Trending News
સ્થાનિક સમાચાર

મહેસાણાના કડીમાં ભેખડ ધસી પડતા ૭ મજૂરો દટાયા : ત્રણના મોત

12 October


કંપનીની દીવાલ બનાવવાનું કામ ચાલી રહ્યું હતું ને ભેખડ પડી, મોતનો આંકડો વધવાની શક્યતા

કડી : મહેસાણાના જિલ્લાના કડી તાલુકાના જાસલપુર ગામની સીમમાં આવેલી સ્ટીલ ઇનોક્સ સ્ટેઇનલેસ પ્રા.લી.માં કામ કરતી વખતે માટીની ભેખડ પડતા ૭થી વધુ મજૂરો દટાઈ જવાની ઘટના સામે આવતા ફફડાટ મચી જવા પામ્યો હતો. જેમાં ૩ મજૂરોના મોત નિપજ્યા હોવાનું આ લખાય છે ત્યારે જાણવા મળી રહ્યું છે. આ મોતનો આંકડો હજુ પણ વધે તેવી આશંકા વ્યકત કરાઈ રહી છે. કંપનીના કામ દરમ્યાન સુરક્ષાના નિયમોનો ઉલ્લઘન કરાતો હોવાનો આક્ષેપ કરાયો હતો. આ અંગેની વિગતો મુજબ જાસલપુર ગામની સીમમાં આવેલી એક પ્રાઇવેટ કંપનીમાં ગોઝારી ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે. સ્ટીલ ઇનોક્સ સ્ટેઇનલેસ પ્રા.લી. કંપનીનું હાલ કામ ચાલી રહ્યું છે. ત્યારે મજૂરો કંપનીની દિવાલ બનાવવાનું કામ કરી રહ્યા હતા તે દરમિયાન અચાનક જ માટીની ભેખડ પડતા ૫થી ૬ થી ૭ મજૂરો દટાઈ જવાના સમાચાર સામે આવી રહ્યા છે. જ્યારે ગોઝારી ઘટના બનતા અફડા તફડીનો માહોલ જોવા મળ્યો હતો. ઘટના સ્થળે પાંચ જેટલી એમ્બ્યુલન્સ તેમજ પોલીસ સ્ટાફ આવી પહોંચ્યો છે. હાલ મજૂરોને બહાર કાઢવાનું કામ જેેસીબીની મદદથી કરવામાં આવી રહ્યું છે. આ લખાય છે ત્યારે ત્રણ મજુરોના મોત થઈ ચુકયા હોવાનું સામે આવી રહ્યું છે જ્યારે હજુ પણ ૪થી વધુ મજૂરો દટાયેલા છે. જેમને હાલ જેસીબીની મદદથી બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે. જ્યારે ઘટના સ્થળે પાંચ જેટલી એમ્બ્યુલન્સ આવી પહોંચી છે તેમ જ પોલીસ પણ આવી પહોંચી છે.

Comments

COMMENT / REPLY FROM