Trending News
સ્થાનિક સમાચાર

ભુજમાં ધમધમતા નશાના હાટડાઓ પર ભ્રષ્ટ ખાખીધારીઓની રહેમનજર 

11 October

યુવાધન ડ્રગ્સના રવાડે ચડી થઈ રહ્યું છે બરબાદ 




જિલ્લામથકમાં વ્યાપક બનેલા માદક પદાર્થોના કારોબાર સામે સ્થાનિક પ્રતિનિધિઓએ ચૂપકીદી સેવી લેતા વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ ઉઠાવ્યો અવાજ : બોર્ડર રેન્જ આઈજીને પત્ર પાઠવી નશાના કારોબારને રોકવા અને સંડોવાયેલા ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ-કર્મચારીઓ સામે પગલાં લેવા કરી માંગ 



ભુજ : સામાજિક શાંતિ અને સદ્દભાવનો પર્યાય મનાતા સરહદી કચ્છ જિલ્લામાં આધુનિકતાની સાથે સાથે ડ્રગ્સનું દુષણ ચિંતાજનક હદે વધ્યું છે. કચ્છના દરિયાઈ કાંઠેથી તાજેતરના ભૂતકાળમાં કરોડોની કિંમતના બિનવારસુ મદક પદાર્થો સુરક્ષા એજન્સીઓને મળી આવ્યા છે તો બીજીતરફ કચ્છના વિવિધ વિસ્તારોમાંથી પણ સમયાંતરે ગાંજો, હેરોઈન, કોકેઈન જેવા માદક પદાર્થો ઝડપાયાના અહેવાલો સામે આવતા રહે છે. ગઈકાલે પણ ગાંધીધામના ખારીરોહરમાંથી અંદાજીત રૂા.૧ર૦ કરોડનું કોકેઈન પકડાયું હતું. કચ્છમાં ડ્રગ્સની હેરાફેરીના સંખ્યાબંધ કિસ્સાઓ થકી જિલ્લામાં ડ્રગ્સનું દુષણ વધ્યું હોવાનું પ્રમાણ મળી રહ્યું છે. જિલ્લાનું યુવા ધન ડ્રગ્સના રવાડે ચડી બરબારદ થઈ રહ્યું છે. જિલ્લામથક ભુજમાં નશાના દુષણે માથું ઉચક્યું છે. ખાખીધારીઓની નજર નીચે જ શહેરમાં વિવિધ વિસ્તારોના ડ્રગ્સ કારોબાર ધમધમી રહ્યો છે. જિલ્લામાં ડ્રગ્સની હેરાફેરીના દુષ્ણ સામે સ્થાનિક જનપ્રતિનિધિઓએ ચૂપકીદી સાધી લીધી છે ત્યારે વડગામના ધારાસભય જિજ્ઞેશ મેવાણીઅ રેન્જ આઈજી ચિરાગ કોરડિયા સમક્ષ ભુજમાં વ્યાપક બનેલા નશાના કારોબાર અંગે લેખિત રજૂઆત કરી ચિંતા દર્શાવી છે. 
શ્રી મેવાણીએ પોતાની રજૂઆતમાં જણાવ્યું હતું કે, ભુજ શહેરમાં ઠેર-ઠેર એમડી ડ્રગ્સના અડ્ડાઓ ધમધમી રહ્યા છે. શહેરમાં સંજોગનગર, ભીડગેટ, સરપટગેટ વિસ્તારમાં પોલીસ તંત્રની નજર હેઠળ જ ડ્રગ્સનો કારોબાર ધમધમી રહ્યો છે. તેમણે પોલીસ તંત્રની મીલીભગત હોવાના આક્ષેપ સાથે કેટલાક ભ્રષ્ટ ઉચ્ચ આઈપીએસ, એલસીબીના કર્મચારીઓ સુધી નિયમી હપ્તા પહોંચી રહ્યા હોવાનું જણાવ્યું છે. શ્રી મેવાણીએ આ મામલે સઘન તપાસ કરી શહેરમાં ડ્રગ્સના અડ્ડાઓ બંધ કરાવવાની સાથે ડ્રગ્સના દુષણને છાવરનાર પોલીસ તંત્રના ઉચ્ચ અધિકારીઓની સંડોવણી સામે આવે તો તેમની સામે પણ કડક પગલાં લેવા માંગ કરી હતી. 

Comments

COMMENT / REPLY FROM