કંડલા પોર્ટેની ઓઇલ રિફાઇનરીની હવાઇ સુરક્ષા વધારાશે
બનાસકાંઠાના ડીસા શહેરમાં નવું એરબેઝ બનશે
ગાંધીધામ : ભારતીય વાયુસેનાનું નવું એરબેઝ ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં બનાવવામાં આવશે, જે પાકિસ્તાન સરહદથી માત્ર ૧૩૦ કિલોમીટરના અંતરે સ્થિત છે. આ એરબેઝની સ્થાપનાથી ભારતીય વાયુસેનાની તાકાતમાં અનેકગણો વધારો થશે. સંરક્ષણ મંત્રાલયે આ એરબેઝના રનવેનો સર્વે કર્યો છે, જેને ઓબ્સ્ટેકલ લિમિટેશન સર્વે કહેવામાં આવે છે. આ સર્વે સિંગાપોરની એક ખાનગી કંપની દ્વારા કરવામાં આવી રહ્યો છે.આ એરબેઝની સ્થાપનાથી કંડલા પોર્ટ અને જામનગર ઓઈલ રિફાઈનરીની સુરક્ષા વધુ મજબૂત બનશે. આ એરબેઝ ન માત્ર ભારતને સુરક્ષા પ્રદાન કરશે, પરંતુ દેશના આર્થિક અને ઉર્જા સંબંધિત ઉદ્દેશ્યોને પૂર્ણ કરવામાં પણ મદદરૂપ સાબિત થશે. આ સાથે અમદાવાદ અને વડોદરાને પણ હવાઈ સુરક્ષા મળશે. ડીસામાં આ નવા એરબેઝ માટે ૪,૫૦૦ એકર જમીન ફાળવવામાં આવી છે. આ પ્રોજેક્ટ પર આશરે રૂ. ૧,૦૦૦ કરોડનો ખર્ચ થશે, જેમાંથી રૂ. ૩૯૪ કરોડ એકલા રનવેના નિર્માણ પાછળ ખર્ચવામાં આવશે. આ એરબેઝ સંપૂર્ણપણે ગ્રીન ફીલ્ડ કોન્સેપ્ટ ટેક્નોલોજી પર આધારિત હશે, જે પર્યાવરણને અનુકૂળ છે. તેનું નિર્માણ માત્ર સંરક્ષણ ક્ષેત્રને જ નહીં પરંતુ ખાસ કરીને કચ્છ અને દક્ષિણ રાજસ્થાનમાં આર્થિક સમૃદ્ધિને પણ વધારશેર્.ંન્જી સર્વે અવરોધોને ઓળખે છે અને એરપોર્ટની આસપાસ વ્યાપક અવલોકનો કરે છે. તેના આધારે સુરક્ષિત એરસ્પેસનો નકશો તૈયાર કરવામાં આવે છે. આ સર્વે દરેક એરફિલ્ડ માટે જરૂરી છે અને તે એરપોર્ટના ટેકનિકલ નિરીક્ષણનો એક ભાગ છે.માર્ચ ૨૦૧૮ માં, સુરક્ષા પરની કેબિનેટ સમિતિએ દિશામાં લડાયક બેઝ સ્થાપવાની એરફોર્સની યોજનાને મંજૂરી આપી હતી. કેન્દ્રએ ૨૦૨૦માં ડીસામાં એરબેઝ સ્થાપવાનો નિર્ણય લીધો હતો. વડાપ્રધાન મોદીએ ડિફેન્સ એક્સપો ૨૦૨૨માં આ એરબેઝનો શિલાન્યાસ કર્યો હતો.

Comments