ભારતીય સૈન્યદળની જમીન કચ્છમાં પણ કેટલી સુરક્ષિત? નાપાક સરહદ સમીપે કઈક બારાતુ એકમોના છે અડીંગા.!
જો..જો..આ ભુમાફીયાઓ રાષ્ટ્રસુરક્ષા માટે ખતરો ન બની જાય?
ગુજરાતમાં સરકારી પડતર-ગૌચર-વન અધિનિયમ હેઠળના જંગલો જ નહી પરંતુ ભારતના સૈન્ય દળોને ફાળવેલી જમીનોમાં પણ કરી ચૂકયા છે પેશકદમી : કચ્છ પણ પાકીસ્તાનની સરહદને અડીનેઆવેલો જિલ્લો છે, આ સંવેશન શીલ સરહદો પણ વાહનો-શ્રમીકો સહિતની આડમાં ભાંગફોડીયાઓ ફાવી ન જાય તે જોવુ પણ જરૂરી : શું અહી સેવારત કર્મચારીઓ-શ્રમિકો- અને જેમની વધારે પ્રમાણમાં અવરજવર રહે છે તે બધાયના બી-રોલ ભરાયા છે ખરા?’
ખાવડા પટ્ટામાં વિઘાકોટ સરહદે ચાલી રહેલા માળખાગત સુવિધાના કામોમાં ટ્રાન્સપોર્ટેશનના નામે બિનઅધિકૃત તત્વોની અવરજવરની થોડા સમય પહેલા સત્તવાર ફરીયાદ-ઘટનાઓ સામે આવી જ ચુકી છે, આવામાં સરહદી છેવાડાના વિસ્તારમાં ઉદ્યોગોનો મોટો પથરાવ રાષ્ટ્ર માટે ન બની જાય છાનો પડકાર? : સરહદી ક્ષેત્રના જાણકારોની લાલબત્તી
ગાંધીધામ : કચ્છ-ગુજરાતમાં સરકારી પડતર, ગૌચર, વન અધિનિયમ હેઠળના જંગલો જ નહિ ભારતના સૈન્ય દળોને ફાળવેલી જમીનોમાં પણ ભૂમાફિયા ઘુસી ગયા છે. સંસદમાં ચોમાસુ સત્રમાં તાજેતરમાં જ સંરક્ષણ મંત્રીએ આપેલા જવાબમાં દેશમાં ૧૦,૩૪૨ એકરથી વધુ ક્ષેત્રફળની રક્ષાભૂમિમાં ગેરકાયદે દબાણ થયાનો એકરાર કર્યો છે. જેમાં ગુજરાતમાં ૨૧૨.૮૪૯૯ એકરનો પણ સમાવેશ થાય છે.સંરક્ષણ મંત્રાલય હસ્તકની જમીન હોય તેવા દેશના ૩૨ રાજ્યોમાંથી ગુજરાત પાસે પ્રમાણમાં ઓછી જમીન છે. પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યમાં અમદાવાદ, ગાંધીનગર, દેવભૂમિ દ્વારકા, જામનગર, કચ્છ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, પોરબંદર સહિતના જિલ્લામાં સંરક્ષણ મંત્રાલયની જમીનો આવેલી છે. બોર્ડર સિક્યોરિટી ફોર્સ- મ્જીહ્લ, એરફોર્સ, નેવી સહિતના સંરક્ષણ દળોને ગુજરાત સરકારે વખોતોવખત જમીન ફાળવી છે. જેમાંથી ત્રણેક વર્ષ અગાઉ ૨૭૨ એકરમાં દબાણ હોવાનું ભારત સરકારે સ્વીકાર્યું હતું. જે પૈકી વર્ષ ૨૦૨૧ની સ્થિતિએ ૧.૩૭ એકર જ પરત લઈ શકાઈ હતી. દબાણ દૂર કરવામાં સંરક્ષણ મંત્રાલયને સફળતા મળી હતી. જો કે, હવે રાજ્યકક્ષાના રક્ષામંત્રી સંજય શેઠ દ્વારા અપાયેલા જવાબમાં૨૧૨ એકરમાં દબાણ છે તેમ કહેવાયુ છે. આથી, ત્રણેક વર્ષમાં ૬૦ એકર જેટલી રક્ષાભૂમિને ભૂમાફિયા, ગેરકાયદેસર દબાણ કરનારાઓ સામે કાર્યવાહી થયાનું અનુમાન છે. અહી જયારે ગુજરાતમાં આ મુજબનો આંક સરહદી વિસ્તારોનો સામે આવવા પામી રહ્યો છે ત્યારે કચ્છ જિલ્લો પણ પાકીસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદને અડીને અવેલો જિલ્લો છે અને આ વિસ્તારમાં પણ ભારતીય સૈન્ય દળોની જમીન કેટલી સુરક્ષિત છે? તે અંગે પણ અલાયદી ચર્ચાઓ થવી જોઈએ, તંત્ર પાસેથી તેના આંકડાઓ માંગવા ઘટે અને વહીવટીતંત્રએ પણ આ બાબતે ગંભીરતાથી વિચારી અને આંકડાકીય માહીતીઓ જાહેર કરી અને જો કોઈ પણ પ્રકારનું અહી અતિક્રમણ હોય તો તેને વિના વિલંબે ખુલલુ કરવાની તસ્દી લેવી જોઈએ તેવો મત સરહદી ક્ષેત્રના જાણકારો રજુ કરી રહ્યા છે. વાત સહેજ વિગતે કરીએ તો ભારતની સલામતી અને વ્યુહાત્મક રીતે પણ કચ્છ જિલ્લાની મહત્વતા અનેરી જ માનવામ આવી રહી છે. કચ્છ એ પાકીસ્તાનની જળ-ભુમી અને વાયુ સરહદ ધરાવતો જિલ્લો છે. આ સરહદે પરથી સામેપારના નાપાક તત્વો દ્વારા એક યા બીજી રીતે દેશવિરોધી ભાંગફોડ સર્જતી પ્રવૃતીઓના છમકલાઓ પણ સતત ઉજાગર થતા જ રહેતા હોય છે. કયારેક બિનવારસુ બોટ પકડાય તો કયારે ઘુસપઠીયાઓ સાથે બોટ પકડાય, તો વળી કયારેક અહીથી નશાના માદક પદાૃથોની કરોડોની મોટી ખેપ ઝડપાવવા પામી જતી હોય છે. દેશભરમાં બનતી પણ કેટલીક સંવેદનશીલ ઘટનાઓમાં પણ આ સરહદની કડીઓ સીધી અથવા તો પરોષ રીતે જોડાતી જ રહેતી હોય છે. નાપાક જાસુસીકાંડના તાર પણ કચ્છની સીમાવર્તી સરહદો સાથે પણ જોડાતા રહે છે. આ વાતને ધ્યાને લઈ અને સરકારે અહી વિવિધ એજન્સીઓ તૈનાત કરેલી છે. આ એજ્નસીઓના હેડકવાર્ટર સહિતનાઓને માટે સૈન્યદળોને જમીનો પણ ફાળવાયેલી છે પરંતુ ભુમાફીયાઓના પગદંડા ગેરકાયદેસર રીતે એટલા બધા વધી ગયા છે કે, ગૌચર જમીનો, સરકારી પડતર જમીનો અને વનવિભાગ હસ્તકના અભ્યારણ્યની જમીનો તો આ શખ્સો ચાઉ કરી અને ગેરકાયદસર દબાણો કરી જ ગયા છે પરંતુ હવે રજુ થયેલા આંકડાઓ અનુસાર ભારતીય સૈન્યદળની જમીનો પણ અડીંગો જમાવી ગયાનુ સામે આવી રહ્યું છે. ખેરખર કચ્છમાં ખાવડાથી માંડી અને વાગડ પટ્ટા બેલા સુધીમાં જે સરહદી જમીનો આ સૈન્ય દળોને અપયોલી છે તે બધી જ ખુલ્લી છે ખરી? શું આ સરહદી વિસ્તારોમાં કોઈ જ મહાકાય એકમો નથી ધમમતા? અથવા તો આ એકમો અહી નિયમ અનુસારની જ જમીનો ધરાવી રહ્યા છે? જિલ્લા સમાહર્તાએ આ બાબતે વેળાસર જ તપાસ કરાવી જોઈએ અને જો કોઈ પણ એકમોના બીનઅધિકૃત રીતે અહી પગદડાઓ જમાવેલ હોય અથવા તો સૈન્ય દળોની જમીનોને હડપ કરી લેવાયાનુ ફલિત થાતુ હોય તો તે અગે ધાક બેસાડતી કાર્યવાહી કરવી જોઈએ. કારણ કે, આ સરહદી ક્ષેત્ર છે અને અહી સુરક્ષાના ભોગે કોઈ પણ પ્રકારનો વિકાસ માન્ય જ ન હોવો જોઈએ? અહી એકમો પાકીસ્તાનની સરહદને અડીને આવેલા હોય તો અહી કર્મચારી કે શ્રમિકના સ્વાંગમાં કયારેક કોઈ ભોગફોડીયાઓ ઘુસી જશે તો કેવી બુરીવલ્લે કરી શકે એમ છે? તેની પણ ચિંતા કરવી ઘટે. શું અહી આવતા બધા જ કર્મીઓ કે શ્રીમકો અથવા તો ટ્રાન્સપોર્ટશ સહિતની આવક જાવક કરી રહેલા શખ્સોના બધાયના બી રોલ ભરાયેલા છે ખરા? ખરેખર આ અંગે પણ પોલીસ સહીતની એજન્સીઓએ અને જિલ્લા સમાહર્તાએ ગંભીરતાથી નોધ લઈ અને એકશનમાં આવવુ જ ઘટે. આવા કિસ્સાઓમાં તો જિલ્લા સમાર્હતાએ હકીકતમાં સુઓમોાટે લઈ અને જો બિનઅધિકૃત દબાણો હોય એ પછી કોઈ પણ ચમરબંધીના શા માટે ન હોય! તેને દુર જ કરી દેવા જોઈએ.

Comments