Trending News
ક્રાઈમ

ભચાઉથી સગીરાના અપહરણ બાદ દુષ્કર્મ ગુજારનાર ત્રણ શખ્સોને ઝડપી લેવાયા

22 October


ભચાઉ : એક મહિના અગાઉ ભચાઉના બસ સ્ટેશન પાસેથી ૧પ વર્ષિય સગીરાનું અપહરણ થયું હોવા બાબતે ભચાઉ પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જે ગુનામાં સગીરા મળી આવ્યા બાદ દુષ્કર્મ ગુજારાયું હોવાનું સામે આવતા ફરિયાદમાં પોકસોની કલમનો ઉમેરો કરી તપાસના આધારે ત્રણ જેટલા ઈસમોને ઝડપી લેવાયા હોવાનું જાણવા મળી રહ્યું છે.આ અંગેની વિગતો મુજબ ભોગ બનનારની માતાએ ગત. ર૦ સપ્ટેમ્બરના ભચાઉ પોલીસમાં ફરિયાદ લખાવી હતી કે, તેમની ૧પ વર્ષિય દિકરી ભચાઉ બસ સ્ટેશનેથી અંજાર આવવા માટે બસમાં નિકળી હતી, જો કે તે પહોંચી નહીં. શોધખોળ કરવા છતાં કોઈ અતોપતો ન મળતા ભચાઉ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પરીવારનો આક્ષેપ છે કે, જે તે સમયે પોલીસમાં નામજોગ રજુઆત કરવામાં આવી હતી. પરંતુ પોલીસે અજાણ્યા ઈસમો સામે ગુનો દાખલ કર્યો હતો. અપહરણની ફરિયાદ બાદ ૧પ વર્ષિય સગીરા મળી આવી, જો કે તેને પાંચ માસનો ગર્ભ હોવાનું ધ્યાને આવતા પરિવાર ચોંકી ઉઠયો હતો. સમગ્ર મામલે પોલીસે ગુનામાં પોકસો સહિતની કલમનો ઉમેરો કર્યો હતો. જેના આધારે ત્રણ શખ્સોને ઝડપી લેવાયા છે.તપાસકર્તા પીઆઈ શૈલેન્દ્રસિંહ સીસોદીયાનો સંપર્ક સાધતા તેમણે બનાવને સમર્થન આપતા જણાવ્યું કે, અપહરણના ગુનામાં પોકસોની કલમનો ઉમેરો કરાયો છે અને ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. આગળની તપાસ ચાલુમાં હોવાનું જણાવ્યું હતું.
 

Comments

COMMENT / REPLY FROM