પશ્ચિમ કચ્છના ઈન્ચાર્જ એસપી વિકાસ સુંડાએ ચાર્જ સંભાળ્યો
ભુજ : છેલ્લા સવા ચાર મહિનાથી પશ્ચિમ કચ્છ જિલ્લામાં એસપીની જગ્યા ખાલી હતી. ગાંધીધામના એસપી સાગર બાગમાર પાસે બંને જિલ્લાનો ચાર્જ હતો. ગૃહમંત્રી કચ્છ આવે તે પહેલા ગૃહ વિભાગ દ્વારા પશ્ચિમ કચ્છ જિલ્લામાં એસપીની નિમણુકનો હુકમ કરાયો હતો. વર્ષ ર૦૧૮ની બેચના આઈપીએસ અધિકારી વિકાસ સુંડાને પશ્ચિમ કચ્છ જિલ્લાના પોલીસ અધિક્ષક તરીકેની વધારાની જવાબદારી સોંપાઈ છે. ગૃહમંત્રીના આગમાન પહેલા જ તેઓ ભુજ આવી પહોંચ્યા હતા. સવારે બસ સ્ટેશને ગૃહમંત્રી આવકાર આપવા સાથે કાર્યક્રમના સ્થળે પૂર્વ કચ્છ એસપી સાગર બાગમાર સાથે રહી ગૃહમંત્રી હર્ષ સંઘવીનું અભિવાદન કર્યું હતું.

Comments