Trending News
સ્થાનિક સમાચાર

૩૧મીએ ઉજવાશે દિવાળી : લક્ષ્મીપૂજન માટે ઉત્તમ મુહૂર્ત 

21 October





ર૮મી ઓક્ટોબરે વાઘબારસથી દીપોત્સવી તહેવારોનો પ્રારંભ : નવેમ્બરના નૂતનવર્ષ ઉજવાશે 


ભુજ : વિક્રમ સંવતના સૌથી મોટા દીપોત્સવીના તહેવારો નજીક આવી પહોંચ્યા છે. આ વર્ષે દિવાળી અને નવું વર્ષ વચ્ચે એક પડતર દિવસ આવી રહ્યો છે. છેલ્લા થોડા દિવસોથી દિવાળી ૩૧ મી ઓક્ટોબર કે ૧ લી નવેમ્બરના ઉજવાશે તે અંગે મતમતાંતર ચાલી રહ્યા છે. 
ભુજ આશાપુરા મંદિરના પૂજારી જર્નાદનભાઈ દવેએ આ અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, દિવાળીનો તહેવાર ૩૧મીએ ઉજવાશે. આ દિવસે સાંજે ૪ વાગ્યાથી વહેલી પરોઢ સુધી લક્ષ્મીપૂજન અને ચોપડા પૂજન માટેના શ્રેષ્ઠ મુહૂર્ત છે. જેથી ૩૧મીએ મધ્યાહન બાદ સાંજે લક્ષ્મીપૂજન કરી શકાશે. વેપારીઓ માટે પણ ચોપડા પૂજન ૩૧મીએ કરવાના થાય છે. તા.૧લી નવેમ્બરના આખો દિવસો અમાવસ્યા છે. સાંજે માત્ર ૬ઃ૧૭થી ૧પ મિનિટ માટે જ મુહૂર્ત છે. જેથી તા.ર૮મીએ વાઘબારસ, ર૯મીએ ધનતેરસ, ૩૦મીએ કાળીચૌદશ થાય છે. ૩૦મીએ કાળભૈરવ, હનુમાન પૂજન થશે. તા.૩૧મીએ દિવાળી ઉજવાશે. ત્યારબાદ એક દિવસ પડતર રહેશે. તા.રજી નવેમ્બરના નૂતન વર્ષનો પ્રારંભ થશે. અન્નકૂટ સહિતના કાર્યક્રમો તા.ર નવેમ્બરના ઉજવાશે. તા.૩ના ભાઈબીજની ઉજવણી કરાશે તેવું તેમણે વધુમાં જણાવ્યું હતું. 

 

Comments

COMMENT / REPLY FROM