રાપરના વિજાપર ગામનો બે મહિના પહેલા બનેલો માર્ગ તુટયો
પંચાયત વિભાગના આર એન્ડ બીના અધિકારીએ સમયમર્યાદામાં કામ પૂરૂ થયો હોવાનું જણાવ્યું
રાપર : તાલુકાના વિજાપર ગામનો રોડ પૂર્ણ થયો છે. પંચાયત વિભાગના માર્ગ અને મકાન પંચાયત વિભાગે આ રોડ બનવાને માત્ર બે જ મહિનો થયો હોવા છતાં રોડની હાલત ખસ્તા થઈ હોવાનું ગામ લોકો જણાવી રહ્યા છે.ગામલોકોએ વધુમાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ વિજાપરના ૪ કિ.મી. એપ્રોચ રોડનો ખર્ચ ૧,૦૧,ર૩,૦૮૬.૬૮ બતાવવામાં આવ્યો છે. આ રોડનુંં કામ તા.૧૬-ર-ર૪ના શરૂ કરાયું હતું અને તા.૧પ-૮-ર૪ના પુર્ણ થયો હોવાનું દર્શાવવામાં આવ્યું છે. તેના અમલી અધિકારી પંચાયત વિભાગના કાર્યપાલક ઈજનેર માર્ગ અને મકાન પંચાયત વિભાગ ભુજ છે. ગામના લોકોએ જણાવ્યુું હતું કે, કામ માત્ર ર૦ દિવસમાં પૂર્ણ કરી દેવાયું છે. આટલી ઝડપથી કામ ક્યારેય પૂર્ણ ન થાય. કદાચ આ કામમાં ભ્રષ્ટાચાર થયો હોય તેવું કામ ઉપરથી દેખાય છે. સરકારના આટલા પૈસા વપરાયા હોવા છતાં કામની ગુણવત્તા જળવાઈ નથી. આ બાતે કોન્ટ્રાક્ટર, અધિકારી સામે તપાસ કરી કાર્યવાહી કરવા માંગ કરાઈ છે.આ કામ બાબતે આર એન્ડ બીના ડેપ્યુટી ઈજનેર જયેશભાઈ ટાંક સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, બોર્ડમાં કામની શરૂઆત પૂરો થયાની જે તારીખ દર્શાવાઈ છે તેમાં ભૂલ થઈ છે. ખરેખર રસ્તો ૪ મહિનામાં પૂરો થયો છે. આ રસ્તામાં ૪ લેર પાથર્યા બાદ કામ પૂર્ણ કરાયો છે. અમારા વિભાગને રસ્તા ઉપર પેચ પડ્યાનો મેસેજ મળતા ટીમ તરત જ રસ્તો જોવા ગઈ હતી. ત્યાં નજરે જોતા આ રોડ નવો હતો ત્યારે મોટી ગાડીઓ આ રસ્તા ઉપરથી પસાર થઈ હોવાનું જાણવા મળ્યું હતું. જેના કારણે એક-બે ઠેકાણે પેચ પડ્યા છે. એકાદ-બે દિવસમાં કામ થઈ જશે. અગાઉ આ જ રસ્તા માટે ૧૦ વખત ટેન્ડરીંગ પ્રક્રિયા થઈ હતી. તે ટેન્ડર કોઈ ભરતું ન હતું. છેલ્લે ૧૧મી વખત ટેન્ડર પ્રક્રિયા થઈ ત્યારે ટેન્ડર ભરાયું છે. જે આક્ષેપ કરાયા છે તે તદ્દન પાયાવિહોણા હોવાનું શ્રી ટાંકે કહ્યું હતું.

Comments