Trending News
સ્થાનિક સમાચાર

કસ્ટમના ભ્રષ્ટબાબુઓ મહેરબાન તો મુંદરામાં  ડિઝલ સહિતના દાણચોરો પહેલવાન...!

23 October

હાઈડ્રોકાર્બનના નામે ડીઝલ-કેરોસીનની બેફામ હેરફેર




બે માસ પહેલા ર૦૦થી વધુ અટકાવેલા કન્ટેઈનરમાથી૧૦૦માથી લીધેલા નમુના ફેલ આવતા એમએચઓના નામે બેજઓઈલ-ડીઝલ દાણચોરીની ચકચારને મળ્યું સમર્થન : ૩૦ કરોડથી વધુનો સિઝ કરાયેલા મુદામાલ તો માત્ર અને માત્ર પાસેરામાં પુણી સમાન છે  : લાંબા સમયથી મુદરામાં એમએચઓના નામે માસીક સેંકડો કન્ટેઈનરો ઠલવાઈ રહ્યા છે, ૧૦૦ના સેમ્પલ ફેલ થયા, ૧૦૦ બીજા રોકી દેવાયા છે, પરતુ એ પહેલા સેંકડોની સંખ્યામાં કન્ટેઈનરો નીકળી ગયા તેનું શું?



ગાંધીધામ : દેશમાં વિદેશી હુંડીયામણી તાણી લાવી અને ભારતનો વિકાસ દર ઉંચો લાવવાને માટે નરેન્દ્રમોદી સરકાર દરીયાઈ વેપાર વાણીજયને વધારે સરળ બનાવવા કસ્ટમ સહિતના કાયદાઓને અહી વધુ સરળ બનાવી રહ્યા છે પરંતુ બીજીતરફ જાણે કે, અમુક દાણચોર તત્વો કસટમ સહિતની એજન્સીઓના ભ્રષ્ટ બાબુઓની સાથે મીલીભગત કરી અને સરકારના આ સારા ઉદેશ્યને તદન પાણીઢોળ જ કરી દેતા હોય તેવો તાલ બનતો વિવિધ ઘટનાઓમાં જોવા મળી આવી રહ્યો છે. 
દરમ્યાન જ દેશના ખાનગી મહાબદરોમાં ગણનાપાત્ર પ્રતિષ્ઠીત મુંદરા પોર્ટ  પર પણ પાછલા કેટલાક સમયથી હાઈડ્રોકાર્બનના નામે ડિજલ-બેઝઓઈલની ધુમ દાણચોરી આચરવામાં આવી રહી છે. બે માસ પહેલા જ પાસેરામા પુણી સમાન ર૦૦ જેટલા કન્ટેઈનરને અટકાવી અને આ કેસમાં વધુ ઘનિષ્ઠ તપાસ કરાતા ર૦ કરોડ જેટલી કરચોરી હાલમાં સામે આવવા પામી છે પરંતુ આ બધું જ પાસેરામાં પુણી સમાન કાર્યવાહી કહી શકાય તેમ છે. કારણ કે, હાઈડ્રોકાર્બનના નામે મુંદરામાં યુએઈથી ડીઝલ દાણચોરીના નેટવર્કની મોટી સિન્ડીકેટ ધમધમી રહી છે. હકીકતમાં હાઈડ્રોકાર્બન-લીકવડી કાર્ગો અહી આયાત કરવા માટે અથવા તો તેના સંગ્રહ માટે પેશોની મંજુરી ખુબજ આવશ્યક જ રહેલી  છે. પેશોના ચીફ કન્ટ્રોલર નાગપુર સ્થિત કચેરી ધરાવી રહ્યા છે, ત્યાંથી પ્રથમ બંજુરી લેવાની હોય છે અને તેની જો મંજુરી લેવામાં આવે તો આઈએસઓ ટેંકમાં જ આ લીકવીડની આયાત થઈ શકતી હોય છે. પરંતુ નફાખોરી માટે આ સિન્ડીકેટ ફલેક્ષી ટેંકમાં એમએચઓ મંગાવી રહ્યા છે અને આખાય સંકુલની સુરક્ષા પણ મોટો ખતરો તોળાવી રહ્યા છે. થોડા સમય પહેલા જ ફલેક્ષી ટેકંમાં જ એક સીએફઅસમાં આગની ઘટના પણ બની જ ચુકી છે. અહી ડયુટી ચોરી તો ડિજલ દાણચોરીના લીધે થવા પામી જ રહી છે પરંતુ બીજીતરફ ફલેક્ષી ટેંકમાં ગેરકાયદેસર હેરફેર થતી હોવાથી આ પટ્ટામાં એક મોટી કેમીકલ હોનારત-દુૃઘટનાને પણ ખુલ્લુ ઈજન જ મળવા પામી રહ્યું છે.મુંદકા કસ્ટમ વિભાગે હકીકતમાં આ બાબતે ગંભીરતાથી વેળાસર જ લાલઆંખ કરવી ઘટે તે સમયનો તકાજો બની રહ્યો છે.


....................


કચ્છ કલેકટરશ્રી મુંદરા પ્રાંત-મામલતદારથી કેમ હાથ ન ધરાવે તપાસની ઝુંબેશ?


ગાંધીધામ : મુંદરામાં વિદેશથી જે ફલેકક્ષી કન્ટેઈનરો આવી રહ્યા છે તે તદન નિયમ વિરૂદ્ધના છે અને તેમાં જે લીકવીડ મુદામાલ આવી રહ્યો છે તેમાં પણ માટેા પ્રમાણમાં ગાલમેલ જ આચરવામા આવી રહી છે. મુંદરામાં હાલના સમયે આ બાબતે તપાસ આગળ ધપી જ રહી છે ત્યારે હકીકતમાં કચ્છ કલેકટરશ્રી અમિત અરોરાએ પણ વેળાસર જ વિના વિલંબે મુંદરાના પ્રાંત અધિકારી અને મામલતદાર સહિતનાઓ મારફતે મુંદરા આસપાસના સીએફએસમાં આવા પ્રકારના રાખવામા આવતા કન્ટેઈનરોને લઈને આક્રમક ધાક બેસાડતી લાલઆંખ કરવાની જરૂરીયાત જણાઈ રહી છીે. નહીતો કયારેક અહી મોટી દુર્ઘટના સર્જતા પણ વાર નહી થાય.


........................


મુંદરા-કંડલા કસ્ટમના ભ્રષ્ટબાબુઓનો
આ રહ્યો ભાવપત્રક : કોણ કેટલા લે છે?



ગાંધીધામ : મુંદરા અને કંડલા કસ્ટમમાં કયા તબક્કેથી કયા કક્ષાના અધિકારી સુધી કેવા કેવા કામ પેટેના ફિક્ષ ભાવો શુ લેવાઈ રહ્યા છે? એટલે કે, પાર્ટી પાસેથી કટકી નાનાથી લઈ અને ઉપર સુધીના અધિકારીઓ શુ ભાવની સ્વીકારી રહ્યા છે તે ભાવો પણ ચર્ચાય  છે તે નીચે મુજબ છે.
• એસેસમેન્ટ સુપ્રીટેન્ડેન્ટ : ૩૦૦ થી પ૦૦.
• ડે.કમિ.એસેસમેન્ટ :  ૩૦૦ થી પ૦૦.
• એકઝામિનેશન સુપ્રી. : રપ૦ થી ૪૦૦
• એકઝામીનેશન ઈન્સપેકટર : રપ૦ થી ૪૦૦
• ફેસલેશ અસેસમેન્ટમાં અપ્રેઈઝર : પ૦૦થી ૭૦૦ અને ડીસી : પ૦૦થી ૭૦૦.
• (રીએકઝામીનેશન) સુપ્રીટેન્ડેન્ટ : ૫૦૦૦ ( પ્રતિ કન્ટેનર)
• (રીએકઝામીનેશન) ઓફિસર :૨૦૦૦  ( પ્રતિ કન્ટેનર)
• કસ્ટમ ગેટપર નવા સીલ પેટે : ૧૦૦૦ (પ્રતિ સીલ)

વિચારતો કરો, હવે ફેશલેશ સિસ્ટમમાં પણ મંગાય છે 
સલીયાણાં...! : આ સિસ્ટમ ભ્રષ્ટાચાર ડામવા છે કે, વધારવા ?



..................


જો..જો..કચ્છ ઉદયના અહેવાલની અવગણના કયાંક
ભારે ન પડે : મોટી હોનારતને આમંત્રણ ન આપજો.




મુંદરા બંદર પર પેશોના નિયમોના લીરેલીરા ઉડાળી અને એચએચઓના કન્ટેઈનર ગેરકાયદેસર રીતે આયાત થાય છે અને તેનો સીએફએસમાં સંગ્રહ પણ કરવામા આવી રહ્ય છે. હકીકતમાં આ પ્રકારની લાલીયાવાડી અહી મોટુ જોખમ કેમીકલ હોનારત સર્જી જશે તેવી આલબેલ પાછલા અમુક સમયથી કચ્છઉદય દ્વારા સતત ઉજાગર કરવામા આવતી રહી છે. આ બાબતે તા. રં૦/૯/ર૪ના પાના ન. ૩ પર પણ અહીથી એક અહેવાલ ઉજાગર કરાયો હતો. જેમાં અહીના એક સીએફએસમાં ફલેકક્ષી કન્ટેનરમાં લાગેલી આગની ઘટના અને તે બાબતે અગાઉ કચ્છઉદય દ્વારા ધરવામા આવેલી લાલબત્તીનો ઉલ્લેખ કરાયો હતો, આ અહેવાલને ધ્યાને લીધુ હોત તો કદાચ તે આગની ઘટના ન બની હોત, હજુયસમય છે, કચ્છનુ તંત્ર અને કસટમવિભાગ ગંભીર બને તે જ સમયનો તકાજો બની રહ્યો છે.



...........................

હાઈડ્રોકાર્બનના કન્ટેઈનર સંગ્રહ કરતા સીએફએસ પર કેમ કાર્યવાહી નહી?

ગાંધીધામઃ મુંદરામાં ડીઝલ દાણચોરો પાછલા કેટલાક સમયથી નીતનવા પેતરાઓ અજમાવી અને સુરક્ષાના પણ મોટા જોખમો ઉભા કરી અને અહી દાણચોરી બેફામ પણે ધમધમાવી જ રહ્યા છે. અહી હાઈડ્રોકાર્બનના નામે ડીજલ-બેઝ ઓઈલની જે આયાત કરવામા આવી રહી છે તે ખુબજ ગંભીર વિષય છે. હાલમાં પણ આવા જ પ્રકરણો તપાસના રડારમાં છે ત્યારે જાણકારો કહી રહ્યા છે કે, હાઈડ્રોકાર્બન પેસોની મંજુરીવિના અહી લાવવાની મનાઈ છે તો પછી તે   કન્ટેઈનરો મુંદરા આસપાસના ૧રથી વધુ જેટલા સીએફએસમાં સંગ્રહ કેવી રીતે કરી શકાય? કયા આધારે અહી આવા કન્ટેઈનરો સંગ્રહ કરવામા આવી રહ્યા છે? કોની મંજુરી તેને મળેલી છે? ઘટના બનશે તો કોણ જવાબદાર રહેશે? ખરેખર આ બાબતે પણ વેળાસર જ તપાસ થવી ઘટે. 


 

Comments

COMMENT / REPLY FROM