Trending News
સ્થાનિક સમાચાર

ભચાઉના વામકાની વાડી વિસ્તારમાંથી પાંચ લાખનો શરાબ ઝડપાયો 

13 October



વાડીમાં માલ કટીંગ કરતા હતા ત્યારે એલસીબીએ દરોડો પાડ્યો : ઈનોવા, બલેનો ગાડી કબજે કરાઈ :વાડી માલિક સહિત ત્રણ ઝડપાયા 


ભચાઉ : તાલુકાના વામકા ગામની દક્ષિણે આવેલ ડાભેડા વાડી વિસ્તારમાંથી પોલીસે દારૂ ઝડપી લીધો હતો. રાતના સમયે આ વાડીમાં દારૂનું કટીંગ કરવામાં આવતું હતું ત્યારે પોલીસે દરોડો પાડ્યો હતો. જેમાં ત્રણ જણા ઝડપાયા છે. સામખિયાળી પોલીસ સ્ટેશનમાંથી જાણવા મળેલી વિગતો મુજબ વામકા ગામે હિતેન્દ્રસિંહ ઉર્ફે હિતુભા નવલસિંહ જાડેજાની વાડીમાં દારૂનો જથ્થો મંગાવવામાં આવ્ય હતો. આ વાડીમાં આરોપી રાજસ્થાનના સાંચોરના ગોપાલ પુનારામ બિશ્નોઈ અને મનોહરલાલ ક્રિષ્નાલાલ બિશ્નોઈ ભેગા મળી દારૂ કટીંગ કરતા હોવાની બાતમીના આધારે એલસીબીએ દરોડો પાડ્યો હતો. જેમાં વાડીમાંથી ૮૭૦ બોટલ કિંમત રૂા.પ,૦૦,૯૧૪નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. સાથે ૧૦ લાખની ઈનોવા નં.જીજે૧૮-બીસી-૬૦પપ તેમજ બલેનો ગાડી કિંમત રૂા.ચાર લાખ અને ૭૦ હજારના ત્રણ મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્ય હતો. પોલીસે ત્રણેય શખ્સોની ધરપકડ કરી ગુનો દાખલ કર્યો છે. 
દરમિયાન રાપર તાલુકાના આડેસર ગામે નેશનલ હાઈવે પર ચામુંડા ટાયર પંચરની દુકાનની બાજુમાં બાવળોની ઝાડીમાંથી ૩,૭૦૦ના દારૂ-બીયર કબજે કરી હરેશભાઈ ઉર્ફે હમીર મેપાભાઈ સિંગલની ધરપકડ કરાઈ હતી. 

Comments

COMMENT / REPLY FROM