Trending News
સ્થાનિક સમાચાર

રાપર એપીએમસીમાં ખાતરની ગાડી આવી પરંતુ ખેડૂતોને ન મળ્યું

21 October


વહેલી સવારે પાંચ વાગ્યાથી ખાતર મેળવવા કિસાનોએ લાઈન લગાવી, એક ગાડીમાં ૭૦૦ થેલી જ આવતા ર૦૦થી વધુ ખેડૂતોને ખાલી હાથ પરત જવાનો વારો આવ્યો : હોબાળો થવાની બીકે મંડળીએ પોલીસ બોલાવી 

રાપર : આગામી દિવસોમાં રવિ સિઝનના વાવેતરની શરૂઆત ખેડૂતો કરવા લાગ્યા છે. ખેતરમાં પાક વાવેતર કરવા માટે ખાતરની જરૂરીયાત ઉભી થઈ છે અને ખાતર ન હોવાના કારણે ખેડૂતો જયાં ત્યાં ખાતર મેળવવા માટે ફાંફા મારી રહ્યા છે. પરંતુ રાપર તાલુકામાં તંત્ર દ્વારા સબ સલામતના બણગાં ફુકવામાં આવી રહ્યા છે.  રાપર તાલુકામાં ખાતર મેળવવા માટે વહેલી સવારથી લાઈન ઉભા રહી જાય છે. રાપર તાલુકાની તમામ સહકારી સંસ્થાઓ તથા મંડળી મારફતે ખાતર વેચાણ કરવામાં આવે છે પરંતુ જે રીતે ખેડૂતોને ખાતરની જરૂરીયાત છે તે મુજબ જથ્થો આપવામાં આવી રહ્યો ન હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. આજે તાલુકા મથક રાપર ખાતે એપીએમસી ખાતેની વાગડ સેવા સહકારી મંડળીમાં વહેલી સવારે ખાતરની ગાડી આવતા જ વહેલી સવારનાં પાંચ વાગ્યાથી ખેડૂતોએ ખાતર મેળવવા માટે લાઈન લગાવી હતી. જે બાદ ખેડૂતો ઉભા રહીને થાકી જતા પગારખાની મોટી લાઈન લગાવી હતી. મંડળી ખુલતા અને માત્ર એક જ ગાડીમાં ૭૦૦ થેલી ખાતર આવતા અડધા જ ખેડૂતોને ખાતર મળતા હોબાળો થયો હતો.  બસો જેટલાં ખેડૂતોને પાછા ફરવાની ફરજ પડી હતી. ખાતર મેળવવા મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટતા અને હોબાળો થવાની શક્યતા હોવાથી મંડળીએ પોલીસ બંદોબસ્ત વચ્ચે વિતરણ કર્યું હતું.
 

Comments

COMMENT / REPLY FROM