કચ્છની સરકારી શાળાઓમાં સંગીત શિક્ષકોની મોટી ઘટ
શાળાઓમાં સરસ્વતીની સાધના વિસરાઈ
માધ્યમિક શાળામાં સંગીતનો વિષય ભણાવવા નથી તજજ્ઞ ગુરૂજનો : દર વર્ષે સંગીતના પુસ્તકો બહાર પડે છે પરંતુ શાળામાં નથી લેવાતા પીરીયડ
ભુજ : થોડા વર્ષો પહેલાં જ્યારે બાળકો શાળાએ જતા ત્યારે શાળાના સમયે મા સરસ્વતીની પ્રાર્થના દરેક વિદ્યાર્થીઓ ગાતા હતા. તેમની સાથે સંગીત શિક્ષકો સૂર આપા હતા પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી સરકારી પ્રાથમિક, માધ્યમિક શાળામાં સંગીત શિક્ષકો વિના પ્રાર્થના કરવામાં આવે છે. છેલ્લા ઘણા સમયથી સરકાર કલા મહોત્સવ, ખેલ મહાકુંભ, યુવા મહોત્સવ વગેરેનું આયોજન તો કરે છે પણ તે માટે શિક્ષકો ક્યાં છે ?. હાલમાં માધ્યમિક વિભાગમાં ટેટ ૧ અને ટેટ રની પરીક્ષાઓ લેવાઈ હતી. સંગીત તજજ્ઞને જ્ઞાન સહાયકમાં સંગીત શિક્ષકની ભરતી થશે તેવી આશા બંધાઈ હતી પરંતુ આ વિષયના તજજ્ઞ શિક્ષકોની ભરતી કરાઈ નથી અને ભરતી કરવા માટે સરકારી શાળાઓના આચાર્યએ જિલ્લા શિક્ષણ અધિકારીને ભરતી કરવા અંગેનો પત્ર લખ્યો જ નથી. રાજ્ય પાઠ્ય પુસ્તક મંડળ દ્વારા ધો.૧૦-૧રના સંગીતના પુસ્તકો બહાર પાડવાં આવે છે. પણ કચ્છમાં સાથે ગુજરાતમાં સંગીત વિષય રપ વર્ષથી બંધ કરવામાં આવ્યો છે. મેરીટ યાદીમાં ર૦થી રર શિક્ષકો પસંદગી પામ્યા છે, જેમાં અંજાર અને પાટણની એક-એક શાળાએ સંગીત શિક્ષકની માંગણી કરતા તેમને શિક્ષકો ફાળવવામાં આવ્યા છે. ૪ હજાર ઉમેદવારોએ પરીક્ષા આપી છે ત્યારે કચ્છમાંથી માત્ર એક જ શાળાએ સંગીત શિક્ષણની માંગણી કરી છે તો કચ્છની અન્ય તાલુકામાં આવી કેટલી શાળા હશે. જેમાં સંગીત શિક્ષકની માંગણી પ્રિન્સિપલ દ્વારા કરવામાં આવી નથી. શિક્ષણનીતી મુજબ દરેક શાળામાં સંગીતનો વિષય ભણાવવામાં આવશે તેવી જાહેરાત કરાઈ છે, પરંતુ શાળાઓમાં સંગીત શિક્ષકો વિના છાત્રો કઈ રીતે સંગીતનું જ્ઞાન મેળવશે તેવો પ્રશ્ન વાલીઓમાં ઉઠી રહ્યો છે. જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમારે જણાવ્યું કે, સરકારી શાળાઓના આચાર્ય દ્વારા સંગીત શિક્ષકની જરૂરિયાતવાળો પત્ર અમારી કચેરીએ આવવાથી કચેરી મારફત ગાંધીનગર ખાતે મોકલી અપાય છે ત્યારબાદ તેમની સૂચના મુજબ કાર્યવાહી કરાય છે. છેલ્લા ર૦ વર્ષથી સરકારી શાળામાં સરકાર દ્વારા ભરતી કરાઈ નથી. પ્રાથમિક ધો.૧થી પ ના બીએડ તાલીમ પામેલા શિક્ષકો પ્રાર્થના તથા અન્ય કાર્યક્રમમાં સંગીત આપે છે. સંગીત કોઈ વિષય તરીકે નથી પરંતુ એ શિક્ષકના પીરિયડમાં સંગીતની તાલીમ અપાય છે. સંગીત વિષય પ્રાથમિકમાં નથી. સરકારે ચિત્ર અને સંગીત શિક્ષકની ભરતી બંધ કરી છે.

Comments