Trending News
સ્થાનિક સમાચાર

પશ્ચિમ કચ્છની પાલારા જેલમાં ફરી કડક  અધિકારીની વરણી થતાં ભ્રષ્ટ કેદીઓ ફફડાટ

07 October


ગાંધીધામની ગળપાદર જેલનો ચાર્જ પર એન.એસ. લોહારને અપાય તેવી ઉઠતી માંગ 

ગાંધીધામ : ભુજની ખાસ પાલારા જેલમાં નામચીન કેદીઓ સજા કાપી રહ્યા છે. પૂર્વ કલેકટર પ્રદીપ શર્મા, ભાનુશાલી હત્યા કેસના આરોપીઓ તેમજ માધાપર હનીટ્રેપના આરોપીઓ આ જેલમાં સજા કાપતા હોવાથી આ જેલ હાઈપ્રોફાઈલ બની રહે છે. અવાર નવાર પાલારા જેલમાં મોબાઈલ પકડાવા, પાન તમ્બાકુની પડીકીઓ મળી આવે છે. જેલમાંથી બેઠા બેઠા હનીટ્રેપના ગુનાને અંજામ આપવામાં આવ્યો હતો.કચ્છ સરહદી જિલ્લો હોવાથી સુરક્ષાની દ્રષ્ટિએ આ જેલનું મહત્વ વધી રહે છે. છેલ્લા લાંબા સમયથી આ જેલનો વહિવટ ખાડે ગયો હોવાથી અધિક્ષક તરીકે મૂળ કચ્છી અધિકારી એન.એસ. લોહારની વરણી કરવામાં આવી હતી. તેમના કાર્યકાળ દરમિયાન જેલમાં કેદીઓ અંકુશ હેઠળ આવ્યા હતા. જેના કારણે કેદીઓમાં પણ છુપો ફફડાટ રહેતો હતો. તેમની રાજકોટ બદલી બાદ ફરી વ્યવસ્થા ખોરવાઈ જતાં રાજ્ય જેલ વિભાગ દ્વારા પાલારામાં ફરી એન.એસ. લોહારને જવાબદારી સોંપાઈ છે. જેથી કેદીઓમાં ભય ફેલાઈ જવા પામ્યો છે. એન.એસ. લોહારે ભુજની જેલની વ્યવસ્થિત કર્યા તે રીતે ગળપાદર જેલમાં પણ જેલની સુધારણા જરૂરી બની રહે છે. બૂટલેગર પર ગાડી ચડાવી દેવાના કેસમાં પકડાયેલા આરોપીઓ જેલમાં મહેફીલ માણતા હતા. જે જેલની સુરક્ષામાં થતા છીંદા બતાવે છે. જે રીતે કચ્છમાં જેલોનો વહિવટ ખાડે ગયો છે, તે જોતા વહિવટ સુધારવા માટે બંને જેલોના વડાની જવાબદારી એન.એસ. લોહારને આપવામાં આવે તેવી માંગણી પણ ઉઠી રહી છે. ગળપાદર અને પાલારા જેલમાં કેદીઓની સંખ્યા પૂર્ણકાલિન હોય છે. જો કે, સ્ટાફ અપુરતો છે. ઘણી વખત સ્ટાફની ગેરહાજરીનો લાભ ઉઠાવી કેદીઓ મોજશોખ માણતા હોય છે. ત્યારે બંંને જેલોમાં પુરતો સ્ટાફ પણ મુકવામાં આવે તે જરૂરી બની રહે છે. ગાંધીધામની ગળપાદર જેલમાં એસપીએ રેડ પાડી ત્યારે જેલમાં ચાલતી પોલમપોલનો પર્દાફાશ થયો હતો. ફરી આ પ્રમાણેની ઘટનાઓ ન બને તે માટે એન.એસ.લોહાર જેવા અધિકારીઓની ગળપાદર જેલમાં જવાબદારી આપવામાં આવે તે પણ જરૂરી બન્યો છે. આવા કડક અધિકારી આવાથી ગળપાદર જેલનો વહિવટ સુધરી શકે 
તેમ છે.

Comments

COMMENT / REPLY FROM