Trending News
સ્થાનિક સમાચાર

ખારીરોહરના ૧ર૦ કરોડના ડ્રગ્સ પ્રકરણમાં સ્થાનીકે સર્ચ ઓપરેશનનો ધમધમાટ

08 October


કોલ ડિટેલ્સ અને આસપાસમાં શંકાસ્પદ લોકોની પુછપરછ શરૂ કરાઈ : એટીએસ પણ તપાસમાં જોડાય તેવી શક્યતા

ગાંધીધામ : તાલુકાના ખારીરોહર નજીક આવેલા આર.કે.ટી. પાર્કિંગની બાજુમાં આવેલ બાવળની ઝાડીમાંથી ૧ર૦ કરોડનો કોકેઈન ઝડપી લેવામાં આવ્યું હતું. જે પ્રકરણમાં તપાસ તેજ બનાવાઈ છે. આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ નવરાત્રી બંદોબસ્ત પુર્ણ કરીને પોલીસ કર્મચારીઓ જતા હતા ત્યારે બાતમીના આધારે મધરાત્રે સાડા ત્રણ વાગ્યાના અરસામાં બાવળોની ઝાડીઓમાં તપાસ કરતા શંકાસ્પદ પેકેટ મળી આવ્યા હતા. જેથી તપાસ કરતા એફએસએલ પરીક્ષણમાં કોકેઈન હોવાનું સામે આવ્યું હતું. કુલ્લ ૧૦ પેકેટ કબજે કરવામાં આવ્યા હતા. આ બાબતે સ્થાનીકે તપાસ શરૂ કરવામાં આવી છે. રાતના સમયે કોઈ શંકાસ્પદ લોકોની અવરજવર હતી કે, કેમ ? તે દિશામાં તપાસ શરૂ કરવા સાથે કડીઓ મેળવવા માટે આસપાસના નિર્જન વિસ્તારમાં છાનબીન શરૂ કરવામાં આવી છે તેમજ કોલ ડીટેલ્સ એકત્ર કરવામાં આવી રહી છે. અગાઉ પણ ખારીરોહર અને મીઠીરોહરમાંથી આ પ્રમાણે કોકેઈનના પેકેટ મળી આવ્યા હતા. પરંતુ કોઈ વ્યક્તિ ઝડપાયો નથી, એજ મોડસ ઓપરેન્ડીથી ત્રીજી વખત ડ્રગ્સ પકડાયું છે. આ કેસમાં એટીએસ પણ તપાસમાં ઝુકાવે તેવી શક્યતા છે. હાલ સ્થાનીક બી ડિવિઝન પોલીસ દ્વારા તપાસ વેગવાન બનાવાઈ છે.

Comments

COMMENT / REPLY FROM