ભારતભરના ‘ઓધવધામ’ સમાજસેવા - આધ્યાત્મિક સાધનાના કેન્દ્રો બનશે : પ.પૂ. હરિદાસજી મહારાજ
પ.પૂ. ઓધવરામજી મહારાજના જન્મ સ્થળ જખૌના ઓધવધામના જુના મંદિરની મૂર્તિઓનો દ્વિ-દિવસિય ચલ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન
નલિયા : ભારતભરના ‘ઓધવધામ’ સમાજસેવા અને આધ્યાત્મિક સાધનાના કેન્દ્રો બનશે તેવું પ.પુ.સંતશ્રી હરિદાસજી મહારાજે જખૌના ઓધવધામ ખાતે ચલ સ્થાપના મહોત્સવ પ્રસંગે આશીર્વચન આપતા જણાવ્યું હતું.૧૯૭૬ માં ભગવાન ઓધવરામજીના જન્મ સ્થળ જખૌ ખાતે સ્થાપિત ઓધવરામજી મહારાજના મંદિરના નુતનીકરણ અંતર્ગત હાલના જુના મંદિરથી ટેમ્પરેરીથી મુર્તિ ઉસ્થાપના કરી નવા મંદિરના ટેમ્પરેરી ઝુંપડી (મંદિર) ખાતે સ્થાપના કરવાના દ્વિ-દિવસિય ચલ સ્થાપના મહોત્સવમાં આશીર્વચન આપતા જણાવ્યું હતું કે ભારતભરમાં સ્થાપાયેલા ‘ઓધવધામ’ એ સમાજસેવા અને આધ્યાત્મિક સાધનાના કેન્દ્રો તરીકે તેમની ફરજ બજાવવાની છે.સાઈઠ વરસની ઉંમર બાદ ઘરની જવાબદારીઓથી મુક્ત બની ઓધવમય બની બાકીનું જીવન ઓધવસેવામાં સમર્પિત કરવાની તેમણે વડીલોને અપીલ કરી હતી.વર્ષ ર૦ર૬ સુધીના તમામ કાર્યક્રમો વાલરામજી મહારાજ શતાબ્દી પ્રાકટયોત્સવ મહોત્સવ તરીકે ઉજવવાની તેમણે હાકલ કરી હતી.મહારાજશ્રીનું સન્માન કરવામાં આવેલ હતું.કાયક્રમો અંતર્ગત મહારાજશ્રી પ.પુ.હરિદાસજી મહારાજે ચલ સ્થાપના મહોત્સવની વિધીમાં બેઠેલા દાતા પરીવારોને આશીર્વાદ આપી આરતીમાં ભાગ લીધો હતો.બપોરે વિજયમુહુર્તમાં કૃષ્ણ, ઓધવરામ બાપા અને વાલરામજી મહારાજની મુર્તિઓની ભાવ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.દ્વિ-દિવસિય ચલ સ્થાપના મહોત્સવ અંતર્ગત પ્રથમ દિવસે દિપ પ્રાગટય બાદ દેહશુધ્ધિ, ગપપતિ પુજા, દેવપુજન અને દ્વિતીય દિવસે આરતી-સ્તુતી અને ચલ પ્રતિષ્ઠા બાદ મહાપ્રસાદનું આયોજન કરાયું હતું.પ્રાણ-ભાવ પ્રતિષ્ઠા જુના મંદિરથી ઉસ્થાપના કરી નવા મંદિરમાં ખાસ ટેમ્પરેરી બનાવાયેલ ઝુંપડી ખાતે કરાઈ હતી.હરિહરાત્મક મહાયજ્ઞના મુખ્ય યજમાન કરશનદાસ પરષોત્તમ ચાન્દ્રા પરિવાર તથા હરિરામ પરષોત્તમ ચાન્દ્રા પરિવાર વતી જગદી કરશનદાસ ચાન્દ્રા દંપતિએ વિધીમાં ભાગ લીધો હતો.સાથે સહ યજમાન હીરજી ખીયશી પારપ્યા માવ પરિવાર અને લાલજી ખેતશી દામા હેમાણી પરીવાર વિધીમાં જોડાયા હતા.વિધી-વિધાન મુખ્ય આચાર્ય દિપકભાઈ ખરાશકંર જોષી - મુલુંડ દ્વારા કરાવાયા હતા.પુ.વસુમતી માતાજી - અંજાર અને પુ.મૃદુલામાં - રતડીયાવાલાએ ઉપસ્થિત રહી આશીર્વાદ આપ્યા હતા.જ્ઞાતિના કલાકાર વસંત ભાનુશાલી દ્વારા ઓધવરામ બાપાની સ્તુતી, વાલરામ ચાલીસાના પઠન સાથે ભજન પ્રસ્તુત કરાયા હતા.આ પ્રસંગે જખૌ ભાનુશાલી મહાજન, શ્રી કચ્છી ભાનુશાલી દેશ મહાજન, શ્રી અખિલ ભારતીય હરિઓમ પરિવાર દ્વારા આયોજન કરાયું હતું.શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ તથા અન્ય સંસ્થાઓ તથા વિવિધ ગામના સનાતની સમાજના ભાઈ-બહેનો અને ભારતભરમાંથી પધારેલા વિવિધ ભાનુશાલી મહાજન અને મિત્ર મંડળના અગ્રણીઓ અને ઓધવપ્રેમીઓ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.આગામી એપ્રીલ - ર૦રપ ની ર૮ થી ૩૦ સુધી ત્રિ-દિવસિય કાર્યક્રમમાં નુતન મંદિર પ્રાણ-ભાવ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થશે જેમાં સમસ્ત ભાનુશાલી અને સનાતની સમાજના આશરે પ૦ હજાર જેટલા ઓધવપ્રેમી ઉપસ્થિત રહે તેવુંં આયોજન કરાયું છે.

Comments