Trending News
સ્થાનિક સમાચાર

અંજારમાં શંકાસ્પદ નીમકોટેડ યુરિયા સાથે બે પકડાયા

18 October


અંજારમાં શંકાસ્પદ નીમકોટેડ યુરિયા સાથે બે પકડાયા

અંજાર : તાલુકાના લાખાપર ગામે ખેડૂતોએ ખાતર ભરેલા ટેમ્પોને ઝડપી લીધા બાદ ખેતીવાડી વિભાગ તપાસનું ગાણુ ગાય છે. એ વચ્ચે વાગડ વિસ્તારમાં હજુ પણ ખાતરની અછત છે. ખેડૂતો ખાતર મેળવવા માટે રોજ કતાર લગાવે છે ત્યારે પૂર્વ કચ્છ જિલ્લામાં ખાતરની ગેરકાયદે હેરાફેરી અટકાવવા માટે પોલીસ હરકતમાં આવી છે. એલસીબીએ અંજારમાં નીમકોટેડ યુરિયાનો જથ્થો ઝડપી લીધો હતો.  એલસીબી પીઆઈ એન.એન.ચૂડાસમાના માર્ગદર્શનમાં ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી કે, જીજે૧ર-એક્સ-ર૦૯૧ વાળા વાહનમાં ખેતી લાયક યુરિયા ભરેલો છે. જે ગાડી જીઆઈડીસીમાં લક્ષ્મી પોલીમર્સસમાં ખાલી થવાની તે બાતમીના આધારે એલસીબીએ સ્થળ પર પહોંચીને યુરિયા બાબતે આધાર-પુરાવા મળી આવ્યા ન હતા. જેથી ફેકટરી માલિક મૂળ નખત્રાણાના દેવપર યક્ષના હાલે અંજારની માધવવિલા સોસાયટીમાં રહેતા વિનોદભાઈ જયંતીલાલ લિંબાણી અને ટ્રક ડ્રાઈવર ભચાઉના ભરત છગનલાલ ચૌહાણની ધરપકડ કરી હતી. જ્યારે કકરવાના રામજીભાઈ આહિર અને મહાદેવભાઈ આહિરના નામ ખૂલ્યા હતા. એલસીબીએ ૭૦,૩પ૬ રૂપિયાની યુરિયા ખાતરની ર૬૪ બેગ તેમજ ૧.૧૦ લાખના બે મોબાઈલ અને પાંચ લાખની ટ્રક નં.જીજે૧ર-એક્સ-ર૦૯૧ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
.

Comments

COMMENT / REPLY FROM