Trending News
સ્થાનિક સમાચાર

વાગડ પટ્ટાની કેબલ ચોર ગેંગનો સૂત્રધાર જાનમામદ દબોચાયો

07 October

પૂર્વ કચ્છ એસ.પી સાગર બાગમારની ટીમનો સપાટો





વાગડમાં લાકડીયા સહિતના વિવિધ વિસ્તારોમાં થયેલી પવનચક્કીઓની કેબલ ચોરીના અનેક ભેદનો ઉકેલ આવશે 



ગાંધીધામ  :પૂર્વે કચ્છમાં વાગડ પટામાં છેલ્લા કેટલાક સમય થી સખ્તનો કેબલ ચોરીમાં ફરી જોર આતંક ફેલાયેલો હતો તેને પકડી પાડવામાં પોલીસને મોટી સફળતા પાખ વા પામી છે. બાબતે જાણવા મળતી વધુ વિગતો અનુસાર ખાસ કરીને વાગડ વિસ્તારમાં ગાગોદર- આડેસર -બાલાસરના વિસ્તારોમાં આવેલી પવનચક્કીઓમાંથીકરોડોના કેબલવાયરોનીચોરીપાછલાવર્ષમાંજુદાજુદાકિસ્સાઓમાં ખુલ્લેઆમચોરીઅનેતસ્કરીકરવામાંઆવીરહીહતી જેનાલીધેકંપનીઓને કરોડોનુંનુક્સાનથવાપાનીરહ્યુંહતું.અલગઅલગપોલીસમથકોમાંસમયજુદીજુદી પવનચક્કીવાળા હોય તેમના પવનચક્કીઓમાંથી કેબલ વાયરની ચોરી અંગે નોંધાવેલી હતી. આ ગેંગ પર કાર્યવાહી જ થવા પામી શકતી ન હોય અથવા તેની સામે કાર્યવાહી કરવામાં કાયદાના હાથ ટુંકા પડતા હોય તેમ આ વાગડ પટ્ટામાંથી કેબલ ચોરી કરનારી ગેંગનો આતંક જ ફેલાયેલો હતો. વાગડના ગાગોદર લાકડીયા- આડેસર સહિતના વિસ્તારમાં કેબલ ચોરી માટે શ્રદ્ધા તરીકે શખ્સનું જ નામ આવવા પામી રહ્યું હતું અને લાકડીયા પોલીસ મથકે પણ પવનચક્કીના જવાબદારોએ તેની ટોળકી દ્વારા કરોડોના કેબલની આવી હોવાની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેના અનુસંધાને કાર્યવાહી કરી ગેંગના આતંકના વિષયને ગંભીરતાથી લઈ સમજી અને પકડી પાડવા માટે આદેશ નિર્દેશો આપવામાં આવતા અંગે એસપી શ્રી સાગર બાગમાર ની ટીમે આ સખ્સને દબોચી લીધો હોવાના અહેવાલો પ્રાપ્ત થવા પામી રહ્યા છે લાકડીયા પોલીસ મથક ની ટીમ દ્વારા કુખ્યાત જાન મામદ અને અન્ય બે શખ્સોની પણ ધરપકડ કરેલ વર્તુળોની જો વાત માનીએ તો લાકડીયા પોલીસ આ જાનમામદના કડકમાં કડક રીમાન્ડ લેશે તો આ વિસ્તારમાં થયેલી ચોરીઓની મોટી ગેંગનો પર્દાફાશ થવા પામી શકે તેમ છે. એટલું જ નહીં પરંતુ વાગડ વિસ્તારમાં આ જાનમામદના ફેલાયેલા સામ્રાજ્યનો પણ પર્દાફાશ થવા પામી શકે તેમ છે.

..............


ભચાઉના ચાંદ્રોડીની સીમમાં આવેલ પવનચક્કીમાંથી ચોરી કરનાર ત્રિપુટી ઝડપાઈ
લાકડીયાના કુખ્યાત શખ્સ સહિતના આરોપીઓનેે પકડી આજે કોર્ટમાં રજુ કરાશે : અન્ય ગુનાઓનો ભેદ ઉકેલાવાની શકયતા


ભચાઉ : વાગડ વિસ્તારમાં કેબલ ચોરીની ઘટનાઓ વધી રહી છે ત્યારે દસ દિવસ અગાઉ ભચાઉ તાલુકાના ચાંદ્રોડી ગામની સીમમાં આવેલ પવનચક્કીમાંથી ચોરીની ઘટના ચોપડે ચડી હતી. જેમાં લાકડીયા પોલીસે કુખ્યાત શખ્સ સમેત ત્રણ આરોપીની ધરપકડ કરી છે. આ બાબતે પોલીસ સુત્રોમાંથી મળેલી વિગતો મુજબ ચાંદ્રોડી / ખોડાસર સીમમાં આવેલ અલગ અલગ પવનચક્કીમાંથી ચોરી થઈ હતી. કુલ્લ ૧૧ પવનચકકીમાંથી ૩ ઓગસ્ટ થી ૬ સપ્ટેમ્બર દરમ્યાન ઓરડીના તાળા તોડી તેમાંથી કોપર વાયર અને મુદ્દામાલ મળી ૧,પ૩,૯પ૦ નો મુદ્દામાલ ચોરવામાં આવ્યો હતો. તેમજ વાયર કાપી નુકશાન કરવામાં આવ્યું હતું. જે બાબતે ગત તા. ર૬-૯ ના ફરિયાદ દાખલ થઈ હતી. લાકડીયા પોલીસે આ ગુનાની તપાસમાં લાકડીયાની સમાવાંઢમાં રહેતા અને ત્યાં જ છુપાયેલા મુખ્ય આરોપી જાનમામદ અલીમામદ સમાની ધરપકડ કરી હતી. આ સાથે ઈકબાલ અબ્રાહમ સમા અને સદામ અબ્રાહમ સમાની પણ અટક કરવામાં આવી છે. બન્ને સગાભાઈ હોવાનું જાણવા મળ્યું છે. ત્રણેયને આજે રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજુ કરવામાં આવશે. રિમાન્ડ મળ્યે પછી અન્ય આરોપીઓના નામ ખુલવા પામશે. દરમ્યાન સુત્રોના કહેવા મુજબ આરોપી સામે અગાઉ વાગડ વિસ્તારના લાકડીયા, ગાગોદર, સામખિયાળી, ભચાઉ સહિતના પોલીસ સ્ટેશનોમાં ૧પ થી વધુ ગુના નોંધાયેલા છે. પુછપરછ દરમ્યાન વાગડ વિસ્તારમાં થયેલી અન્ય કેબલ ચોરીઓ સહિતના ગુનાઓના ભેદ ઉકેલાવાની શકયતા છે. જાનમામદ સમાની ઉંડી તપાસ થાય તો તેનું પગેરૂં રાજસ્થાન સુધી લંબાય તેમ છે. જાનમામદ સમા લાંબા સમય સુધી ભચાઉ તાલુકાના સમાવાંઢમાં છૂપાઈને ફરતો હતો. આ ટોળકી દ્વારા ચોરાયેલ મુદ્દામાલ કોને કોને વેચવામાં આવતો હતો ? કયા ભંગારના વાડામાં માલ સપ્લાય કરાતો હતો તે દિશામાં પણ તપાસ થાય તે જરૂરી છે.

....................



કચ્છઉદયના અહેવાલનો પડઘો


વાગડ વિસ્તારમાં બાલા શમાં પવન ચકકીમાંથી ટોળકી સક્રિય થઇ હોવાનો આ પ્લેટ ફોર્મ પરથી
તારીખ ૨૪ સપ્ટેમ્બર ૨૦૨૪ના રોજ થયો હતો અને પોલીસ તંત્રએ આ ગેંગને કિચન વિગતવાર
અહેવાલમાં રજૂ કરવામાં આવેલ હતું આજરોજ કેબલ ચોર ગેંગના મુખ્ય સૂત્રધારને દબોચી લેવામાં
આવતા એના અહેવાલનો પડઘો પડવા પામ્યો છે.

...........

Comments

COMMENT / REPLY FROM