કંડલા ઈમામી કંપનીનું મોત કાંડ : પાંચ શ્રમિકોના મૃત્યુ છતાં ફોજદારી ફરીયાદના નામે મીંડુ? કઈક તો શર્મ કરો ?
હાય રે...ગરીબી..! કોઈ ઝભ્ભાલેંગાવાળાનું પણ નથી હાલતુ પેટનું પાણી!
કચ્છના પ્રજાભિમુખ જિલ્લા સમાહર્તા અમિત અરોરા જાત તપાસ કરાવી આદેશ આપે તો જ આવી ચમરબંધી કંપનીઓની લાપરવાહી - છીંડા ભરી હરકતો પર આવી શકે બ્રેક : શું કામદારો ગરીબ હતા એટલે કોઈ તેમની ખબર અંતર નથી પુછતુ? એટલે જ એમને ન્યાય નથી આપવામાં આવતો?
પૂર્વ કચ્છના મોટા મોટા બની બેઠેલા કામદાર સંગઠનો - શ્રમિક સંઘોના મોઢે ઈમામી કંપનીના પ્રકરણ વખતે કેમ લાગી ગયા છે તાણાં? શ્રમિકોના હિત માટે બનેલા સંગઠનો પણ કેમ ઈમામીકંપનીની સામે ખુલ્લીને રોડ-રસ્તા પર નથી ઉતરતા ન્યાય માટે ? કે પછી અમુક બની બેઠેલા નેતાઓને ઈમામી જેવી કંપની સાચવી લે છે માટે શ્રમિકો-મૃતકોના ન્યાય-હિતને મુકી દેવાય છે કોરણે?
શ્રમ આયુકત અધીકારી કેન્દ્ર-રાજય સરકારનાઓ-ફેકટરી ઈન્સપેકટર સહિતનાઓની ભુમિકા પણ ઈમામીકંપનીના મોત પ્રકરણમાં આવી રહી છે શંકાના દાયરામાં : આ અધિકારીઓ અને તંત્ર શું અહી અગરબત્તી કરવા જ રખાયા છે?
આ બનાવ કંડલામાં બનેલ હોવા છતા ચેરમેને શું પગલા લીધા, ચેરમેન કેમ મૌન છે તે પણ ચર્ચાનો વિષય છે
ગાંધીધામ : કંડલાની ઈમામી કંપનીમાં કામ કરતા પાંચ શ્રમિકોના મોત થયાની ઘટનાએ કામદારો સહિતના વર્તુળામાં આંતરીક રીત અરેરાટી ફેલાવી દીધી છે ત્યારે બીજીતરફ કચ્છનુ પ્રશાસન, તંત્ર, ઝભ્ભાલેંગાવાળાઓ સહિતના છે કે જેઓના પેટનુ પાણી હજુ સુધી હાલયુ જ ન હોય તેમ ધાક બેસાડતી કોઈ જ કાર્યવાહી આવી લાપરવાહ કંપની સામે થવા પામી જ નથી.આવુ શા માટે? કંપનીમાં કામ કરતા શ્રમિકોની સુરક્ષા જળવાય, તેમના હિતોનુ સરંક્ષણ થયા તે માટે કચ્છમાં વિવિધ તંત્રો બનાવાયેલા છે, અધિકારીઓ મુકાયેલા છે, પરંતુ આ બધાય જાણે કે, માત્ર અને માત્ર વાર-તહેવારે કંપનીમાં પોતાનુ મોઢું દેખાડી અને ભેટસોગાદો લેવામાં જ રચ્યા પચ્યા હોય તેવી રીતે કેાઈ કંપની દ્વારા કામદાર સુરક્ષા નિયમોના ધજાગરા ઉડાડયા બાદ પણ કાર્યવાહી કરવામાં આવી કંપનીઓના નામની લાજનો ઘુમટો જ તાણતા હોવાની સ્થિતી જોવાઈ રહી છે.હાલમાં પણ કંડલા મધ્યેની નામીચી ઈમામી કંપનીમાં પણ આવો જ કામદારોનો મોત કાંડ રચાઈ જવા પામ્યો છે પરંતુ જાણે કે, શ્રમિકો અને ભાગગ્રસ્તો ગરીબ છે, કામદાર છે, એટલે જાણે કે તેમના મૃત્યુ-મોતની કેાઈ કિમંત જ ન હોય તે રીતે સરકારીતંત્ર, ચમરબંધી કંપની, અધિકારીઓ વર્તી રહ્યા હોય તેમ હજુ સુધી ફોજદારી ફરીયાદ પણ નોધાવવા પામી શકી નથી? વિચાર તો કરો કે કચ્છનુ પ્રશાસન, પોલીસ વિભાગ કેટલુ નિર્દયી બની જવા પામ્યુ હશે? આ ઘટનાને આજે પાંચ દીવસના વાણા વીતી જવા પામ્યા છે ઉપરાંત પણ કોઈ અહી ફરકર્યુ નથી? શ્રમિકોની સાથે બનેલી ઘટનામાં તપાસ માટે પોલીસ ફરીયાદ પણ નથી લેવાઈ? પાંચ મૃતકોની ઉમંર તો જુઓ? બધાય યુવાન છે? કોઈના માથાનો સિંદુર ભુંસાયો હશે તો કોઈના ઘરનો આધાર તો કોઈના પરીવારમાં રોટલો રડી આપનારો જતો રહ્યો છે? આ પાંચ શ્રમિકોને જોવાના બદલે તેની પાછળ નભી રહેલા તેમના પરીવારને જેાવાની જરૂર છે? પરંતુ માટીભગા અધિકારી અને નિર્દયી તંત્ર હાલમાં આ ઘટનામાં જાણે કે પેટનું પાણી પણ હલાવતુ જ ન હોય તેવી કરૂણ સ્થિતી બની જવા પામી ગઈ છે. શું શ્રમિકો ગરીબ હતા એટલે તેમના તરફે કોઈ પુછા કરવાવાળુ નથી? અહી ન ભુલવુ જોઈએ કે કામદારો જ એકમોના હાથ પગ હોય છ? કચ્છ કલેકટરશ્રી આ ઘટનામાં ખુદ જાત તપાસ કરાવે, અને આવી ઘટનાઓના પુનરાવર્તન થતા અટકે તે માટે હાલના કેસમાં જ કંપનીની સામે ધાક બેસાડતી કાર્યવાહી કરાવડાવે તે જ સમયનો તકાજો બની જવા પામ્યો છે.કચ્છ કલેકટર, પૂર્વ કચ્છ એસપીશ્રી, શ્રમ આયુકત અધિકારી કેન્દ્ર-રાજય, ફેકટરી ઈન્સપેકટર, પ્રાંત અધિકારી અંજાર સહિતનાઓને સંયુકત તપાસના આદેશ આપી અને સૌ પ્રથમ વિના વિલંબે પોલીસ ફરીયાદ દાખલ કરાવવાના સચોટ આદેશ આપે તે સમયની માંગ બની રહી છે. પૈસાના ત્રાજવે આવી કંપનીઓ કામદારોની અમુલ્ય જીંદગીને તોલી જાય તે જરા સહેજ પણ ન ચલાવી શકાય. હકીકતમાં કંડલા-ગાંધીધામમાં કાર્યરત કામદાર સંગઠનો અને સંઘોએ પણ ઈમામીકંપનીની સામે આ પાંચ મૃતકોને અને તે બાદ અન્યોની સાથે આવી કોઈ ઘટના ન બને તે માટેની સુવિધાઓ, સુરક્ષા નિયમોની અમલવારી માટે રીતસરની લડત જ છેડવી જોઈએ. પરંતુ કેવુ કમભાગ્ય કહેવાય કે, આવા મોટા મોટા અમુક બની બેઠેલા સંગઠનો અને સંઘોના મોઢે પણ હાલમાં તાણાં જ લાગેલા જોવાઈ રહ્ય છે. ફોજદારી ફરીયાદ નોધાય, કાયદાકીય રીતે હતભાગીઓ અને તેમના પરીવારોને ન્યાય મળે તે માટે હજુ સુધી કોઈ જ સંઘો કે સંગઠનો ખુલ્લીને રસ્તા પર ઉતરતા જોવા નથી મળ્યા? આ સંઘો અને સંગઠનોએ પણ અહી યાદ રાખવુ ઘટે કે, આજે કામદાર સ્વરૂપે કોઈ અન્યના ઘરનો દીવો ઓલાયો છે પરંતુ અન્ય કોઈ કંપનીમાં અથવા તો આ જ કંપનીમાં આપણા નજીકનાઓનો ભોગ લેવાતા પણ વાર નહી થાય.! કંપની નફાખોરીમાં એટલી હદે કામદારોનુ શોષણ અને લોહીચુસણા કરી રહી છે તે વાત ભુલવી ન જોઈએ.
................
કચ્છના પ્રશાસનને હજુ બીજા મોટા ઈમામીકાંડની ઈંતેજારી છે કે શું?
ગાંધીધામ : અણુબોમ્બ પર બેઠેલ કંડલા સંકુલ માટે ઈમામી કંપનીની દુર્ઘટના લાલબત્તી સમાન જ ગણવી જોઈએ. કંપનીની બેદરકારી ભરી નીતીથી પાંચ જીંદગીઓ પર પૂર્ણવિરામ મુકાઈ જવા પામયુ છે. આ પાંચ કામદારોના જીવનને પૈસાના ત્રાજવે તોલી દેનાર કંપનીની સામે હકીકતમાં કડક રાહે કાર્યવાહી કરવી જોઈએ પરંતુ તંત્ર જે રીતે મોઢું સીવીને બેઠુ છે તેને જોતા એમ લાગે છે કે, પાંચ નહી આવા ઔદોગીક એકમમાં વધુ નિદોર્ષ વધુ શ્રમિકોના મોત થાય તેની ઈંતેજારી આ તંત્ર કરી રહ્યુ છે.
...................
ઈમામી કંપની સામે ફોજદારી મુદ્દે
કેમ રચાયા છે ચલકચલાણા..?
• શું શ્રમિકો ગરીબ હતા એટલી તેમની કોઈ જ ચિંતા નથી કરતું..? • પાંચના મોત બાદ કોઈના પેટનું પાણી જ નથી હાલતું • રાજકોટ ગેમઝોનની દુર્ઘટના બાદ કડક કાર્યવાહી કરનાર સરકારની કંડલા દુર્ઘટના મામલે ચુપકીદી કેમ ? • કંડલા મરીન પોલીસ મથકને પ્રાથમિક તપાસ કરતા હજુ કેટલા દીવસ લાગશે? માત્ર પ્રાથમિક તપાસ ચાલી રહી હોવાના રટણ પણ બની રહયા છે હવે સવાલપ્રેરક? • આદિપુરની લેબર સેફટી કમિશ્નરની કચેરીએ ભોગગ્રસ્તોને વળતર અપાવ્યુ હશે, પરંતુ બેદરકારી દાખવનાર કંપની સામે શું કરી કડક કાર્યવાહી? કેમ તે નથી કરવામા આવતુ ઉજાગર?

Comments