ગૃહમંત્રીએ ભુજ આદિનાથ જિનાલયે કર્યા દર્શન
ભુજ : કચ્છના એક દિવસીય પ્રવાસે આવેલા રાજયના યુવા ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આજે શહેરના છઠ્ઠીબારી રિંગરોડ સ્થિત આદિનાથ જિનાલય ખાતે ભગવાનના દર્શનનો લાભ લીધો હતો. જિનાલય ખાતે પૂ.જગત શેખર મ.સા.ના આશીર્વાદ મેળવ્યા હતા. આ પ્રસંગે જૈન સમાજના આગેવાનોએ ગૃહમંત્રી હર્ષ સંઘવીને ઉષ્માભેર આવકાર આપ્યો હતો. જિનાલય ખાતે ગૃહમંત્રીનું સન્માન કરાયું હતું. પૂ.મહારાજશ્રીએ ગૃહમંત્રીને સવા ચારસો વર્ષ જુની રાજાશાહી કાળની તખ્તી અંગે માહિતી આપી હતી. ગૃહમંત્રીએ ગુરૂ ભગવંતના દર્શન કરી ધન્યતા અનુભવી હોવાની લાગણી વ્યકત કરી હતી. આ વેળાએ જિલ્લા ભાજપ મહામંત્રી ધવલભાઈ આચાર્ય, યુવા ભાજપ પ્રમુખ તાપસ શાહ, વિરલભાઈ શેઠ, હિતેશ ખંડોર, ભરતભાઈ સંઘવી, કિરણભાઈ શેઠ, મયુર બોરીચા, અશોકભાઈ લોદરીયા વગેરે ઉપરાંત જૈન સમાજના આગેવાનો હાજર રહ્યા હતા.

Comments