Trending News
સ્થાનિક સમાચાર

કચ્છમાં સીજીએસટી તંત્ર કરે રાજસ્થાનવાળી 

25 October



સિમેન્ટ વ્યવસાયમાં કરોડોની કરચોરીના જિલ્લાવ્યાપી કૌભાંડની ગંધ

વિકાસની હરણફાળ ભરી રહેલા સરહદી કચ્છ જિલ્લામાં બાંધકામ ક્ષેત્રે નાના મોટા વિવિધ પ્રોજેકટ વર્ષભર રહે છે ધમધમતા  :  બાંધકામ માટે અનિવાર્ય અને બુનિયાદી મટેરીયલ એવા સિમેન્ટનો દિન-પ્રતિનિધિ વધી રહ્યો છે વપરાશ : કચ્છમાં સિમેન્ટ વેચાણમાં જીએસટી અને આવકવેરાની મોટી ચોરી થતી હોવાની ચર્ચા : કચ્છમાં સિમેન્ટ ફિકટરી કેટલીક હોવાથી અહી જીએસટી ચોરીનો આંક વધુ બહાર આવે તો નવાઈ નહી હોય... : કચ્છના સપ્લાર્યની સાથે ટ્રાન્સપોર્ટ સંચાલકોની ક્રોસ ચેકીંગ કરો તો મોટું કૌભાંડ બહાર આવે....


રાજસ્થાનમાં સીજીએસટી વિભાગ દ્વારા રાજ્યભરમાં સિમેન્ટ વિક્રેતાઓ અને ડિસ્ટ્રીબ્યુટર્સના ૮ર સ્થાનો પર એક સાથે દરોડા પાડી બોલાવ્યો હતો સપાટો : આવનાર દિવસોના દેશવ્યાપી કામગીરી હાથ ધરવામાં આવે તેવી સંભાવના 



ભુજ, અંજાર, ગાંધીધામ સહિત જિલ્લાભરમાં પથરાયેલા સિમેન્ટના મોટા ડિસ્ટ્રીબ્યુટર્સ અને વિક્રેતાઓ દ્વારા ગ્રાહક પાસેથી જીએસટી સહિતના દામ વસૂલી લીધા બાદ બિલ વગર જ કરવામાં આવી રહ્યું છે સિમેન્ટનું વેચાણ : સિમેન્ટ સ્ટોકિસ્ટો, ડિસ્ટ્રીબ્યુટર્સ અને વિક્રેતાઓના વ્યવહારોની ચકાસણી કરવામાં આવે તો જિલ્લા વ્યાપી કરોડોના કૌભાંડનો થાય ખુલાસો 


ભુજ : ઔદ્યોગિક, બંદરીય, ગ્રીન એનર્જી સહિતના ક્ષેત્રે વિકાસની હરણફાળ ભરી રહેલા સરહદી કચ્છ જિલ્લામાં બાંધકામ ક્ષેત્રે નાના મોટા વિવિધ પ્રોજેકટ વર્ષભર ધમધમતા રહે છે. વિકાસના પગલે માળખાકીય સુવિધાઓના વિસ્તાર સહિત નવા રહેણાક અને કોમર્શિયલ હેતુસરના બાંધકામો સતત થતા રહે છે. તેવામાં બાંધકામ માટે અનિવાર્ય અને બુનિયાદી મટેરીયલ એવા સિમેન્ટનો વપરાશ દિન-પ્રતિનિધિ વધી રહ્યો છે. જિલ્લા સિમેન્ટ ઉત્પાદનના મોટા એકમો આવેલા છે. સાથે જ કચ્છના દસેય તાલુકા મથકો અને મોટા ગ્રામ્ય વિસ્તારોમાં સિમેન્ટના ડિલર્સ અને ડિસ્ટ્રીબ્યુટરો કાર્યરત છે. કચ્છમાં સિમેન્ટ વેચાણમાં જીએસટી અને આવકવેરાની મોટી ચોરી થતી હોવાનું આ ક્ષેત્ર સાથે સંકળાયેલા જાણકારો જણાવી રહ્યા છે. 
તાજેતરમાં રાજસ્થાનમાં સીજીએસટી વિભાગ દ્વારા રાજ્યભરમાં સિમેન્ટ વિક્રેતાઓ અને ડિસ્ટ્રીબ્યુટર્સના ૮ર સ્થાનો પર એક સાથે દરોડા પાડી સપાટો બોલાવ્યો હતો. ગુરૂવારે મોડી રાત સુધી આવેલી કાર્યવાહીમાં સિમેન્ટ વેચાણમાં મોટા પ્રમાણમાં જીએસટીની ચોરી થતી હોવાનું સામે આવ્યું હતું. રાજસ્થાનમાં સીજીએસટી વિભાગના દરોડા બાદ વિભાગને મળેલા ઈનપુટસના આધારે આ કૌભાંડ માત્ર રાજસ્થાન પુરતુ સિમિત ન હોવા સાથે રાષ્ટ્રવ્યાપી હોવાનું જણાયું છે, ત્યારે આવનાર દિવસોના દેશવ્યાપી કામગીરી હાથ ધરવામાં આવે તેવી સંભાવના જોવાઈ રહી છે. કચ્છ જિલ્લામાં સરકારના નાના - મોટા વિકાસ પ્રોજકેટ સાથે ખાનગી બાંધકામ ક્ષેત્રમાં હાલે તેજી જોવા મળી રહી છે. જિલ્લામાં મોટા પ્રમાણમાં કન્સ્ટ્રકશન વર્ક ચાલી રહ્યું છે, જેમાં સિમેન્ટની વ્યાપક ખપત રહે છે. સુત્રોનું માનીએ તો કચ્છમાં સિમેન્ટના મોટાભાગના વ્યવહારો રોકડમાં થતા હોય છે. જિલ્લામાં કેટલાક મોટા સ્ટોકિસ્ટો બિલ વગર જ રોકડમાં સિમેન્ટ વેચાણ કરી રહ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ભુજ, અંજાર, ગાંધીધામ સહિત જિલ્લાભરમાં પથરાયેલા સિમેન્ટના મોટા ડિસ્ટ્રીબ્યુટર્સ અને વિક્રેતાઓ દ્વારા ગ્રાહક પાસેથી જીએસટી સહિતના દામ વસૂલી લીધા બાદ બિલ વગર જ સિમેન્ટનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. જાણકારોનું માનીએ તો કચ્છ જિલ્લામાં સિમેન્ટ વ્યવસાયમાં જીએસટીની મોટીચોરીનું ષડયંત્ર ચાલી રહ્યું છે. રાજસ્થાનમાં સીજીએસટી વિભાગ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી જેમ કચ્છ જિલ્લામાં આવેલા સિમેન્ટ સ્ટોકિસ્ટો, ડિસ્ટ્રીબ્યુટર્સ અને વિક્રેતાઓના વ્યવહારોની ચકાસણી કરવામાં આવે તો જિલ્લા વ્યાપી કરોડોનું કૌભાંડ બહાર આવી શકે છે.જિલ્લામાં કેટલાક સિમેન્ટ વેપારીઓ સરકારી તિજોરીને ચૂનો ચોપડી રહ્યા છે. બજારમાં બિલ વગર સિમેન્ટનું વેચાણ કરવામાં આવે છે. કેટલાક કિસ્સાઓમાં મળતિયા તકેદારોના નામે બીલ બનાવી જીએસટીની ચોરી કરવામાં આવી રહી છે. તંત્ર દ્વારા સઘન તપાસ કરવામં આવે તો મોટૂં કૌભાંડ બહાર આવી શકે તેવું આ ક્ષેત્ર સાથે સંકળાયેલા સુત્રો વધુમાં જણાવી રહ્યા છે. 


 

Comments

COMMENT / REPLY FROM