Trending News
સ્થાનિક સમાચાર

પશુપાલન ક્ષેત્રે કચ્છનો વિકાસ દ્રષ્ટાંતરૂપ : રાઘવજીભાઈ પટેલ

25 October




ગુજરાત સરકારના કૃષિ અને પશુપાલન મંત્રીએ ર૧મી પશુ ગણતરીનો કરાવ્યો શુભારંભ : ભુજમાં રાજ્યના શ્રેષ્ઠ પશુપાલકોનું કેબિનેટ મંત્રીના હસ્તે કરાયું સન્માન : ભુજમાં નવનિર્મિત પશુરોગ અન્વેષણ એકમનું મંત્રીશ્રીના હસ્તે કરાયું લોકાર્પણ : પશુપાલકો માટે અકસ્માત વીમા યોજના શરૂ કરાઈ : કચ્છના કિસાનોને કિસાન ક્રેડીટ કાર્ડ, ચાક કટર યોજના, પશુ ખાણદાણ યોજનાના લાભોનું કરાયું વિતરણ

ભુજ : સરહદી કચ્છ જિલ્લો એ વિસ્તારની દ્રષ્ટિએ જ નહીં, પશુધનની સંખ્યાની દ્રષ્ટિએ પણ રાજ્યનો સૌથી મોટો જિલ્લો છે. છેલ્લા બે દાયકા દરમ્યાન કચ્છનો પશુપાલન, કૃષિ અને બાગાયતી ક્ષેત્રે ખૂબ વિકાસ થયો છે તેવું રાજ્યના પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલે આજે ભુજના ટાઉનહોલ ખાતે પશુવસ્તી ગણતરીના શુમારંભ અને શ્રેષ્ઠ પશુપાલકોના સન્માન સમારોહમાં પશુપાલકોના વિશાળ સમૂદાયને સંબોધિત કરતા જણાવ્યું હતું. વડાપ્રધાન મોદી જ્યારે રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે કચ્છ અને રાજ્યના કૃષિકારો તથા પશુપાલકોના જીવનધોરણમાંં સુધાર માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી હતી. આજે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્યની સરકાર તેને વધુ વેગવાન બનાવી આગળ ધપાવી રહી છે. દૂધ ઉત્પાદન ક્ષેત્રે વિશ્વમાં ભારત પ્રથમ સ્થાને છે, તો રાષ્ટ્રમાં ગુજરાત રાજ્ય મોખરે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ર૦૪૭ સુધી ભારતને વિકસીત રાષ્ટ્ર બનાવવાનું સ્વપ્ન આપ્યું છે ત્યારે ગુજરાત રાજ્યનું તેમાં સવિશેષ યોગદાન રહે તે દિશામાં રાજ્ય સરકાર કાર્ય કરી રહી છે. પશુપાલન ઉપરાંત કૃષિ અને બાગાયતી ક્ષેત્રે કચ્છ અને રાજ્યની વિકાસ ગાથાને તેમણે વર્તવી હતી. રાષ્ટ્રમાં આ ક્ષેત્રમાં કચ્છ - ગુજરાતે અનેક મહત્ત્વના પુરસ્કારો પણ મેળવ્યા છે.
શ્રી પટેલે કચ્છના પશુપાલકોને પશુ ગણતરીદાર આવે ત્યારે તેમને સહકાર આપી સાચી માહિતી પ્રદાન કરવા અનુરોધ કર્યો હતો. પશુ ગણતરીનો ડેટા રાજ્યમાં પશુપાલન ક્ષેત્રના વિકાસ માટે ઉપયોગી બનશે. આ ડેટા થકી રાજ્યના બજેટમાં નાણાંકીય ફાળવણી કરવામાં આવશે. ભુજમાં પશુરોગ લેબોરેટરીના લોકાર્પણ અંગે તેમણે જણાવ્યું હતું કે, આ એકમ પશુ રોગચાળા વખતે ઉપયોગી સાબિત થશે. પશુઓ માટેના લેબોરેટરી રિપોર્ટ સ્થાનિકે થતાં પશુ સારવાર સરળ બનશે.દૂધ ઉત્પાદન ક્ષેત્રે કચ્છમાં સરહદ ડેરી દ્વારા થયેલ કામગીરીની તેમણે સરાહના કરી હતી. પશુપાલકોના જીવનધોરણમાં સુધાર માટે સરહદ ડેરી દ્વારા થતાં કાર્યોને તેમણે સહકારી ક્ષેત્ર માટે અનુકરણીય ગણાવ્યા હતા. કચ્છમાં કૃષિ, પશુપાલન અને બાગાયતી ક્ષેત્રે વિકાસ માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા પશુપાલકો અને ખેડૂતો માટે જરૂરી તમામ મદદ પૂરી પાડવામાં આવશે તેવી ખાતરી ઉચ્ચારી હતી. ભુજમાં પશુપાલન વેટરનરી કોલેજની પ્રક્રિયા જમીન ફાળવણી બાદ આગળ ધપી રહી છે. સંભવતઃ આવતા વર્ષે વેટરનરી કોલેજ શરૂ થઈ જશે તેવો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો હતો. કચ્છમાં પશુઓની વિશાળ સંખ્યાને ધ્યાને લઈ તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા ૧૬ નવા કાયમી પશુ તબીબો જિલ્લાનેે ફાળવવામાં આવ્યા છે. આવનાર દિવસોમાં પણ જ્યારે રાજ્ય સરકાર દ્વારા નવવા કાયમી પશુ તબીબોની ફાળવણી કરવામાં આવશે ત્યારે કચ્છને પ્રાધાન્ય આપી પશુ તબીબોની ઘટ દૂર કરવાની ખાતરી આપી હતી.કાર્યક્રમના પ્રારંભે ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવોના હસ્તે દિપપ્રાગટ્ય કરાયું હતું. ગુજરાત રાજ્યના પશુપાલન નિયામ ડો. ફાલ્ગુનીએસ. ઠાકરે ઉપસ્થિતોને શાબ્દિક આવકારની સાથે કાર્યક્રમની રૂપરેખા સમજાવી હતી. પશુપાલન ક્ષેત્રે રાજ્યના મોખરાના જિલ્લામાં શ્રેષ્ઠ પશુપાલકોના સન્માન સહિત કાર્યક્રમોમાં ઉપસ્થિત રહી માર્ગદર્શન પૂરું પાડવા બદલ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલનો ઋણ સ્વિકાર કર્યો હતો. 
કચ્છ-મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડાએ પ્રાસંગિક ઉદ્દબોધનમાં જિલ્લાના પશુપાલન ક્ષેત્રે થયેલા વિકાસમાં વડાપ્રધાન મોદીના યોગદાન અંગે વાત કરી હતી. એક સમયે પછાત ગણાતા જિલ્લાના ચાર સ્તંભ પર થયેલા વિકાસમાં એક સ્તભ પશુપાલનનો હોવાનું તેમણે જણાવ્યું હતું. કચ્છના વિકાસમાં જિલ્લામાં બહોળી વસ્તી ધરાવતા પશુપાલકો અને માલધારીઓના જીવનસ્તરમાં સુધાર માટે રાજ્યના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલ ભગીરથ પ્રયાસોને આજે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા આગળ ધપાવવામાં આવી રહ્યું હોવાની લાગણી વ્યક્ત કરી હતી. 
અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ જિલ્લામાં સૌથી વધુ રોજગાર આપતા વ્યવસાયો પૈકીના પશુપાલન વ્યવસાય અંગે વાત કરી હતી. પશુપાલકો અને માલધારીઓના વિકાસ માટેના આયામો અને ઉપાયો સૂચવ્યા હતા. અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાએ કચ્છ સહિત રાજ્યમાં પશુપાલન ક્ષેત્ર થયેલા વિકાસ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો ઉલ્લેખ કર્યો હતો. કચ્છમાં દુધ ઉત્પાદન ક્ષેત્રે થયેલા વિકાસમાં પશુપાલક-માલધારી સમાજના યોગદાન અને મહેનતને બિરદાવી હતી. ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં પશુપાલન ક્ષેત્ર થકી જિલ્લામાં અનેક મહિલાઓ રોજગાર મેળવી આત્મનિર્ભર બની હોવાનું જણાવ્યું હતું. મહિલા સશક્તિકરણ માટે આ વ્યવસાય લાભદાયક પુરવાય થયો હોવાની લાગણી વ્યક્ત કરી હતી. ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે ભુજ તાલુકાના બન્ની, પચ્છમ વિસ્તાર જે એક સમયે પછાત વિસ્તાર તરીકે ઓળખાતો, કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા લેવાયેલી માવજત થકી બન્ની-પચ્છમ વિસ્તાર દૂધ ઉત્પાદનનું મોટું કેન્દ્ર બન્યું હોવાની લાગણી વ્યક્ત કરી હતી. કચ્છના પશુપાલકો અને માલધારીઓએ રાજ્ય લેવલે કચ્છને પશુપાલન ક્ષેત્રે ગૌરવ અપાવ્યું હોવાની વાત દરેક ચૂંટાયેલા જનપ્રતિનિધિઓએ એકસૂરે કરી હતી. 
પ્રાસંગિક ઉદ્દબોધન બાદ પશુપાલન મંત્રીએ ર૧મી પશુધન વસ્તી ગણતરીનો શુભારંભ કરાવ્યો હતો. ત્યારબાદ પશુ અકસ્માત વીમા યોજનાનો ઈ-શુભારંભ કરાવ્યો હતો. વીમા યોજના પ્રારંભ બાદ મંચસ્થ મહાનુભાવોના હસ્તે કચ્છ સહિત રાજ્યના શ્રેષ્ઠ પશુપાલકોનું બહુમાન કરાયું હતું. ત્યારબાદ જિલ્લાના ૩ પશુપાલકોને કિશાન ક્રેડિટ કાર્ડ મંજૂરી પત્ર અર્પણ કરાયા હતા. પશુપાલન મંત્રીશ્રીએ ભુજમાં નવનિર્મિત પશુરોગ અન્વયેષણ એકમનું ઈ-લોકાર્પણ કર્યું હતું.આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, માંડવીના ધારાસભ્ય અનિરૂદ્ધ દવે, જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ, પશુપાલન, સહકાર, ગૌવસંવર્ધન મત્સ્યોદ્યોગ વિભાગના સચિવ સંદીપકુમાર, ભુજના નગર અધ્યક્ષા રશ્મિબેન સોલંકી, જિલ્લા વિકાસ અધિકારી એસ.કે. પ્રજાપતિ મંચસ્થ રહ્યા હતા. નાયબ પશુપાલન નિયામક ડો.આર.ડી.પટેલ, વી.ડી.રામાણી, મદદનીશ પશુપાલન નિયામક ડો.એચ.એન.ઠક્કર વગેરેના હસ્તે મંચસ્થ મહાનુભાવોનું મિલ્ક બાસ્કેટથી સ્વાગત કરાયું હતું. 
------------


મોબાઈલ એપથી થશે પશુ ગણતરી 

કેન્દ્ર સરકારના પશુપાલન વિભાગ દ્વારા દર પાંચ વર્ષે પશુધનની ગણતરી કરવામાં આવે છે. ગત ર૦મી પશુ ગણતરી વખતે કચ્છ જિલ્લામાં કુલ રર.૭૬ લાખ પશુઓ નોંધાયા હતા. આ વર્ષે હાથ ધરાનાર પશુ વસ્તી ગણતરીમાં પ્રથમ વખત મોબાઈલ એપની મદદથી ડેટા એકત્ર કરવામાં આવશે. 
આજે કચ્છના પ્રવાસે આવેલ કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટઠેલે ર૧મી પશુધન વસ્તી ગણતરીનો વિધિવત પ્રારંભ કરાવ્યો હતો. માનવ વસ્તી કરતા વધુ પશુ વસ્તી ધરાવતા કચ્છ જિલ્લામાં ર૧મી પશુ વસ્તી ગણતરી માટેના પૂર્વ તૈયારીઓ આટોપી લેવામાં આવી છે. કચ્છના શહેરી વિસ્તાર સહિત ૧૦ તાલુકાઓમાં ડોર ટુ ડોર સર્વે કરી રરપ જેટલા પશુ ગણતરીદારો મોબાઈલ એપના માધ્યમથી પશુઓ અંગેના ડેટા એકત્ર કરશે. પશુ વસ્તી ગણતરીના માધ્યમથી એકત્ર કરવામાં આવેલા અદ્યતન ડેટાની મદદથી પશુધનની વિવીધ જાતોની સંખ્યા નક્કી થશે. આ ડેટા ચારાની આવશ્યકતા, રસીકરણ અને કૃમિનાશક કામગીરી માટે ઉપયોગી સાબિત થશે. પશુધન વસ્તી ગણતરીનો ડેટા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને આગામી દિવસોમાં પશુ કલ્યાણકારી યોજનાઓને તૈયાર કરવામાં પણ ઉપયોગી થશે તેવું પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું. 
અત્રે ઉલ્લેખનીય છે કે, ર૧મી પશુધન વસ્તી ગણતરીમાં વિચરતા માલધારીઓના પશુઓ સાથે પાંજરાપોળ, ગૌશાળા અને ડેરી ફાર્મના પશુઓને પણ આવરી લેવાનું આયોજન જિલ્લા પશુપાલન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. ર૦૧૯ મા થયેલ પશુ વસ્તી ગણતરીમાં કચ્છમાં રર,૭૬,૧૮૩ પશુધન નોંધાયું હતું. જેમાં પ,૭૪,૮૩૭ ગાયો, ૪,૬૬,૩૪૧ ભેંસ સહિતના પશુઓનો સમાવેશ થયો હતો. ર૧મી પશુ ગણતરી માટે જિલ્લાનું પશુપાલન વિભાગ સજ્જ બન્યું છે. આ કામગીરી માટે ચાર નોડલ ઓફિસરોની નિમણૂક કરવામાં આવી છે. 
-----------

પશુપાલનમાં રાજ્ય લેવલે શ્રેષ્ઠ કામગીરીમાં કચ્છ મોખરે 

રાજ્યના કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે આજે ભુજના ટાઉન હોલ ખાતે વર્ષ ર૦ર૪-રપ દરમિયાન પશુપાલન ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર કચ્છ સહિત રાજ્યના પશુપાલકોનું સન્માન કરાયું હતું. શ્રેષ્ઠ પશુપાલક પુરસ્કાર વિતરણ સમારોહમાં કચ્છનો દબદબો જોવા મળ્યો હતો. રાજ્યમાં પ્રથમ ક્રમે કચ્છના વરૂણ વિનોદભાઈ શર્માએ સ્થાન મેળવ્યું હતું. રાજ્ય લેવલે શ્રેષ્ઠ કામગીરી કરનાર ૪ પશુપાલકો પૈકી પ્રથમ ક્રમે કચ્છના પશુપાલકે મોખરાનું સ્થાન મેળવ્યું હતું. શ્રેષ્ઠ પશુપાલક પુરસ્કાર વિતરણ સમારોહમાં રાજ્યભરમાંથી કુલ ૬૪ પશુપાલકોનું સન્માન કરાયું હતું. કચ્છના ર૦ પશુપાલકો સન્માનીત થયા હતા. આ કાર્યક્રમમાં કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠનના પ્રમુખ આશાભાઈ રબારીનું પણ સન્માન કરાયું હતું. 
----------


પશુપાલન મંત્રીના હસ્તે પશુરોગ અન્વેષણ એકમનું લોકાર્પણ 

દીપોત્સવી પર્વ પૂર્વે કચ્છની મુલાકાતે આવેલા રાજ્યના કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે આજે રાજ્યના શ્રેષ્ઠ પશુપાલકોનું સન્માન અને ર૧મી પશુધન વસ્તી ગણતરીનો પ્રારંભ કરાયો હતો ત્યારબાદ મંત્રીશ્રીએ કચ્છના પશુપાલકોની સુવિધામાં અભિવૃદ્ધિ કરતા પશુરોગ અન્વેષણ એકમનું લોકાર્પણ કર્યું હતું. ભુજના મુન્દ્રા રોડ સ્થિત રિલાયન્સ મોલની સામે પશુ અન્વેષણ એકમનું નિર્માણ કરાયું છે જેને આજે પશુપાલન વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે લોકાર્પિત કરવામાં આવ્યું હતું. કચ્છના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, પશુપાલન નિયામક, પશુપાલન વિભાગના અધિકારીઓ અને વિવિધ મહાનુભાવોની વિશાળ ઉપસ્થિતિમાં નવનિર્મિત એકમ લોક સેવામાં સમર્પિત કરાયું હતું. આ તકે મંત્રીશ્રીએ પશુરોગ અન્વેષણ એકમ થકી પશુઓની મોટી વસ્તી ધરાવતા કચ્છ જિલ્લામાં પશુરોગચાળાને નિય/ત્રણમાં કરવા અને પશુઓ માટે સારવાર સુવિધામાં વધારો થશે તેવી લાગણી સાથે જિલ્લાના પશુપાલક અને માલધારી સમુદાયને પશુરોગ અન્વેષણ એકમના લોકાર્પણની શુભેચ્છાઓ પાઠવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, પશુઓના જટીલ રોગના સચોટ નિદાન માટે રાજ્ય સરકાર દ્વારા રૂા.૧૬૦ કરોડના માતબર ખર્ચે ભુજમાં પશુરોગ અન્વેષણ કેન્દ્રનું નિર્માણ કરાયું છે. 
-----------


વિદ્યુત સંચાલિત ચાક્કટર યોજનાના લાાર્થી 

આ કાર્યક્રમમાં વિદ્યુત સંચાલિત ચાક્કટર યોજના હેઠળ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને રૂા.૧૮ હજારના ચેકની પ્રતિકૃતિ અર્પણ કરાઈ હતી. જેમાં માંડવી તાલુકાના મસ્કાના નારાણભાઈ ભગવાનજી મોતા અને બિદડાના પ્રભુલાલ લક્ષ્મીદાસ રાજગોરને ચેક અર્પણ કરાયા હતા. 
----------

કૃત્રિમ બીજદાનથી વાછરડીઓના જન્મની સહાય 

શુદ્ધ સંવર્ધન દ્વારા કુત્રિમ બીજદાનથી જન્મેલ વાયરડીઓના પશુપાલકોને સહાય યોજના અંતર્ગત રૂા.૩ હજાર ચેકની પ્રતિકૃતિ અર્પણ કરવામાં આવી હતી. જેમાં માંડવીના રામપર વેકરાના પ્રેમિલાબેન પ્રેમજી આસાણી અને અમરબેન દેવજી હિરાણીને એક વિતરણ કરાયા હતા. 
----------

ખાણદાણ સહાય યોજના 

જિલ્લાના પશુપાલકોના ગાભણ પશુઓ માટેની ખાણદાણ સહાય યોજના અંતર્ગત લાભાર્થીઓને ખાણદાણ બેગ અર્પણ કરવામાં આવી હતી. જેમાં માંડવીના રાયણ મોટીના ગોપિકાબેન વિરેન્દ્રભાઈ રંગાણી અને મીનાબેન રસીકભાઈ રામજીયાણીને ખાણદાણની બેગ વિતરણ કરાઈ હતી. 
----------


શ્રેષ્ઠ પશુપાલકોનું કરાયું બહુમાન 

ભુજ : સાધારણ કામને પણ જે અસધારણ જોમ અને જુસ્સાથી કરે છે તેને સફળતા અચૂક મળે છે. પશુપાલન પણ કંઈક આવો જ વ્યવસાય છે. આ વ્યવસાયમાં સફળતા મેળવવા નાની નાની બાબતો અગત્યની બની રહે છે. પશુઓને ખોરાક અને પાણી આપવાથી માંડી, દોહનનો સમય, નાના બચ્ચાઓની માવજત, ગાભણ પશુઓની માવજત જેવી બાબતો પશુપાલકો માટે અગત્યની બને છે. પોતાના પશુઓની પરિવારજનો જેમ સેવા કરી આદર્શ ઉદાહરણ પૂરું પાડનાર પશુપાલકોનું સન્માન થવું ઉચિત છે. 
આજે રાજ્યના કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલના હસ્તે શ્રેષ્ઠ પશુપાલકોનું સન્માન કરાયું હતું. જેમાં રાજ્યકક્ષાએ પ્રથમ સ્થાન કચ્છના પશુપાલક વરૂણ વિનોદકુમાર શર્માએ મેળવતા મંત્રીશ્રીના હસ્તે રૂા.૧ લાખનો ચેક અને પ્રમાણપત્ર એનાયત કરાયા હતા. બીજા નંબરે મહેસાણાના અતિનકુમાર પ્રહલાદ પટેલને રૂા.પ૧ હજારનો ચેક અને પ્રમાણપત્ર એનાયત કરાયા હતા. ત્રીજા નંબર પર બે પશુપાલકો રહ્યા હતા. જેમાં ખેડાના ધ્રુમીલભાઈ બિપિન પટેલ અને વલસાડના રોશનીબેન હિરલકુમાર પટેલને રૂા.૩૧ હજારનો ચેક અને પ્રમાણપત્ર એનાયત કરાયા હતા. આ ઉપરાંત  કચ્છ સહિત રાજ્યના વિવિધ જિલ્લાના શ્રેષ્ઠ પશુપાલકોને પણ સન્માનિત કરાયા હતા. 
------


પશુપાલકોને કિસાન ક્રેડિટકાર્ડ અર્પણ કરાયા 

આઝાદીના અમૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દિર્ધદૃષ્ટીથી દેશના કિસાનો અને પશુપાલકોની આવક બમણી કરવાના શ્રેષ્ઠ હેતુથી પશુપાલકોને અછત ન થાય તે માટે કિસાન ક્રેડિટકાર્ડ મહત્ત્વકાંક્ષી યોજના શરૂ કરવામાં આવી છે. જેમાં પશુપાલકોને પણ કિસાન ક્રેડિટકાર્ડનો લાભ આપવામાં આવે છે. આજે પશુપાલન મંત્રીશ્રીના હસ્તે કચ્છના ૩ પશુપાલકોને કિસાન ક્રેડિટકાર્ડ મંજૂરી પત્ર અપાયા હતા. જેમાં ફતેહગઢ રાપરના બાબુભાઈ દેવાયત ઝંર, નારાણ ભચાભાઈ ડાંગર અને અંજાર તાલુકાના ભુવડના પશુપાલક મહાદેવાભાઈ મ્યાજર જરૂને કિસાન ક્રેડિટકાર્ડના મંજૂરી પત્ર વિતરણ કરાયા હતા. 
-----------


પશુપાલક અકસ્માત વીમા યોજનાનો ઈ-શુભારંભ 

ભુજ : ગુજરાત સરકોર પશુપાલકોની ચિંતા કરી તેમની વિશેષ કાળજી માટે પશુપાલક અથવા તેમના પરિવારજનોનું અકસ્માતે અવસાન થાય અથવા કાયમી અપગંતા આવે તેવા કિસ્સાઓમાં તેમને અથવા મેમના વારસદારને આર્થિક સહાય આપવા પશુપાલક અકસ્માત વીમા યોજનાની જાહેરાત કરી છે. આજે કચ્છના પ્રવાસે આવેલા રાજ્યના કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે પશુપાલક અકસ્માત વીમા યોજનાનો ઈ-શુભારંભ કરાયો હતો. 
---------------


જિલ્લાકક્ષાના શ્રેષ્ઠ પશુપાલકોની યાદી

જયંતીભાઈ કરશનભાઈ પટેલ    અમદાવાદ
જયેશભાઈ વરવાભાઈ ચૌધરી    ગાંધીનગર
સંજયભાઈ જયંતીભાઈ પટેલ    પાટણ
સમીમબાનુ નજીરમીયા મલે    આણંદ
અરજણ નારણ હેઠવાડિયા    કચ્છ
હર્ષદભાઈ જયંતીભાઈ પટેલ    મહેસાણા
પ્રવીણભાઈ કોદરભાઈ પટેલ    ખેડા (નાડિયાદ)
મઘીબેન શૈલેષભાઈ પટેલ    અરવલ્લી
ઋત્વીક નરેશભાઈ પટઠેલ    સાબરકાંઠા
હંસાબેન નટુભાઈ પરમાર    વડોદરા
ભરતભાઈ અરજણભાઈ ડાંગી    મહિસાગર
દિનેશભાઈ લક્ષ્મણભાઈ ચારણ    પંચમહાલ
મનિષાબેન વેચાતભાઈ રાઠવા    છોટાઉદેપુર
નેહાબેન દીપેનકુમાર દેસાઈ    નર્મદા
શિવાનીબેન દર્શીતભાઈ પટેલ    વલસાડ
રવિભાઈ કમલેશભાઈ ચૌધરી    ડાંગ
રિંકલબેન હર્ષદભાઈ પટેલ    નવસારી
લલિતાબેન દિનેશભાઈ વસૈયા    દાહોદ
હર્ષદભાઈ વિઠ્ઠલભાઈ હિરાણી    અમરેલી
મીલનભાઈ રામજીભાઈ મક્વાણા    ભાવનગર
રક્ષાબેન સંજયભાઈ પટેલ    બોટાદ
પબાભાઈ નાથાભાઈ નંદાણીયા    દેવભૂમિ દ્વારકા
ભીખાભાઈ કાળાભાઈ ગોહિલ     ગીરસોમનાથ
કુણાલ ચંદ્રકાંત પટેલ    જામનગર
સુનીલભાઈ શરદચંદ્ર માખેચા    જુનાગઢ
વિનોદભાઈ પ્રભુભાઈ કળોતરા    મોરબી
સંજય જેઠાભાઈ ભેટારીયા    પોરબંદર
મહેશકુમાર વ્રજલાલ પેથાણી    રાજકોટ
ઋષિરાજસિંહ શંભુસિંહ રાણા     સૂરેન્દ્રનગર 
--------




કચ્છમાં ડીએપીની અછત દૂર થશે

કચ્છ સહિત રાજ્યમાં રવિપાકના વાવેતરની સીઝન શરૂ થઈ રહી છે ત્યારે હાલે કચ્છમાં કિસાનોને પુરતા પ્રમાણમાં ડીએપી ખાતર મળતું ન હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે. કચ્છના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ દ્વારા આ સમસ્યા અંગે રાજય સરકાર સમક્ષ પણ રજુઆત કરવામાં આવી છે. આજે ભુજમાં કૃષિકારો અને પશુપાલકોને સંબાંધન કરતા રાજયના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, આયાતી ખાતરનો જથ્થો આવી રહ્યો છે ત્યારે રવિપાકની સીઝન વખતે કચ્છના કિસાનોને જરૂર પુરતો ખાતરનો જથ્થો મળી રહે તે રાજય સરકાર દ્વારા સુનિશ્ચિત કરવામાં આવશે. કચ્છમાં ડીએપી ખાતરની અછત ટુંક સમયમાં દુર થશે તેવું તેમણે જણાવ્યું હતું. 
------------.

Comments

COMMENT / REPLY FROM