Trending News
સ્થાનિક સમાચાર

ટ્રાફીક પોલીસ દ્વારા ટ્રાફીક ડ્રાઈવના નામે ઉઘરાણા : લોકોમાં  નારાજગી

17 October



ભુજ : જિલ્લામાં પશ્ચિમ તેમજ પૂર્વ ટ્રાફિક વિભાગ દ્વારા નાગરિકો પાસેથી ઓરીજનલ લાયસન્સ તથા વાહનની ચાવી લઈ લેવી તથા ખોટી રીતે ઉભા રાખી રોકડી કરવામાં આવે છે. તેવો આક્ષેપ ગુજરાત રાજય ભ્રષ્ટાચાર નિવારણ સમિતિના પ્રમુખ એમ.એ. બાવા દ્વારા આક્ષેપ કરાયો છે. આ અંગેની કાર્યવાહી કરવા માટે રાજયના મુખ્યસચિવ સંલગ્ન કચેરીમાં પત્ર લખી જાણ કરી છે.શ્રી બાવાએ પત્રમાં જણાવ્યું છેકે નાગરિકોને યેનકેન પ્રકારે હેરાન કરી ઉઘરાણા કરતાં હોય છે. ટ્રાફિક ડ્રાઈવના નામે નાગરિકો પાસેથી લાયસન્સ તેમજ વાહન ડોક્યુમેન્ટ, ચાવી લઈ લેવામાં આવે છે. આ કામ ભુજ ટ્રાફિક પોલીસ કર્મચારી કરે છે. વ્યવહાર પતી ગયા બાદ બધી લીધેલી વસ્તુ પરત અપાય છે. વધુ આક્ષેપ કરતા જણાવે છે કે , ટ્રાફિક રિક્ષા ઉપર સીમ્બોલીક નિશાન લગાવી રીક્ષા દીઠ ૬૦૦ રૂપિયા હપ્તા પેટે વસુલાય છે. તેમજ અન્ય વાહનોના નંબરની ડાયરી બનાવી પ્રવાસી અને માલ વાહક વાહનના રકમ ઉઘડાવવામાં આવે છે. જેના રકમ આવી ગઈ તે ઓવરલોડ હોય કે અન્ય કોઈ ખામી હોય તેને જવા દેવામાં આવે છે. બીજું ટ્રાફિક પોલીસમાં કામ કરતા કર્મીઓમાં મિલ્કતની તપાસણી તા. ૧૩-૪ના રોજ પરિપત્રનો ઉલ્લંઘન કરવા બદલ તે કર્મચારીઓ સામે ખાતાકીય તપાસ અને કાર્યવાહી કરવામાં આવે તથા પૂર્વ, પશ્ચિમ કચ્છમાં વિવિધ હોદ્દાઉપર ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓની બદલી જરૂરી છે. જે કર્મી ચારવર્ષથી એક જ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હોય તેઓની તાત્કાલીક બદલી કરવી, અમુક ટ્રાફીક પોલીસ તો એટલી હદે જણાવે છે કે ગાંધીનગર સુધી ફરિયાદ કરો અમને કંઈ થશે નહી. અમારો વહીવટ ગાંધીનગર સુધી થાય છે, આ વહીવટની તપાસ કરવી. 
 

Comments

COMMENT / REPLY FROM