ભુજ સાયબર ક્રાઈમ પોલીસે ડીસામાં ૩૦ લાખનો દારૂ કબજે કર્યો
કપડાના જથ્થા નીચે છુપાવીને દારૂ લઈ જવાતો હતો : રાજસ્થાનના શખ્સને ઝડપી વાહન સહિતનો મુદ્દામાલ કબજે કરાયો
ભુજ : રાજસ્થાનમાંથી ગુજરાતમાં વિદેશી દારૂ ઘુસાડવાના મોટા ષડયંત્રનો બોર્ડર રેન્જ ભુજની સાયબર ક્રાઇમ ટીમે પર્દાફાશ કર્યો છે. પોલીસે ડીસા હાઇવે પર ભોયણ નજીકથી ૩૬૪ પેટી વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપી લઇ કુલ રૂપિયા ૫૦ લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી ટ્રક ડ્રાઇવરની અટકાયત કરી કુલ ત્રણ વ્યક્તિ સામે ગુનો દાખલ કર્યો છે.
બોર્ડર રેન્જના ૫ોલીસ મહાનિરીક્ષકની સાઇબર ક્રાઇમની ટીમને રાજસ્થાનમાંથી ગુજરાતમાં દારૂ ભરેલી ટ્રક નીકળવાની હોવાની બાતમી મળી હતી. જેના આધારે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ટીમે વોચ ગોઠવતા ડીસા-પાલનપુર હાઇવે પર ભોયણ નજીક પસાર થતી ટ્રક નંબર આરજે-૧૯-જીબી-૫૦૭૫માં કાપડની ગાંસડીઓ ભરેલા પાર્સલ હતા. પોલીસે ટ્રક અટકાવી તપાસ કરતા કા૫ડની ગાંસડીઓ નીચે વિદેશી દારૂ ભરેલી પેટી મળી આવી હતી. જેથી ટ્રકને ડીસા તાલુકા પોલીસ સ્ટેશનને લાવી તપાસ કરતા અંદરથી ૩૬૪ ૫ેટી જુદી જુદી બ્રાન્ડનો વિદેશી દારૂ મળી આવ્યો હતો.૫ોલીસે ટ્રક ડ્રાઇવર ૫ુરખારામ સ્વરૂ૫ારામ જાટ રહે.ખડીન, તા.રામસર, જી.બાડમેર રાજસ્થાનની અટકાયત કરી હતી. જ્યારે દારૂનો જથ્થો મોકલનાર ભંવરલાલ બાબુલાલ ગોદારા રહે. કુડલા, તા.જી.બાડમેર, રાજસ્થાન અને રામજીની ગોળ રાજસ્થાન ખાતે રહેતા ભેરુ નામના શખ્સ સામે ગુનો નોંધ્યો હતો. ૫ોલીસે કુલ ૩૬૫ ૫ેટી દારૂ કિંમત ૨૯,૯૫,૯૨૦ રૂિ૫યા, ટ્રકની કિંમત રૂપિયા ૧૫ લાખ તેમજ ડ્રાઇવર પાસેથી મળેલી રોકડ મોબાઈલ સહિત કુલ રૂપિયા ૫૦,૯૫,૦૭૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
.........
રણ માર્ગે દારૂની હેરાફેરી પર કોઈ અંકુશ નહીં
આડેસર અને સામખિયાળી ટોલનાકે સઘન ચેકિંગના કારણે દારૂના મોટા કન્સાઈન્મેન્ટ હવે આવતા નથી. રણ માર્ગે દારૂ લાવવામાં આવે છે. રાજસ્થાન, પંજાબથી મોટી માત્રામાં દારૂ મંગાવી બોલેરો, સ્કોર્પીયો, છોટા હાથીમાં કટીંગ કરી માલ સપ્લાય કરવામાં આવે છે. ડીસા પાસે દારૂ ઝડપાયો તે ખરેખર ક્યાં જવાનો હતો તે દિશામાં તપાસ કરવામાં આવે તે જરૂરી છે. કચ્છમાં ચેકિંગના કારણે અન્ય જિલ્લામાં દારૂ મંગાવી ત્યાંથી નાના-વાહનોમાં કટીંગ કરી કચ્છમાં માલ સપ્લાય કરાતો હોવાની ચર્ચા છે.

Comments