કચ્છના રણમાં વહેલી પરોઢે ૪ની તીવ્રતાનો આંચકો
જિલ્લાના પેટાળમાં હલચલ યથાવત : ખાવડાથી ૪૭ કિલોમીટર દૂર નોંધાયું કેન્દ્રબિંદુ
ભુજ : ભૂકંપ સંભવિત ક્ષેત્રના ઝોન પાંચમાં સમાવિષ્ટ સરહદી કચ્છ જિલ્લામાં ભૂગર્ભીય હલચલ યથાવત રહી છે. કચ્છના રણ વિસ્તારમાં આજે વહેલી સવારે ૪ની તીવ્રતાનું કંપન અનુભવાયું હતું. આ અંગેની વિગતો મુજબ આજે વહેલી પરોઢે ૩.પ૪ કલાકે કચ્છના ખાવડા સમીપે ધરા ધ્રુજી ઉઠી હતી. અનેક સક્રિય ફોલ્ટલાઈન પર આવેલા સરહદી કચ્છ જિલ્લામાં ભૂકંપના નાના-મોટા આંચકાઓ સમયાંતરે આવતા રહે છે. આજે વહેલી સવારે ૩.પ૪ કલાકે ખાવડાથી ૪૭ કિલોમીટર દૂર ઉત્તર પૂર્વ દિશામાં રણ વિસ્તારમાં જમીનની અંદર ૧૩.ર કિલોમીફટરની ઉંડાઈએ આવેલા કેન્દ્રબિંદુ પર ૪ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો. ગાંધીનગર સ્થિત ઈન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ સેન્ટર ખાતે રિક્ટર સ્કેલ પર આંચકાની તીવ્રતા ૪ અંકિત થઈ હતી. ર૪.રપ૩ અક્ષાંસ અને ૬૯.૮ર૧ રેખાંશ પર મોટો આંચકો અનુભવાયો હતો. જોકે, રણ વિસ્તારમાં આવેલ આંચકાથી જાનમાલનું કોઈ નુશશાન થયું ન હતું.

Comments