Trending News
ક્રાઈમ

જુના કટારીયાની હોટલમાં ડીઝલ - ખાદ્યતેલની ચોરી ઝડપાઈ

24 October



હોટલે આવતા અલગ અલગ ટેન્કરના ડ્રાઈવરોને રૂપિયાની લાલચ આપી ચોરી કરાતી : એલસીબીએ દરોડો પાડીને ૧ર૦૦ લીટર ડિઝલ અને ૪૦૦ લીટર ચોરાઉ ખાદ્યતેલ કબજે કર્યું : હોટલ સંચાલકની ધરપકડ કરવા સાથે વધુ તપાસ હાથ ધરાઈ


ગાંધીધામ : મોરબી - સામખિયાળી નેશનલ હાઈવે પર ખેમાબાબા હોટલ જુના કટારીયા સીમમાં ટેન્કરની ટાંકીમાંથી ડીઝલની ચોરી થતા આરોપીઓને ઝડપી ગુનો દાખલ કરાવાયો હતો. આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ આરોપી હોટલમાં રહેતા મુળ રાજસ્થાનના બાબુલાલ મુકનારામ ચૌધરી (જાટ) પોતાના ફાયદા સારૂ અલગ અલગ ટેન્કરના ડ્રાઈવરને રૂપિયાની લાલચ આપી ડીઝલ અને ખાદ્યતેલની ચોરી કરાવી પોતાના કબજાની હોટલના પાછળના ભાગે સંગ્રહ કરી ૧ર૦૦ લીટર ડીઝલ કિંમત રૂા. ૧,૦૬,૮૦૦ /- તથા ૪૦૦ લીટર ખાદ્યતેલ કિંમત રૂા. ૩૬,૦૦૦/- સાથે આરોપી પકડાઈ ગયો હતો. ખાદ્યતેલ કાઢવાની ઈલેકટ્રીક પંપ સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. લાકડીયા પોલીસ મથકે તેની સામે ગુનો દાખલ કરાયો છે. 

 

Comments

COMMENT / REPLY FROM