વાગડમાં ડીવાયએસપીની રહેમ નજર હેઠળ દારૂના ઠેકા ધમધમે છ
વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી ૧૭ લોકોના નામ સાથે રેન્જ આઈજીને કરી રજૂઆતઃ હાઈવે પર બેફામ ડિઝલ ચોરી ઉપરાંત લોખંડ, બાયોડીઝલ અને ખનિજચોરીથી નુકશાન
ગાંધીધામ : પૂર્વ કચ્છના વાગડ પંથકમાં દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે. જે બંધ કરાવવા માટે વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી દ્વારા રેન્જ આઈજીને રજૂઆત કરવામાં આવી છે. તેમાં જણાવ્યા પ્રમાણે ભચાઉ અને તેની આસપાસ ડીવાયએસપીની નજર તળે દેશી અને વિદેશી દારૂના પોઈન્ટ ચાલી રહ્યા છે. જેમાં નામ જોગ રજૂઆતમાં જણાવ્યું કે, ભચાઉ જલારામ સોસાયટીમાં રિયાઝ રાઉમા, સામખિયાળીમાં વિરમ કોલી, સામખિયાળી - મોરબી હાઈવે પર વિક્રમ સરદાર, સામખિયાળીમાં સાઈરામ મારવાડી, ગુલામ સમા, મોતી ભરવાડ, ભચાઉમાં કરણી હોટલ, રાપરમાં પ્રવીણસિંહ ડાભુંડા, મેંદીયો કોલી, દિપુભા, ગાંધીધામમાં મામદ, ભચાઉમાં બળિયો મણકો, ધનરાજ હોટલ ટાયર પંચર વાળો, ગાગોદરમાં ચિત્રોડ પુલ પાસે મામદ, વાંઢિયામાં રાજુ આહિર, લલિયાણામાં કિશોરસિંહ, સામખિયાળીમાં કાર્તિક દરજીના ઠેકા ધમધમી રહ્યા હોવાનો સનસનીખેજ આક્ષેપ કરાયો છે. આ ઉપરાંત ભચાઉ સામખિયાળી હાઈવે પર ડીઝલ ચોરી થાય છે. સાથો સાથ લોખંડ, બાયોડીઝલ, દેશી દારૂના હાટડા ધમધોકાર ચાલુ છે. વાગડ વિસ્તારમાં રેતી અને માટીની ચોરી થઈ રહી છે.જેનાથી ખનિજ સંપદાને નુકશાન થાય છે. આ બાબતે રૂબરૂમાં રેન્જ આઈજીને મળી રજૂઆત કરવામાં આવશે. રેન્જ આઈજી દ્વારા ગેરકાયદે ધંધા બંધ કરાવવા માટે એસપી અને ડીવાયએસપીને તપાસના આદેશ આપવામાં આવે તેવી માંગ પણ કરી હતી. વડગામના ધારાસભ્ય દ્વારા કરાયેલી લેખીત રજૂઆતનો પત્ર વાયરલ થતાં સબંધિતોમાં દોડધામ મચી ગઈ હતી.

Comments