Trending News
સ્થાનિક સમાચાર

વાગડની પવનચક્કીઓમાંથી કેબલ ચોરનારો  જાનમામદ ૧૩ ગુનાનો રીઢો આરોપી

08 October


પોલીસે થાર ગાડી તેમજ ચોરાઉ વાયર સહિતનો મુદ્દામાલ કબજે કર્યો : એક દિવસના રિમાન્ડ પૂર્ણ થતા કરાશે જેલહવાલે

ગાંધીધામ : વાગડ વિસ્તારની પવનચક્કીઓમાં ચોરી કરી તરખાટ મચાવનાર જાનમામદ સમા નામના આરોપીને લાકડીયા પોલીસે ઝડપી કુંડળી મેળવતા તેની સામે અગાઉ ૧૩ ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યું હતું. 
ત્રિપુટીને પકડીને કોર્ટમાં રજુ કરતા એક દિવસના રિમાન્ડ મળ્યા હતા. જે પૂર્ણ થતા જેલહવાલે કરવામાં આવશે. આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ લાકડીયા પીઆઈ એમ.એન. દવેના માર્ગદર્શનમાં સ્ટાફ પેટ્રોલીંગમાં હતું ત્યારે પવનચક્કીઓમાંથી ચોરી કરેલ કોપર વાયરના મુદ્દામાલ સાથે થાર ગાડીમાં જતા ત્રણ ઈસમોને ઝડપી લેવામાં આવ્યા હતા. જેમાં ચાંદ્રોડી મોથાળાવાંઢના જાનમામદ અલીમામદ સમા, સદામ ઈબ્રાહીમ ઉર્ફે અભરામ સમા, ઈકબાલ ઈબ્રાહીમ ઉર્ફે અભરામ સમાની ધરપકડ કરી થાર ગાડી નંબર જી.જે.૧ર.એફબી ર૯૩૯ તેમજ ૩૦૦ મીટર કોપર વાયર અને ત્રણ કોપરની પટ્ટી સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આરોપી જાનમામદ સામે સામખિયાળી, મોરબી, આડેસર, હળવદ, લાકડીયા, ગાગોદર સહિતના પોલીસ સ્ટેશનોમાં ૧૩ ગુના અને ઈકબાલ અને સદામ સામે કુલ્લ ૮ ગુના નોંધાયેલા છે.

Comments

COMMENT / REPLY FROM