Trending News
સ્થાનિક સમાચાર

જુમાપીર ફાટક પાસે માલગાડીના ચાર ડબ્બા ટ્રેક પરથી ખડી પડતાં અફરાતફરી 

06 October




ગાંધીધામથી મુંદરા જતી વખતે બન્યો બનાવ : રેલવેએ ઘટના સ્થળે પહોંચી યાતાયાત પુનઃ સ્થાપિત કર્યો 


ગાંધીધામ : આજે સવારે ગાંધીધામથી મુંદરા તરફ માલગાડી જતી હતી, ત્યારે આદિપુર નજીક જુમાપીર ફાટક પાસે માલગાડીના ચાર ડબ્બા ટ્રેક પરથી ખડી પડ્યા હતા. જેના કારણે અફરાતફરી ફેલાઈ થઈ હતી. બનાવની જાણ થતાં રેલવેની ટીમે સ્થળ પર આવી યાતાયાત પુનઃસ્થાપિત કર્યો હતો. આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ આજે સવારે ૧ર વાગ્યાના અરસામાં આ બનાવ બનવા પામ્યો હતો. જુમાપીર ફાટક પાસે ચાર ડબ્બા ખડી પડ્યા હતા. બનાવને પગલે રેલવેના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા અને ક્રેનની મદદથી ડબ્બાને ટ્રેક પર પુનઃ સ્થાપિત કરી યાતાયાત ધમધમતો કર્યો હતો. હાલમાં જાણવા મળતી વિગતો મુજબ ટ્રેક ચાલુ થઈ ગયો છે. પણ આ બનાવને પગલે સ્થાનિકે અફરાતફરી ફેલાઈ હતી. મહત્વનું છે કે, થોડા દિવસો અગાઉ સુરતમાં ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ થયો હતો. સમયસૂચકતાના કારણે વધુ કોઈ દુર્ઘટના ન ઘટી અહીં કોઈ એવું આયોજન ન હતું તે દિશામાં પણ તપાસ થાય તે જરૂરી છે. માલગાડી નિકળી તે પછી પેસેન્જર ગાડી નિકળવાની હતી કે કેમ ? ઈરાદા પૂર્વક માલગાડી ઉથલાવવાનો પ્રયાસ થયો હોય તો ગંભીર બાબત છે. આ બાબતે રેલવે દ્વારા તટસ્થ તપાસ કરવામાં આવે તે જરૂરી બની રહે છે.

Comments

COMMENT / REPLY FROM