ગળપાદર જેલમાં આજીવન કેદની સજા ભોગવતા ૩ સગાભાઈઓને જેલ મુક્ત કરાયા
ગાંધીધામ : ગળપાદર જેલમાં આજીવન કેદની સજા ભોગવતા ત્રણ સગા ભાઈઓના જેલમાં સારી વર્તણુકના કારણે જેલમાંથી મુક્ત કરાયા હતા. જેલવાસ દરમિયાન કરેલી કામગીરીનું મહેનતાણુ અને રાશનકીટ આપી મુક્ત કરવામાં આવ્યા હતા. આ અંગે મળેલી માહિતી મુજબ ગળપાદર જેલખાતે ૧૪ વર્ષથી આજીવન સજા ભોગી રહ્યા હતા. કેદીઓની જેલ સલાહકાર સમિતિની બેઠકમાં સભ્યોના અભિપ્રાયો મેળવી સારી વર્તણુક ધરાવતા કેદીઓની સજામાંથી મુક્ત મળે તે માટે ગૃહ વિભાગ અને સરકારમાં દરખાસ્ત કરવામાં આવી હતી. જેમાં ગળપાદર જેલ ખાતે આજીવન કેદની સજા ભોગવતા વિનોદ રામજીભાઈ પરમાર, જનક રામજીભાઈ પરમાર અને ગોપાલ રામજીભાઈ પરમારને બીએનએસએસ - ર૦ર૩ હેઠળ બાકીની સજા માફ કરી જેલમાંથી મુકત કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો. પાકા કેદીઓને જેલ અધિક્ષક એસ.જે. સભાડ તથા જેલ સ્ટાફ દ્વારા ફુલહાર પહેરાવી મો મીઠુ કરાવી કેદીઓની પોસ્ટની પાસબુક તેમજ કામગીરીનું મહેનતાણુ અને રાશનકીટ આપી સમાજ પુનઃસ્થાપન માટેની શુભેચ્છાઓ આપી મુક્ત કરવામાં આવ્યા હતા.

Comments