હોતા આ વિસ્તારનો માલ અન્નાઓ પસંદ કરે છે. બિયારણની સાથે તામીલનાડુમાં ચેન્નઈ અને કુંભકર્ણમમાં મગફળીના દાણાને પીસીને માવો બનાવી તેના કાજુ જેવા સ્વાદ ઉમેરીને શ્રીલંકા - આરબના દેશોમાં મોકલાવાય છે.

Comments