વાગડ પટ્ટામાં ખનીજચોરો બેફામ : ખાણખનિજના અમુક ભ્રષ્ટ તત્વો દિવાળી સુધારવાના મુડમાં..!
ચાઈનાકલે-માટીની રોજીંદી પ૦૦ ગાડીઓની હેરફેર..!
ખાણખનિજ - પોલીસતંત્ર - વનવિભાગ, આરટીઓ-ભચાઉ ના.કલેકટર, મામલતદાર સહિતનાઓ કેમ ન બોલાવે તવાઈ?
પૂર્વ કચ્છના પ્રવેશદ્વાર રાપર-વાગડ પટ્ટાના વિવિધ વિસ્તાો જેવા કે આડેસર, બાલાસર, ફતેહગડ સહિતના પ્રાંથળ પટ્ટાના સીમાડાઓમાં ખનીજ માફીયાઓ ફાટીને ચડયા છે ફુલેકે, આ પટ્ટામાં ખનીજચોરી ભરેલા ઓવરલોડ વાહનોથી રસ્તાઓનુ સદંતર થઈ ગયુ છે ધેાવાણ : છાશવારે થતા મોટા અકસ્માતો બની રહ્યા છે નિદોર્ષ લોકો માટે યમદુત : ખનિજ વિભાગે તાજેતરમા જ ૬૦ લાખનીખનીજચોરી પકડયાનો દાવો કરે છે, પરંતુ તે ખાણ કોના નામે હતી? ત્યા કોણ ચોરી કરતુ હતુ? તે સહિતની કામગીરી ન થવા પાછળનુ રહસ્ય શું? : મુળ અને માટામાથા સમાન ખનીજચોરો આબાદ ફરી રહ્યા છે, રોયલ્ટી ચોરી કરી રહ્યા છે, અને એકાદ નિદોર્ષ પર નામજોગ કેસ દેખાડીને ખનીજવિભાગ કાર્યવાહી કરતુ હોવાનો સંતોષનો ઓડકાર ખાઈ લેતુ હોવાની છે ચર્ચા
ગાંધીધામ : રણ-દરીયો અને ડુંગરની ત્રિવિધ સોદર્યતા ધરાવતા કચ્છના પેટાળમાં ખનીજના પણ લખલુટ ખજાના ધરાબયેલા પડયા છે. પરંતુ આ ખનીજમાંથી સરકારને મળવા પાત્ર રોયલ્ટીની રકમ કરતા તો ત્રણ ઘણી ચોરીખનીજચોરોકરી રહયા હોવાની સથીતી સામેઆવવા પામી રહી છે. આ બાબતે સામે આવતી વિગતો અનુસાર વાગડ પટ્ટામાં મોટા પ્રમાણમાં વર્તમાન સમયે ચાઈનાકલે અને માટી સહિતના ખનીજનીમોટા પ્રમાણમાં ચોરી કરવામા આવી રહી છે.ખનીજચોરો બેફામ બનેલા છે અને તંત્ર જાણે કે કોમામાં જ હોય તેવી અવદશા સર્જાયેલી જોવાય છે. તંત્ર જે કામ કરી રહ્યુ છે તે માત્ર અને માત્ર સમ ખાવા પુરતું જ કરી રહ્યુ હોવાની સ્થિતી સર્જાય છે. હાલમાં પણ વાગડ પટ્ટામાં ખનીજવિભાગ દ્વારા પ૦થી૬૦ લાખની ચોરીમાત્ર પકડી છે તે પાસેરામાં પુણી સમાન જ જોવાઈ રહી છે. હકીકતમાં અહી ઠેર ઠેર મોટા પ્રમાણમાં ખનીજચોરી, ચાઈનાકલે અને માટીની ચોરી તંત્રના ભ્રષ્ટ બાબુઓની મીલીભગતથી જ કરવામા આવી રહી છેે.આ બાબતે વધુમાં અહીના સ્થાનિકના ફરીયાદી અરજદાર ભરતભાઈ દ્વારા જિલ્લા પોલીસ વડા, ભચાઉ નાયબ કલેકટર તથા પર્વ કચ્છ ખાણખનિજ વિભાગને સંબોધીને જે ફરીયાદ કરી છેી તેમાં જણાવ્યા અનુસાર રાપર તાલુકાના બાલાસર વિસ્તારમાં તથા ફતેહગઢ, હમીરપર મોટી,ગાગોદર, આડેસર પંથક ના અનેક ગામોમાં ઓવરલોડ વાહનો ની અવર જવર ના લીધે સતત અકસ્માત નો ભોગ આમ નાગરીકો બનેછે અને હાલે દોઢ મહિનાથી રોયલ્ટી સરકાર માંથી બંધહોવા છતાં માટી નુ ઉત્ખનન થાયછે અને જંગલ વિસ્તારમાં નીલગાય, જંગલી સુવર હરણ જેવા અનેક પ્રાણીઓ ભયના ઓથાર તળે રહેછે અને ઘણી વખત આ જંગલ ખાતામાં શિકારની પ્રવૃતિ પણ થતી રહેછે તેમછતાં કાયમી વનવિભાગ ની હદમાં રાતદિવસ ટ્રક જેસીબી મશિનો ચાલતાં હોવા છતાં ખાણ ખનિજ ખાતુ તથા વનવિભાગ અટકાવતુ નથી અને ચાઈના કલેનુ વહન કરી રાપરતથા આડેસર અને બાલાસર
પોલિસ મથકની હદમાં સતત ૨૦૦ જેટલી લોડીંગ ટૂંકો અવર જવર કરતી હોવા છતાં એકપણ ગાડી ને રોકવામાં આવતી નથી અને તપાસ પણ કરવામાં આવતી નથી તેવી ફરીયાદ કરાઈ છે. જેના લીધે વનખાતામાંથી ગેરકાયદેસર ચાઈનાકલે માટી નુ ખોદકામ કરી મોરબી સુધી ટ્રકો જતી હોવા છતાં ખાણખનીજખાતુ તથા રાપર મામલતદાર કચેરી સમગ્રવાગડ વિસ્તારનુ પોલિસ તંત્ર મીલીભગત કરી ને કમાણીમાંજ રસ દાખવાત હોવાનુ ફલીત થતુ જોવાઈ રહ્યુ છે. અને આજદિન સુધી ચાઈના કલેનુ ગેરકાયદેસર તાલુકાના ગામોમાં થતુ ખનન અટકાવવામાં નથી આવેલ અને ખનન થયેલ ચાઈના કલેનુ થતુ વહન કોઈ પણ તંત્ર એ અટકાવેલ નહોઈ સ્થાનીક તંત્ર ની મીલીભગત ની તપાસ કરી દોસીત અધિકારી ઓ ઉપર કાયદાકીય કાર્યવાહી કરી ગેરકાયદેસર થતી ચાઈના કલે ની હેરાફેરી અટકાવીતપાસ કરવાનીદાદ માંગવામા
આવી છે.
...................
જીપીઆરએસ ટ્રેકરથી જ કેમ ખનીજચોરીની
માપણીની નથી હાથ ધરતુ ઝુંબેશ?
ગાંધીધામ : કચ્છમાં પોલીસ વિભાગનું બે બેડામાં વિભાજન કરવામા આવ્યુ છે. અગાંધીધામ : દેશના સૌથી વિશાળ કચ્છ જિલ્લામાં ઠેર ઠેર અલગઅલગતાલુકાઓમાં ખનીજચોરી મોટા પ્રમાણમા થતી જ રહેતી હોય છે અને તેની ફરીયાદો પણ આવતી જ રહેતી હોય છે. હાલમાં પણ વાગડ પટ્ટામાં ખનીજચોરીની વાત સામે આવી છે ત્યારે જાણકારો કહી રહ્યા છે કે, ખાણખનિજવિભાગ જીપીઆરએસ ટ્રેકરથી કેમ તપાસ નથી કરતુ? ઉપરાંત અહી જે મોટા મોટા ખાડાઓ થયેલા છે તેની માપણી કરી અનેઆ વિસ્તારોમાં પણ સરપ્રાઇજ ચેકીંગ માટે કેમ નથી ત્રાટકતા?
.....................
પૂર્વ કચ્છ એસપીશ્રી કેમ ન પછાડે ધોક્કો..?
જાગૃત યુવાને વિવિધ પોલીસ મથક વિસ્તારો-હદમાં ચાલતી ખનીજચોરીની કરી રજુઆત
ગાંધીધામ :રાપર તાલુકાના આડેસર, હમીર પર મોટી,ફતેહગઢ, ગાગોદર,તથાબાલાસર પોલિસ મથક વિસ્તાર ના પ્રાંથળ પંથકમાં રાત દિવસ ચાઈના કલે ની માટી ઉપાડી હેરાફેરી થતી હોવા છતાં રાપર,ગાગોદર, અને આડેસર પોલિસ ચોપડે તથા ખાણ ખનીજખાતા માં બધુ બરાબર ની નીતી ની તપાસ કરવા અહીના જાગૃત યુવાન ભરત દ્વારા જિલ્લા પોલીસ વડા તથા ખાણખનિજવિભાગને લેખિત રજુઆત કરવામા આવી છે.

Comments