Trending News
સ્થાનિક સમાચાર

અંજાર જીઆઈડીસીની ડીઝલ ચોરીમાં નાના દિનારાની ગેંગની સંડોવણી ખુલી

23 October




ત્રણ દિવસ પહેલા ગાંધીધામમાંથી ઝડપાયેલા ત્રણ રીઢા શખ્સોએ પુછપરછ દરમ્યાન આપી કેફીયત : અંજારમાં ત્રણ ટ્રકોમાંથી ૪૬૦ લીટર ડીઝલ ચોર્યું


ગાંધીધામ : પૂર્વ કચ્છમાં નેશનલ હાઈવે પર તથા પાર્કિંગ પ્લોટોમાં રાખેલી ટ્રકોની ડીઝલની ટાંકીનો લોક તોડી ડીઝલ ચોરી કરતી નાના દિનારાની ગેંગ સક્રિય હોતા ગાંધીધામ બી ડિવિઝન પોલીસે વોચ ગોઠવીને કંડલાથી ગાંધીધામ આવતા રોડ પર ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા. તેમની પાસેથી ચોરી કરવાનો મુદ્દામાલ પણ કબજે કર્યો હતો. ત્રણેય આરોપીઓ રીઢા ગુનેગાર છે અને અન્ય ત્રણના નામ ખુલ્યા હતા. પુછપરછ દરમ્યાન અંજારમાંથી ચોરી કર્યાની કબુલાત આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. 
અંજારમાં ગોસ્વામી મોટર ગેરેજ જીઆઈડીસી પાસે રાખેલી ગાડીઓમાંથી ડીઝલ ચોરાયું હતું. ફરિયાદી નંદલાલભાઈ વાલાભાઈ છાંગાએ જણાવ્યું કે, આરોપીઓ અજીજ સીધીક સમા, અજીજ સાલેમામદ સમા અને અબ્દુલ રહીમ મુસા સમાએ ડીઝલની ટાંકીઓના ઢાંકણા તોડી ૪૬૦ લીટર ડીઝલ ચોર્યું હતું. જેમાં ટ્રક નંબર જી.જે.૧રબીએકસ પ૮૩૯ માંથી ર૦૦ લીટર, જી.જે.૧ર.એ.યુ. ૬૪ર૮ માંથી ૧૦૦ લીટર, જી.જે.૧ર. એ.ઝેડ. ૭ર૩૪માંથી ૧૬૦ લીટર ડીઝલ ચોર્યું હતું. કુલ્લ ૪૧ હજારના ઈંધણની ચોરી કરવામાં આવતા અંજાર પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 

Comments

COMMENT / REPLY FROM