Trending News
સ્થાનિક સમાચાર

ગાંધીધામમાં ‘ઈવા સ્પા’માં કુટણખાનું ઝડપાયું 

16 October




સ્થળ પરથી ત્રણ મહિલાઓને મુક્ત કરાવાઈ 


ગાંધીધામ : શહેરમાં સ્પાની આડમાં કુટણખાના ચાલતા હોવા બાબતે અવાર-નવાર મામલા સપાટી પર આવે છે ત્યારે વધુ એક સ્પામાં કુટણખાનું ઝડપાયું છે. ગાંધીધામમાં ઓમ સર્કલ, ઓમ આર્કેડ બિલ્ડિંગમાં પહેલા માળે આવેલા ‘ઈવા સ્પા’માં એ-ડિવિઝન પોલીસ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. અહીં સ્પાની આડમાં મહિલાઓ પાસે પોતાના આર્થિક ફાયદા માટે દેહ વ્યાપારનો ધંધો કરાવાતો હતો. સ્પામાંથી ત્રણ મહિલાઓને મુક્ત કરાવાઈ હતી. સ્પામાં આવતા ગ્રાહકોને સ્પાના નામે મહિલાઓ સાથે શરીર સુખ માણવાની સવલત પુરી પાડી કુટણખાનું ચલાવામાં આવતું હતું. પોલીસે સ્થળ પરથી જુની સુંદરપુરીના સચિન પાંચાભાઈ સથવારાની ધરપકડ કરી છે. જ્યારે આદિપુરનો જેકી મોટવાની હાજર મળી આવ્યો ન હતો. જેથી એ-ડિવિઝન પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. સ્થળ પરથી ર હજાર રોકડા, મોબાઈલ અને ડીવીઆર સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. 

 

Comments

COMMENT / REPLY FROM