Trending News
સ્થાનિક સમાચાર

રાપરમાં ગુનાખોરી અટકાવવા પોલીસનું મેગા કોમ્બીંગ : ર૩ ગુના દાખલ કરાયા

20 October



ડીવાયએસપી, ૬ પીઆઈ સહિત ૮ર પોલીસ કર્મચારીઓ, ૪૦ ગામો - વાંઢને ખુંદી વળ્યા : ૩૮ બુટલેગરો પર નીલ રેડ થઈ : નવ વાહન ડીટેઈન કરાયા


રાપર : વાગડ વિસ્તારમાં ગુનાખોરી અટકાવવા માટે પોલીસ દ્વારા મેગા કોમ્બીંગ યોજવામાં આવ્યું હતું. જેમાં ર૩ ગુના દાખલ કરવામાં આવ્યા છે.એસપી સાગર બાગમાર દ્વારા સરપ્રાઈઝ ચેકીંગ કરી કોમ્બીંગ માટે સુચના આપવામાં આવી હતી. જે અંતર્ગત રાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડીવાયએસપી સાગર સાંબડાના સુપરવીઝનમાં અલગ અલગ ટીમો બનાવાઈ હતી. ડીવાયએસપી સાથે છ પીઆઈ, ત્રણ પીએસઆઈ, ૭૪ પોલીસ કર્મચારી મળી કુલ્લ ૮ર જેટલા પોલીસ અધિકારી - કર્મચારીઓએ સાંજે છ વાગ્યાથી રાત્રે ૧૧ વાગ્યા સુધી કોમ્બીંગ યોજયું હતું. શહેર ઉપરાંત અલગ અલગ ૪૦ ગામ - વાંઢમાં સરપ્રાઈઝ ચેકીંગ કરવામાં આવ્યું હતું. જેમાં દારૂના ૧૧ કેસ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત મકાન ભાડુઆત જાહેરનામા ભંગના ૪ કેસ, જીપીએકટ કલમ ૧૩પ મુજબ છ અને એમવી એકટ ૧૮પ મુજબ ૧ અને જુગારનો એક કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ૩૮ બુટલેગરો પર નીલ રેડ થઈ હતી. નવ વાહન ડીટેઈન કરી રર વાહન ચાલકોને એનસી ફટકારી ૧૧૪૦૦ નો દંડ વસુલવામાં આવ્યો હતો. ૪પ વ્યક્તિના ક્રાઈમ રેકોર્ડ અને ૬ હિસ્ટ્રીશીટરને તપાસવામાં આવ્યા હતા. પાંચ જાણીતા જુગારી સાથે ૧૦ હોટલ ઢાબા, રર અવાવરૂ જગ્યા, ૧૮ શંકાસ્પદ વાહનો ચેક થયા હતા. ર૩ ગુના દાખલ કરી ૧૮ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. તો સમગ્ર વિસ્તારમાં અસરકારક કોમ્બીંગના કારણે અસામાજીક તત્વોમાં ફફડાટ ફેલાયો હતો. આ કામગીરીમાં પીઆઈ જે. બી. બુબડીયા, વી. કે. ગઢવી, એમ. એન. દવે, એસ. ડી. સીસોદીયા, જે. એમ. વાળા, વી. એ. સેંગલ, પીએસઆઈ ડી. જી. પટેલ, ડી.આર. ગઢવી, પી.એલ. ફણેજા સહિતના જોડાયા હતા.

 

Comments

COMMENT / REPLY FROM