રાપરના કલ્યાણપરની સીમમાં સરકારી જમીનમાંથી ૧પ હજાર મેટ્રીક ટન ચાઈનાકલે ઉસેડાયું
૬૦.૭પ લાખની ખનિજ ચોરી કરાઈ હોવાની રાપર પોલીસમાં ફરિયાદ’’
રાપર : તાલુકાના કલ્યાણપર ગામની સીમ વિસ્તારમાં સરકારી જમીનમાં ખનિજ ચોરી કરાઈ હોવા બાબતે પૂર્વ કચ્છ ખાણ ખનિજ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં માપણી સહિતના અહેવાલ બાદ ફરિયાદ નોંધાઈ છે. અજાણ્યા ઈસમોએ સરકારી પડતર જગ્યા પર બીનઅધિકૃત રીતે ચાઈનાકલેનું ખનન કરી અંદાજે ૧પ હજાર મેટ્રીક ટન ચાઈનાકલે ઉસેડયું હતું. કુલ્લ ૬૦.૭પ લાખનું ખનિજ ઉસેડી લેવાતા ફરિયાદ નોંધાઈ છે. કોઈ અન્ય જગ્યાએથી ચાઈનાકલેનું બિનઅધિકૃત ખનન કરી ચોરી કરી કલ્યાણપર સીમમાં લાવી સંગ્રહ કરી ગુનો આચર્યો હતો. સરકારી સંપતિની ચોરી કરી નુકશાન પહોંચાડવામાં આવતા ભુસ્તર શાસ્ત્રી કચેરીના નીખીલ લુહારે સરકાર તરફે ગુનો દાખલ કરાવ્યો હતો. રાપર પોલીસે અજાણ્યા ખનિજ ચોરો સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

Comments