તો જ મુંદરામાં કરોડોના સ્મગલીંગ કાંડ પર લાગે બ્રેક
કસ્ટમ આરએફઆઈડી સીલ ફરજીયાત કરે
તરબુચ બિજ ઝડપાતી વેળાએ સુચક સંકેત : ગુજરાત કસ્ટમ ચીફ કમીશ્નર મુંદરા-કંડલા કસ્ટમ કમિશ્નરને કેમ ન આપે કડક આદેશ : દરીયાઈ વેપાર વાણીજય ક્ષેત્રમાં કસ્ટમની ઈચ્છા અને રજા સિવાય પાંદડુ પણ ફરકી ન શકે તે સૌ કોઈ જાણે છે, તો પછી અ..ધધ.. કરોડોના દાણચોરી-મિસડીકલેરેશન કૌભાંડને અંજામ આપી જ કેમ શકાય ? આરએફઆઈડી સીલ લાગી જાય તો પલટીપ્રથા-દાણચોરી પ્રકરણો પર પણ આવી જશે આપો આપો અંકુશ
’
ગાંધીધામ : દેશના દરીયાઈ ક્ષેત્રમાં વેપાર વાણીજયને પ્રોત્સાહન આપવા અને તેના મારફતે વિદેશી હુંડીયામણ ભારતમાં મંગાવવાને માટે ભારત સરકાર દ્વારા કસ્ટમ સહિતના કાયદાઓને હળવા કરી અને વેપારીઓને ખેાટી કનડગતો ન થાય તેવા પ્રયાસો કરવામા આવી રહ્યા છે પરંતુ બીજીતરફ આવા સરકારની ઉદારનીતીનો ગેરલાભ ઉઠાવનારા તત્વો દ્વારા જાણે કે ભેજાબાજોની એક મોટી ટોળકી અને નેટવર્ક જ વિકસી જવા પામ્યુ હોય તેમ દેશના ખાનગી બંદરોમાં શિરમોર એવા પ્રતિષ્ઠીત મુંદરા બંદર પર પણ પાછલા કેટલાક સમયથી સતત મીસડીકલેરેશનના કારનામાઓ ધમધમી રહ્યા હોવાની નોબત સામે આવવા પામી રહી છેે.દરમ્યાન જ હાલમાં પણ ર૦૦ કન્ટેઈનરો બાયોડીઝલ ડીકલેર કરી અને તેમા પ્યોર ડીઝલ મંગાવાયાની આશંકા સાથે અટકાવાયા હતા જેમાથી૧૦૦ કન્ટેઈનરના સેમ્પલો ફેઈલ આવી ગયા છે અને તેમાં પણ રપ કરોડની ડયુટીચોરી પકડાઈ જવા પામી છે ત્યારે તેના બીજા જ દીવસે ફરીથી ગાંધીધામ ડીઆરઆઈની ટીમ દ્વારા વધુ ૧૦૦ જેટલા કન્ટેઈનરોની તપાસમાં ડીજીએફટીના જાહેરનામાનોભંગ કરી અને તરબુચના બીચ મંગાવી અનેકરોડોના જથ્થાને સિઝ કરવામા આવ્યા હોવાની વિગતો સામે આવવા પામી રહી છે.૧૭ જેટલા આયાતકારો દ્વારા આ કૌભાંડને અંજામ આપી અને અત્યાર સુધીમાં ૪૦ કરોડની ડયુટીચોરી આદરી હોવાનુ પ્રાથમિક તપાસમાં સામે આવવા પામી રહ્યું છે. અહી સવાલ તો એ પણ થાય છે કે સુદાનથી આટલા બધા કન્ટેઈનર આવેલા પકડાયા છે પરંતુ જે પકડાયા નહી હોય અને નીકળી ગયા હશે તેનો આંક કેટલો હશે? ૧૭ આયાતકારો કોણ કોણ છે? તેઓએ આ કન્સાઈનમેન્ટ પહેલી જ વખત મંગાવ્યુ કે આ પહેલા પણ મંગાવી ચૂકયા છે? કયા ઉપયોગમાં આવો દાણચોરીયુકત માલ લેવાયા છે? દાણચોરીયુકત માલ ખરીદનારા તત્વો કોણ કોણ છે? ત્યા સુધી આમ તો આ તપાસ લંબાવી જોઈએતે જરૂરીબની રહ્યુ છે તો વળી બીજીતરફ જાણકારો કહી રહ્યા છે કે, વિદેશથી આવતી વસતુઓમાં મિસડીકલેરેશન અથવા તો આ રીતની ડયુટીચોરીના કારનામાઓને જો બંધ કરવા હોય તો સૌ પ્રથમ ગુજરાત કસ્ટમ ચીફ કમિશ્નર દ્વારા મુંદરા અને કંડલા જેવા બંદરો પરથી ઉતરતા કન્ટેઈનરમાં ખાસ કરીન ેકસ્ટમનો પોતાનો સીલ આરએફઆઈડી સીલ તરીકે જેને ઓળખાય છે તે લગાવવાની પ્રથા ફરજીયાત કરવાની જરૂર છે. એટલે માલ જે ડીકલેર કરેલો છે તે જ ઉતરી રહ્યો છે અને તે જ માલ ગંતવ્ય સ્થળ પર જઈરહ્યો છે , તેવુ નકકી થઈ શકશે. એટલે કાગળ પર ડીકલેર કરેલો માલ જ ઉતરશે અને તે જયા લખેલુ હશેત્યાં જ ઉતરશે તેવુ પણ જાણકારો કહી રહ્યા છે. આમ થવાથી મિસડીકલેરેશન એટલે કે દાણચોરીને બ્રેક જ લાગીજશે તથા પલટી પ્રથા પણ અટકી જવા પામશે અને સરકારની તિજોરીમાં પણ છલોછલ આવક થવા પામી શકશે. કસ્ટમ વિભાગ જયા સુધી પોતાનો સીલ લગાડવાનુ ચાલુ નહીકરે ત્યા સુધી મિસડીકલેરેશનને સંદંતર ડામવુ અશકય જ બની રહેશે.’
...............
મુંદરામાં ૧૦૦ ટકા સ્કેનીંગ કેમ નથી કરાતુ અમલી?
કોનો મલિન ઈરાદો? શું છે છુપો હેતુ..?
ગાંધીધામ : મુંદરા બંદર પર આવતા અને જતા કન્ટેઈનરોનોના ૧૦૦ ટકા સ્કેનીંગ કેમ નથી કરવામા આવતા? રેન્ડમ સ્કેનીગને જ અહી કેમ હજુય પણ ધમધમાવી રખાયા છે? જાણકારો દ્વારા અહી સવાલા ઉઠાવાઈ રહ્યા છે કે, છાશવારે મુંદરામાં મિસડીકલેરેશન કૌભાંડો ખુલવા પામી રહ્યા છે તેમ છતા પણ ૧૦૦ટકા સ્કેનીંગ કેમ શરૂ કરવામા નથી આવતા? રેન્ડમ સ્કેનીગમાં તો કયાંક ને કયાંક તેરી ભી ચુપ મેરી ભી ચુપના તાલે ગોઠવણીઓ તો કારસ્તાનો થઈ જશકે તેમ છે? હકીકતમાં જયારે હવે અહી દાણચોરીકાંડ એક યા બીજી રીતે વધી જ રહ્યા છે ત્યારે ૧૦૦ટકા સ્કેનીંગ ફરજીયાત જ કરવા જોઈએ તેવી માંગ પણ જાણકારો દ્વારા ઉઠાવાઈ રહી છે.
...................
મુંદરા તરબુચકાંડમાં ૩૯.૬પ કરોડની ડયુટીચોરીનો ખુલાસો
બે મહિનાના સમયગાળામાં સુદાનથી આયાત થયેલા ર૦૦થી વધુ કન્ટેનરો કરાયા સીઝ : ૧૭ આયાતકારો દ્વારા આચરાયું કૌભાંડ
ભુજ : કચ્છના મહાબંદરો પર આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં કરચોરીના વધુ એક કારસાનો ગાંધીધામ ડીઆરઆઈએ ભંડાફોળ કર્યો છે. ગાંધીધામ ડીરેક્ટરોટ ઓફ રેવન્યુ ઈન્ટેલીજન્સની ટીમે મુન્દ્રામાં એક મેજર ઓપરેશનને સફળતાપૂર્વક પાર પાડ્યું હતું. જેમાં સુદાનથી મુન્દ્રા બંદરે આયાત થયેલા ર૦૦ કન્ટેનરોને સિઝ કરવામાં આવ્યા હતા. આ કન્ટેનરોની તપાસ અંદાજીત ૧૦૦ કરોડની બજાર કિંમતના વોટરમેલન સીડ્સ એટલે કે તરબુચના બીજ મળી આવતા એજન્સીઓ ચોંકી ઉઠી હતી. કન્ટેનરમાંથી મળી આવેલ મગજતરીના બી પંજાબી રેસિપી અને ફાસ્ટફૂડમાં વપરાય છે. ખાસકરીને પંજાબી ગ્રેવીમાં ડ્રાયફ્રૂટના બદલે વોટરમેલન સીડ્સનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે. પ્રાથમિક તપાસ દરમિયાન ૧૯ આયાતકારો દ્વારા ઈમ્પોર્ટ કરાયેલા ખાદ્યપદાર્થમાં ૩૯.૬પ કરોડની કરચોરી કરવામાં આવી હોવાનું તારણ સામે આવ્યું છે. ગાંધીધામ ડીઆરઆઈને મળેલા ઈનપુટ્સના આધારે સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. ડીઆરઆઈને બાતમી મળી હતી કે, ૧૭ આયાતકારો ડીજીએફ દ્વરા જાહેર થયેલા તા.પ એપ્રિલના નોટિફિકેશનના આધાર મળતી છૂટછાટનો લાભ લેવાના દાવો કરી સદાનથી મુન્દ્રા પોર્ટ પર વોટરમેલન સીડ્સની આયાત કરી છે. તરબુચના બીજની આયાત ગત ૧૯ મી મેથી ૩૦ મી જૂન સુધી કરમુક્ત હતી. ૩૦ મી જૂન સુધી જાહેર કરી દેવામાં આવેલ બોર્ડના બીલ પર આયાતકરને ઝીરો ગણવામાં આવ્યું હતું. આયાત થયેલો માલ ૩૦ મી જૂન પછી બોર્ડ પર મોકલવામાં આવેલ છે. જે પ્રતિબંધિત શ્રેણીમાં આવ છે. આયાત માફીની નિયત સમયમર્યાદા પૂર્ણ થયા બાદ આયાતકારોએ ગત બે મહિના દરમિયાન સુદાનથી તરબૂચના બીજ આયાત કર્યા હતા. જેમાં નોટિફિકેશનનું ઉલ્લઘંન થયું હતું. તપાસમાં મળેલા આધારો મુજબ ડીજીએફની સૂચનાને નજર અંદાજ કરી નકલી બીલ કસ્ટમ વિભાગમાં રજૂ કરવામાં આવ્યા હતા. જે તા.૩૦મી જૂન પહેલા જ બોર્ડની તારીખે મોકલવામાં આવ્યા હતા. ટ્રેકિંગ અને સર્વેના આધારે લેન્ડિંગના અસલ બીલના આધારે વાસ્તવિક તારીખ મળી આવી હતી જે નિયત સમયમર્યાદા તા.૩૦ મી જૂન બાદની હોવાનું ખૂલ્યું હતું. જપ્ત કરવામાં આવેલા જથ્થાની બજાર કિંમત રૂા.૧૦૦ કરોડ જેટલી થાય છે. જેના ૩૯.૬પ કરોડ કરચોરી કરવામાં આવી હતી. ડીઆરઆઈએ જથ્થાને જપ્ત કરી આગળની તપાસનો દોર આરંભ્યો છે.

Comments