Trending News
સ્થાનિક સમાચાર

લુણવાની ગૌચર જમીન કોઈને પણ ન આપવા આવેદનપત્ર અપાયું

24 October




ગ્રામજનો-સરપંચ સહિતના અગ્રણીઓ રહ્યા હાજર 


ભચાઉ : તાલુકાના લુણવા ગામની પૂર્વ-ઉત્તર તરફ ડુંગર નીચેની જમીન સર્વે નં.પ૦૦ ની ઉતર તથા દક્ષિણ તરફની જમીનો પર વર્ષોથી ગામની ગાયો તેમજ પશુધનની ચરિયાણ તરીકેની ગૌચર જમીન આવેલી છે. આ જમીન કોઈને ન આપવી, ખોદકામ-ખનનની મંજૂરી ન આપવી અને ગૌચર માટે જમીન નીમ કરવા માટે જિલ્લા કલેક્ટરને લુણવા ગ્રામ પંચાયતના સરપંચ ભુરાભાઈ રવાભાઈ છાંગા સાથે ગ્રામજનોએ આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.  આવેદનપત્રમાં ઉલ્લેખ મુજબ નાયબ કલેક્ટર અંજારે સર્વેનં.૪૮૩ વાળી ૯૮.૩૭ ગુંઠા જમીન ગૌચર માટે નીમ કરવામાં આવે છે તેવાહુકમ છે. વર્ષ ૧૯૭૧ બાદ ગામના પશુધનમાં સતત વાધરો થતો આવ્યો છે. હાલ અંદાજીત ઢોરોની સંખ્યા ૩૦૦ જેટલી છે. જેની સામે પશુધનના ચરિયાણ માટેની જમીન ઓછી ઉપલબ્ધ છે. લુણવા રે સર્વે નં.પ૦૦,૪૪૬,૪૯૬ ની પૂર્વે ઉત્તર તરફની ડુંગરની નીચેની જમીન આશરે ૪૦૦ એકરમાં ગામની ગાયો તેમજ પશુધન ચરિયાણ કરે છે. આ જમીનનો ઉપયોગ વર્ષોથી ગૌચર તરીકે થતો આવ્યો છે. વધુમાં આ જગ્યાએ ત્રણ તળાવ-તળાવળીઓ આવેલી છે. જેમાં પશુધન પાણી પીવે છે. જેના કારણે આ જમીન ફળદ્રુપ અને ઘાસને લાયક છે. સાથે અહીં ઘાસ ઉગે છે. હાલ પશુધનની સંખ્યા મુજમ અંદાજિત પપ૦ એકર જમીન નીમ થવી જરૂરી છે અને ગામના ગૌચર, પશુધન માટે ગૌચર તરીકે નીમ કરવા માટે રાજ્યના મુખ્યમંત્રી, કચ્છ સાંસદ, જિલ્લા પંચાયત પ્રમુખ, જિલ્લા ભાજપ પ્રમુખ તથા ધારાસભ્યો, નાયબ કલેક્ટર (ભચાઉ) મામલતદાર ભચાઉને નકલ રવાના કરવામાં આવી છે. વધુમાં જણાવ્યા મુજબ આ જમીનનો કોઈ પણ સંસ્થા, કંપની, વ્યક્તિ કે મંડળીને કોઈપણ હેતુ માટે મંજૂર ન કરવી, ખનન, ઉત્ખનન કરવા મંજૂરી આપવામાં ન આવે જો જમીન કોઈને પણ આપવામાં આવશે તો ગામના પશુધન માટે ચરિયાણનો મોટો પ્રશ્ન ઉપસ્થિત થશે જેના કારણે જાનહાની પણ થઈ શકે છે. આ પ્રશ્નને ગંભીરતા સમજી ધ્યાને લેવામાં આવે તેવી માંગ કરી છીએ.  આવેદનપત્ર આપતી વેળાએ છાંગા ભુરા રવાભાઈ (સરપંચ), છાંગા વાઘજી દેવકરણભાઈ, છાંગા ગોપાલભાઈ ખેંગાર, છાંગા કાનજી, છાંગા જીવાભાઈ ભચાભાઈ, વરચંદ રામાભાઈ ભચાભાઈ, છાંગા વેલાભાઈ, જીવાભાઈ છાંગા, બબાભાઈ જીવાભાઈ, વરચંદ રાજેશ રણછોડભાઈ, રબારી શંકરભાઈ, રાબરી પબાભાઈ સુરાભાઈ, રબારી નવીન ભીખાભાઈ, રબારી રામજી પચાણભાઈ, રબારી રમેશ ભુરાભાઈ, વરચંદ મોહન રામજીભાઈ, છાંગા ગોપાલ સવાભાઈ, રબારી ધનાભાઈ ભીમાભાઈ, માતા બાબુભાઈ વેલાભાઈ, વારોત્રા મોહિત મોહનભાઈ, છાંગા હિતેશ વાલજીભાઈ, છાંગા વસરામ રતાભાઈ, વરચંદ શામજીભઈ ધનાભાઈ, છાંગા રમેશ સામતભાઈ સહિતના અગ્રણી-ગ્રામજનો સાથે 
રહ્યા હતા. 
 

Comments

COMMENT / REPLY FROM