આદિપુરમાં આગ લાગતા ૬ કેબીનો ભસ્મિભૂત
તહેવારના દિવસોમાં આગ લાગતા નાના ધંધાર્થીઓની દિવાળી બગડી : પાકી દુકાન બનાવવા માટે સર્વે થઈ ગયો હોવા છતાં મુહૂર્ત ન નિકળતા કેબીન ધારક શ્રમજીવીઓમાં નારાજગી
આદિપુર : શહેરની ૮૦ બજાર સામે ટીસીપીસીની દિવાલ પાસે એલ લાઈન પાસે અંદાજે રપ કેબીનો આવેલી છે, જેને નગરપાલિકા એસઆરસી દ્વારા સર્વે કરી લાઈટ મીટર પણ આપવામાં આવેલ છે. જે પૈકીની કેબીનોમાં આજે વહેલી સવારે કેબીનમાં આગ લાગી હોવાની સ્થાનિકોને જાણ થતાં પાણી મારો ચલાવ્યો હતો, પરંતુ પવનના કારણે આજુબાજુમાં આવેલી રથી ૩ કેબીલો આગની ઝપેટમાં આવી જતાં કેબીનો બળીને ભસ્મિભૂત થઈ હતી. જો કે, સ્થાનિકોએ ફાયર ફાઈટરને જાણ કરતાં તાત્કાલિક આવી પહોંચતા તાત્કાલિક પાણીનો મારો ચલાવ્યો હતો. અને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો તેમ છતાં ૩ કેબીનોમાં નુકશાની થઈ હતી. ભસ્મિભૂત થયેલ કેબોનમાં ટીએલ ૧૦૪થી ૧૦૬ પૈકીની કેબીનમાં રહેલ માલસમાન અને લાકડાનો ભંગાર સંપૂર્ણ બળી ગછો હતો. કેબીન ધારક સુમાર રાયશી અને બાજુમાં આવેલી કેબીનોના ધારકોને નુકશાની ભોગવવી પડેલ છે. કેબીન એસોસિએશનના પ્રમુખ કાનજીભાઈને જાણ થતાં તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતાં અને આગ ઓલાવવા માટે ફાયર વિભાગને જાણ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, વર્ષોથી અહીં પાકી દુકાનો બનાવવાની યોજના અમલમાં મુકાતી નથી, જે પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી. અગાઉ સર્વે થઈ ચુકયા છે પરંતુ બાંધકામ માટે મુહૂર્ત નિકળતું નથી. તહેવારના દિવસોમાં આગ લાગતા શ્રમીક - મધ્યમ વર્ગીય પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે.

Comments