Trending News
સ્થાનિક સમાચાર

ધુણઈમાં બંધ ભેડિયા પાસે બ્લેકટ્રેપનું ખનન કરતા ચાર વાહનો કબજે કરાયા

15 October



પાસ પરમીટ વિના ખનન કરાતા ત્રણ શખ્સોની અટક કરાઈઃ એલસીબીએ સપાટો બોલાવતા ખાણ ખનિજ વિભાગ થયું દોડતું 

ભુજ : માંડવી તાલુકાના કોડાય પોલીસની હદમાં એલસીબીએ ખનિજ ચોરી પર દરોડો પાડતા સ્થાનીક પોલીસની બેદરકારીનો તો પર્દાફાશ થયો છે. સાથે જ ખાણ ખનિજ વિભાગ પણ દોડતું થઈ ગયું છે. ધુણઈમાં બંધ ભેડીયા પાસે બ્લેકટ્રેપનું ખનન કરવામાં આવતું હતું.કેન્દ્ર સરકારે ખનિજની લીઝમાં પર્યાવરણીય મંજુરી ફરજીયાત બનાવી છે, જેના કારણે કચ્છમાં અડધાથી વધુ લીઝો મંજુરી ન હોવાના કારણે હાલમાં બંધ પડી છે. બજારમાં માલની અછત સર્જાતા મોં માંગ્યા દામ મળતા ઘણા ખનિઝ ચોરો બેફામ રીતે ખનિજ ચોરી આવક રળવાના પ્રયાસો કરી રહ્યા છે. આ વચ્ચે એલસીબીને બાતમી મળી હતી કે, માંડવી તાલુકામાં કોડાય પોલીસની હદમાં ધુણઈ ગામની બાજુમાં આવેલ સિંચાઈ ડેમ બંધ ભેડિયા પાસે અમુક ઈસમો ગેરકાયદે રીતે લોડર મારફતે આઈવા ડમ્પરમાં બ્લેકટ્રેપ ખનિજ ભરી રહ્યા છે, જેથી દરોડો પાડવામાં આવ્યો હતો. ચાલકો પાસે આધાર પુરાવા માંગતા મળી આવ્યા ન હતા. રોયલ્ટી કે પાસ પરમીટ ન હોવાથી ખનિજ ધારા કલમ ૩૪ મુજબ વાહનો ડીટેઈન કરી આગળની કાર્યવાહી માટે કોડાય પોલીસને જાણ કરવામાં આવી છે. આઈવા ડમ્પર નંબર જી.જે.૧ર.વાય ૮૩૦૬ માં ૧૧ ટન બ્લેકટ્રેપ તેમજ ડમ્પર નં. જી.જે.ર૪ એકસ ૯પ૯પ, જી.જે.૧૩  એડબલ્યુ પ૭પ૮ અને લોડર નંબર જી.જે.૧ર એએન ૬ર૬૭ કબજે કરવામાં આવ્યું હતું. તેમજ આ સાથે આસીફ અબ્દુલ સંઘાર, રસીદ ઉમર જત, સોયબ આમદ જત હાજર મળી આવતા પુછપરછ કરવામાં આવી હતી.

Comments

COMMENT / REPLY FROM