Trending News
સ્થાનિક સમાચાર

આડેસર પાસે ટ્રેઈલરના ઠાઠામાં ટેન્કર ઘૂસી જતા ચાલક-ક્લિનરનાંં મોત

17 October




મધરાત્રે નેશનલ હાઈવે મરણચીસોથી ગાજી ઉઠ્યો : બે ભારે વાહનો ટકરાતા હાઈવે પર વાહન વ્યવહાર બાધીત થયો : અવાર-નવાર થતા અકસ્માતના બનાવોના કારણે ચિંતા 



ગાંધીધામ : જિલ્લાના હાઈવે રોડ સતત રક્તરજીત બની રહ્યા છે તેવામાં આડેસર પાસે ટ્રેઈલરના ઠાઠામાં ટેન્કર ઘૂસી જતા ડ્રાઈવર-ક્લિનરના મોત થયા હતા. બનાવને પગલે અરેરાટી ફેલાઈ જવા પામી હતી. કચ્છના પ્રવેશદ્વાર આડેસર નજીક મધ્યરાત્રે ગમખ્વાર વાહન અકસ્માતની ઘટના સર્જાઈ હતી. બનાવને પગલે વાહન વ્યવહાર બાધિત થયો હતો, આડેસર પોલીસ અને માખેલ ટોલ પ્લાઝાની હાઇવે પેટ્રોલીંગ ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ટ્રાફિક નિયંત્રણ કર્યો હતો. અકસ્માતનો ભોગ બનનાર હતભાગીઓના મૃતદેહોને પલાંસવા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આડેસર પોલીસમાંથી પ્રાપ્ત પ્રાથમિક વિગતો મુજબ ગત મધ્ય રાત્રિના ત્રણ વાગ્યાના અરસામાં અરસામાં રાધનપુર ધોરીમાર્ગ પરના આડેસર - બામણસર વચ્ચેના માર્ગે અકસ્માત સર્જાયો હતો. ઓઈલ ભરેલા ટેન્કર ચાલકના પોતાના કબજાનું વાહન પુરઝડપે ચલાવી આગળ જતા ટ્રેઈલરના ઠાઠામાં વાહન ભટકાવી દેતા ગંભીર ઈજાઓ થવાના કારણે ડ્રાઈવર રાજસ્થાનના ભુરાલાલ અલ્લારખા સિંધી અને ક્લિનર સલમાનખાન બરકતખાન મેણુનું ગંભીર ઇજાઓના કારણે સ્થળ પર મોત થયું હતું. જ્યારે ટ્રેઈલરના ચાલકને ઇજા પહોંચી હતી. જેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. બનાવને પગલે અરેરાટી ફેલાઈ જવા પામી હતી. રાત્રે ધડાકાભેર ટક્કર થતા હાઈવે રોડ પર વાહનો થંભી ગયા હતા. બનાવ અંગે આડેસર પોલીસમાં ફેટલનો ગુનો દાખલ થયો હતો. 

Comments

COMMENT / REPLY FROM