હાજી યાકુબ પડયાર પરિવાર તરફથી શિફા હોસ્પિટલને રૂ. ૫૧,૫૧,૭૮૬નું દાન
મુફતી-એ-કચ્છ, હાજી જહાંગીરશા બાવા, હાજી ઈબ્રાહિમ બાફણ તથા પરિવારજનોના ઈસાલે સવાબ અર્થે દાનની જાહેરાત કરાઈ તથા લોકોને દાન આપવા અપીલ કરાઈ
ભુજ : કચ્છના મુસ્લિમ અગ્રણીઓ પડયાર હાજીયાકુબ બાવા, પડયાર હનીફ હાજીયાકુબ બાવા તથા પરિવારજનોએ ભુજમાં નિર્માણાધીન કચ્છ મુસ્લિમ શિફા હોસ્પિટલની મુલાકાત લીધી હતી. ઝડપભેર આગળ વધી રહેલા બાંધકામ પ્રત્યે સંતોષ વ્યક્ત કરાયો હતો. નુંધાતડ (તા. અબડાસા)ના આ સખી પરિવાર દ્વારા મુફતી-એ-કચ્છ સૈયદ અલ્હાજ અહમદશા બાવા (અલયહિર્રહમા), મરહુમ સૈયદ હાજી જહાંગીરશા બાવા, મરહુમા પડયાર હાજીયાણી અમાબાઇ બાવા, મરહુમા પડયાર હાજીયાણી બાંયાબાઈ હાજીઈસ્માઇલ, મરહુમ બાફણ હાજીઇબ્રાહીમ હાજીભચુ, મરહુમ પડયાર હાજીઈસ્માઈલ બાવા, મરહુમ પડયાર હાજીઆમર બાવા, મરહુમ પડયાર હાજીમીઠુ બાવા, મરહુમ પડયાર હાજી ફકીરમોહમ્મદ બાવા, મરહુમ પડયાર કાસમ હાજીફકીર મોહમ્મદના ઈસાલે સવાબ અર્થે રૂા.૫૧,૫૧,૭૮૬ના દાનની જાહેરાત કરાઈ છે.આ પ્રસંગે દાતા અગ્રણીઓ દ્વારા કચ્છના સખી દાતાઓને અપીલ કરવામાં આવી છે કે, કચ્છ મુસ્લિમ શિફા હોસ્પિટલમાં સર્વે કચ્છી ભાઈઓ યથાશક્તિ પોતાનો ફાળો નોંધાવે. આ હોસ્પિટલમાં નાત-જાતના ભેદભાવ વગર સારવાર આપવામાં આવશે. ટ્રસ્ટના પ્રમુખ હાજીઆદમ ચાકી, ઉપપ્રમુખ હાજીયુસુફ ખત્રી, મંત્રીઓ યુસુફ એ. જત, ઈસ્માઈલ સોનેજી, ટ્રસ્ટી હાજીયાકુબ સોનારા, ટ્રસ્ટના શુભેચ્છક હાજીઈશાક હિંગોરાએ પ્રોજેક્ટની વિગતો આપી હતી. આ પ્રસંગે પડયાર હાજીયાકુબ બાવા, પડયાર હાજીઅબ્દુલ હાજીયાકુબ બાવા, પડયાર હનીફ બાવા હાજીયાકુબ બાવા, પડયાર હાજીસિકંદર હાજીમીઠુ બાવા, પડયાર હાજીદાઉદ હાજીફકીરમામદ બાવા, પડયાર સાલેમામદ હાજીઆદમ બાવા, પડયાર અયુબ હુસેન બાવા, પડયાર હાફિઝ કાસમ બાવા, પડયાર ગફ્ુર હુસેન બાવા, પડયાર જુસબ હાજીમીઠુ બાવા, પડયાર મામદ હાજીઆમદ બાવા, પડયાર મોહંમદઅઝીઝ હાજીઅબ્દુલ બાવા, પડયાર આકિબજાવેદ હનીફ બાવા, પડયાર મોહંમદ ગની બાવા (ભુટ્ટો), પડયાર સલીમ હાજીઆદમ બાવા, પડયાર અઝીમ સાલેમામદ બાવા, પડયાર અબ્બાસ સુલેમાન બાવા, બાફણ ઈસ્માઇલ સાલે (મામા), બાફણ હાજીસિકંદર હાજીઈબ્ર્રાહીમ, બાફણ હાજીજુસબ ભચુ, બાફણ અકબર હાજીમામદહુસૈન, સાડ હુસેન અલીમામદ, પડયાર નાવેદ જુમ્મા ઉપસ્થિત રહ્યા હતા. વ્યવસ્થા ઓફિસ મેનેજર મજીદખાન પઠાણે સંભાળી હતી.
------

Comments