Trending News
ક્રાઈમ

લખપત વિસ્તારની ગર્ભવતી પરિણીતા  સાથે માધાપરમાં દુષ્કર્મ ગુજારાયું 

22 October



દુષ્કર્મી ઉપરાંત વાહન અને મકાનની વ્યવસ્થા કરી આપનાર સમેત ચાર શખ્સો સામે ફરિયાદ

ભુજ : લખપત તાલુકાના એક ગામની પરિણીતા સાથે માધાપરમાં દુષ્કર્મ ગુજારવામાં આવતા ફરિયાદ થઈ છે. ભોગ બનનાર મહિલાએ જણાવ્યું કે, તે ગર્ભવતી હોવા છતાં આરોપી નાની વિરાણી નવીન દેવશી પરમારે ફરિયાદી તથા તેના પતિ અને ભાઈને મારી નાખવાની ધમકી આપી બળજબરીપૂર્વક ગાડીમાં બેસાડી માધાપર લઈ જઈ દુષ્કર્મ ગુજાર્યું હતું. આરોપી ફુલરાના રમેશ રાજાભાઈ બલીયા ગાડીમાં આરોપી નવીન અને ભોગ બનનારને લઈ ગયો હતો. ધામાયના ભરત આહીર અને પ્રવીણ આહિરે માધાપર ગામે મકાનની વ્યવસ્થા કરી આપી હતી. ચારેય આરોપીએ એક - બીજાની મદદગારી કરી ગુનો આચર્યો હતો. ગત ૧૩ તારીખે રાત્રે આ બનાવ બન્યો હતો. ગર્ભવતી પરિણીતા સાથે બળાત્કાર ગુજારવામાં આવતા દયાપર પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પીએસઆઈ કે. એ. જાડેજાએ આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

Comments

COMMENT / REPLY FROM