ગાંધીધામ અગ્રવાલ સમાજ દ્વારા દશેરાની ઉજવણીની તૈયારીઓ પૂર્ણતાના આરે
શોભાયાત્રા, રાવહણદહન, આતશબાજી સહિતના યોજાશે કાર્યક્રમ
ગાંધીધામ : શહેરના અગ્રવાલ સમાજના ઉપક્રમે આગામી તા.૧ર-૧૦ના દશેરાની ભવ્ય ઉજવણીનું આયોજન કવામાં આવ્યું છે. ગાંધીધામના શક્તિનગર ગ્રાઉન્ડ ખાતે નવરાત્રિ પર્વ દરમ્યાન રામલીલાના આયોજન બાદ વિજયાદશરમીના પર્વ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાશે.શનિવારે બપોરે ૩.૩૦ કલાકે શહેરના ઝંડાચોકથી રાણવદહન માટે ભગવાન રામની વાનરસેનાની યાત્રાનો પ્રારંભ થશે. શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ આ યાત્રા ડીપીટીના ગ્રાઉન્ડ પર પહોંચશે. ડીપીટી ગ્રાઉન્ડ ખાતે સાંજે ૬.૩૦ કલાકે રાવણના પુતળાનું દહન અને ભવ્યઆતશબાજી કરવામાં આવશે. આ વાનરસેના યાત્રામાં ઓનલાઈન નોંધણી કરાવનાર તમામ સભ્યો માટે લક્કી ડો કરવામાં આવશે. પ્રથમ વિજેતાને ૧૦૦ ગ્રામ ચાંદીનો ગ્રામ, તૃતિય ક્રમે ૨૦ ગ્રામ અને ચોથા અને પાંચમા ક્રમે ભાગ્યશાળી વિજેતાને ૧૦- ૧૦ ગ્રામ ચાંદીના સિક્કા અપાશે. દશેરા મહોત્સવની ઉજવણી ૬૫ ફૂટનુ રાવણ, ૫૦ ફૂટનુ કુંભકરણ, ૫૦ ફૂટનુ મેગનાથ, ચમનભાઇ, અજય શૉ, બ્રીજેશ બીજાવત, વસંતી ગોકુલમીનાજી છેલ્લા દોઢ મહીનાથી બનાવવાની જહેમત ઉઉઠાવી રહયા હતા તેની તૈયારીઓ પૂર્ણતાના આરે પહોંચી છે. ગાંધીધામ
અગ્રવાલ સમાજના પ્રમુખ સમીરભાઈ ગર્ગ, પ્રોજેકટ ચેરમેન સુરેશ ગુપ્તા અને સંજય ગર્ગ ના માર્ગદર્શન હેઠળ સમાજના હોદ્દેદારો, યુવા અને મહિલા મંડળના સભ્યો તથા રામ સેવકો જહેમત ઉઠાવી રહ્યા છે. તેવું અગ્રવાલ સમાજના મીડિયા સંયોજક અશોકભાઈ મિતલની યાદીમાં જણાવાયું હતું.

Comments