ફુલાયમાં વન વિભાગે ર૬ બોરી કોલસો પકડી સંતોષ માન્યો
નજીક આવતા અચાનક જાગ્યું : બેફામ થતા વૃક્ષો અને ઝાડીના નિકંદન તથા અન્ય વિસ્તારોમાં ધમધમતા કોલસાના કારખાના બાબતે જવાબદારોએ કાળી પટ્ટી ધારણ કરી
નખત્રાણા : તાલુકાના ગામડાઓમાંથી અવારનવાર ગેરકાયદે રીતે લાકડાનું પરિવહન કરવામાં આવે છે તેમજ સીમાડામાં કોલસા બનાવવામાં આવતા હોય છે ત્યારે દિવાળી નજીક આવતા અચાનક વન વિભાગની આંખ ખુલ્લી છે અને સીમાડામાં ધમધમતા કોલસાના કારખાના દેખાયા હોય તેમ ર૬ બોરી કોલસો પકડીને સંતોષ માન્યો છે. ફુલાય વિસ્તારમાં ગેરકાયદે રીતે પાસ પરમીટ વીના સંગ્રહ કરેલ કોલસો કબજે કરવામાં આવ્યો હતો. હજુ પણ નખત્રાણા તાલુકામાં બેરોકટોક કોલસો બનાવવામાં આવી રહ્યો છે. ધોળા દિવસે હાઈવે પરથી વાહનોમાં લાકડા અને કોલસાનું પરિવહન થાય છે તેમજ વહેલી સવારે મીઠી ઝાડીના લાકડા કાપીને લઈ જવામાં આવે છે. છતાં વન વિભાગ દ્વારા કોઈ પગલાં ભરવામાં આવતા નથી. ખરેખર વન વિભાગે રાતનું જાગરણ કરીને સવારે જંગલોમાં મોર્નિંગ વોક કરવાની જરૂરીયાત છે પરંતુ એસી ચેમ્બરોમાંથી સમય મળે ત્યારે આવી કાર્યવાહી થાય. તાજેતરમાં કોટડા રોહાના સીમાડામાં અનેક વૃક્ષોનું છેદન થયું, રજુઆતો થઈ પણ બાદમાં ફીંડલું વળી ગયું હતું. વન વિભાગની કામગીરી હંમેશા શંકાના દાયરામાં રહી છે.અત્રે ઉલ્લેખનીય છે કે, ભુજ શહેરના માર્ગો ઉપર મોટા - મોટા ટોલા કોલસા લઈને પસાર થાય છે જેમાં અમુક પરમિટવાળા બતાવવામાં આવે છે, આ પરમીટ મહત્વનું એ છે કે, જ્યાં પરમીટ લેવામાં આવે ત્યાં કોલસા કોલસા કાઢી શકાય તેવા હોતું નથી અન્ય જગ્યાથી કોલસો મેળવી અહીનો બતાવવી લાંબા સમયથી ચાલતા કોલસા કૌભાંડ હાલ જગલખાતાએ કોલસો પકડવાનો આરંભ કર્યો હોય તેવું દેખાઈ રહ્યું છે.

Comments