અમદાવાદ જેવા મેટ્રો પોલીટીન સિટીનું ટીપી મોડેલ અપનાવી અંજારના ખેડૂતોને અન્યાય
અંજાર : ર૦૦૧ મા આવેલા ભૂકંપ બાદ કચ્છમાં વ્યવસ્થિત ટાઉન પ્લાનિંગ થાય એ અંતર્ગત કચ્છના જુદા જુદા શહેરોમાં જુદો જુદી ડેવલપમેન્ટ ઓથોરિટીની સ્થાપના કરવામાં આવી, સમગ્ર કચ્છએ અત્યંત પ્રભાવી ભૂકંપગ્રસ્ત વિસ્તારની શ્રેણીમાં આવતું હોય રાજ્ય સરકાર દ્વારા અંજાર એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીને અત્યંત પ્રભાવી ભૂકંપગ્રસ્ત ઝોન પની શ્રેણીની ૩-૩ કેટેગરીમાં મૂકવામાં આવી હતી. અંજારમાં હાલે બે સૂચિત ટીપી સ્કિમો માટે નોટિફિકેશન જાહેર કરાયું છે જેનો વ્યાપક વિરોધ થઈ રહ્યો છે. આજે સંઘર્ષ સમિતિ દ્વારા નાયબ કલેક્ટરને આવેદન પત્ર પાઠવવાનું આયોજન કરાયું હતું. જોકે, કચેરી પર અધિકારી હાજર ન હોતા કચેરીના પંટાગણમાં સંઘર્ષ સમિતિ દ્વારા રામધૂન બોલાવવામાં આવી હતી. સંઘર્ષ સમિતિના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે, જ્યાં સુધી વહીવટી અધિકારી આવેદન સ્વિકારશે નહીં ત્યાં સુધી કચેરી ખાતે રામધૂન ચાલુ રાખવામાં આવશે. સંઘર્ષ સમિતિએ તૈયા કરેલા આવેદન પત્રમાં જણાવાયું હતું કે, સામાન્યતઃ રોડની પહોળાઈ બાંધકામની ઊંચાઈ મુજબ મૂકવામાં આવતી હોય છે, પરંતુ પોતાની નૈતિક જવાબદારીના ભાગરૂપે અંજારવાસીઓ રોડની પહોળાઈ એક્ટ ૨૦૧૭ કરતાં પણ વધુ રાખે છે. પરંતુ કચ્છ અને અંજારની વાસ્તવિક ભોગોલિક પરિસ્થિતિઓથી અજાણ ઉચ્ચ અધિકારીઓ દ્વારા સરકારને પ્રિય થવા અને અંજારના સ્થાનિક ખેડૂતોની કિંમતી જમીન હસ્તગત કરવા તેમજ ગેરબંધારણીય રીતે પચાવી પાડવા વાસ્તવિક પરિસ્થિતિ જાણ્યા કે સમજ્યા વિના અમદાવાદ જેવી મેટ્રો પોલીટીન સિટીનું ટાઉન પ્લાનિંગનું બેઠું મોડલ અપનાવી અને આ મોડલની અમલવારી કરાવવાના પ્રયાસો કરી અંજારના સ્થાનિક ખેડૂતોની કિંમતી જમીન આડા તેમજ સરકાર અંતર્ગત હસ્તગત કરવાનો જે નીંદનીય પ્રયાસ શરૂ કરવામાં આવ્યો છે. આડાના આ ટાઉન પ્લાનિંગ મોડેલ અંતર્ગત આડા તેમજ સરકાર દ્વારા ખેડૂતોની કિંમતી જમીન પૈકી કુલ જમીનના અંદાજિત ૪૦ ટકા જેટલો હિસ્સો ટાઉન પ્લાનિંગ ડેવલપમેન્ટના નામે સરકાર દ્વારા હસ્તગત કરવામાં આવશે. જે પૈકી માત્ર અંદાજિત ૧૦થી ૧૨ ટકા જેટલી ખેડૂતોની જમીનમાંથી ડેવલપમેન્ટના નામે રોડ રસ્તા બનાવવામાં આવશે અને બાકી બચેલી જમીન આડા પોતાના અંતર્ગત હસ્તગત કરી ડેવલપમેન્ટ ફંડ ઊભું કરવાના બહાને ખેડૂતોની આ કિમતી જમીન ખેડૂતો પાસેથી મફતના ભાવે આચકી લઈ બિલ્ડરોને વહેંચી કરોડોનું ફંડ ઊભું કરશે અને આ કાર્યવાહીમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે. આ ઉપરાંત ખેડૂતોની બચેલ ૬૦ ટકા જમીન પર પણ ડેવલપમેન્ટ ચાજે તેમજ બેટરમેન્ટ ચાજના નામે ખેડૂતો પાસેથી કરોડોની વસૂલી કરશે અને જો ગરીબ ખેડૂત આ ડેવલપમેન્ટ ચાજ ભરી શકે નહીં તો ખેડૂતોની સંપૂર્ણ જમીન આડા તેમજ સરકાર હસ્તગત કરી આ જમીન અન્ય બિલ્ડરોને વહેંચી પોતાનો ડેવલપમેન્ટ ચાજે વસૂલ કરશે. આમ, આ સંજોગોમાં ખેડૂત પોતાની જ જમીન આડાને મફતમાં આપી અને ડેવલપમેન્ટના નામે કરોડો રૂપિયા પોતાના ખિસ્સામાંથી જ આપશે. આ ઉપરાંત ખેડૂત પાસે બચેલ ૬૦ ટકા જમીન જો કોઈ બિલ્ડર ખરીદશે ત્યારે એ બચેલ જમીનમાંથી પણ બિલ્ડરને આંતરિક રોડ રસ્તા પેટે વધારાની ૧૫ થી ૧૮ ટકા તેમજ કોમન પ્લોટ પેટે અન્ય ૧૦ ટકા જેટલી જમીન છોડવી પડશે. આ સંજોગોમાં ડેવલપરના હાથમાં અત્યારે જે કુલ ૬૫ થી ૭૦ ટકા જેટલો ઉતારો આવે છે એ ઘટીને માત્ર ૩૦ થી ૩૫ ટકા જેટલો આવશે અને ડેવલોપરો પ્લોટની જમીનનો ભાવ ૩ ગણો કરી નાખશે. આ સંજોગોમાં સામાન્ય માણસ માટે પ્લોટની ખરીદી કરવી પણ સપનું બની રહેશે, કારણકે અંજાર ૩ કેટેગરીની ભૂકંપ ગ્રસ્ત ઝોન પ ની કેટેગરીની ઓથોરિટી હોય અમદાવાદની જેમ ફ્લેટ બનાવવાની મંજૂરી નહીં આપી શકે. આ સંજોગોમાં સામાન્ય માણસના ઘરના ઘરનું સપનું માત્ર સપનું જ બની રહેશે. આમ અંજાર જેવા નાના ટાઉન માટે અમદાવાદ જેવી મેટ્રો પોલીટીન સિટીનું ટાઉન પ્લાનિંગ મોડલ તમામ અંજારવાસીઓ, ખેડૂતો તેમજ બિલ્ડરો માટે નુકસાનકારક હોય આ ટાઉન પ્લાનિંગ સ્કીમ રદ થવી જ જોઈએ.

Comments