ગાંધીધામમાં ટેન્કરમાંથી રપ હજાર લીટર બાયોડિઝલ ઝડપાયું
ગાંધીધામ : એસઓજી પેટ્રોલીંગમાં હતી ત્યારે માઉન્ટ વે હોટલ સામે રોડ સાઈડમાં ઉભેલા ટેન્કર નંબર જી.જે.૧રએટી ૬૭૪૦ માં તપાસ કરતા બાયોડિઝલ ભરેલ જોવા મળ્યું હતું. ચાલક રવેચીનગર અંતરજાળના ધનુભા ભીખુભા જાડેજા પાસે આધાર પુરાવા માંગતા ઈ-વે બીલ કે અન્ય કોઈ પુરાવા મળી આવ્યા ન હતા. ટેન્કરમાં તપાસ કરતા તમામ પાંચ ખાનામાં બાયોડીઝલ ભરેલું હતું. જેથી રપ હજાર લીટર બાયોડીઝલ કિંમત રૂા. ર૧.રપ લાખ તથા ૧પ લાખનું ટેન્કર કબજે કરવામાં આવ્યું હતું. ચાલકની અટકાયત કરી એ ડિવિઝન પોલીસને જાણ કરાઈ છે. ચોરી કે છળકપટથી આ મુદ્દામાલ મેળવેલ હોવાનું સામે આવ્યું છે.

Comments