Trending News
સ્થાનિક સમાચાર

પાનધ્રો ગ્રામ પંચાયતની ૯૦૦ એકર જમીન જીએમડીસીને સોંપવા સામે વિરોધનો વંટોળ

05 October



ગામની ૯૦૦ એકર જમીનની ૧૦ દિવસમાં પાકી નોંધ સામે ઉઠ્યા સવાલો : ગ્રામ પંંચાયતના પૂર્વ સભ્યે સમગ્ર કામગીરી સામે વ્યક્ત કર્યો આક્રોશ


લખપર : તાલુકાના પાન્ધ્રો ગ્રામ પંચાયતની માલિકીની ૯૦૦ એકર જમીનને માત્ર ૧૦ દિવસના ટુકા ગાળામાં જીએમડીસીના નામે ચડાવી દેવામાં આવતા ભારે ચકચાર મચી ગઈ છે. સ્થાનિક જાગૃત નાગરિકોએ આ મામલે તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. આ અંગે મળતી વિગતો મુજબ પાન્ધ્રો વિસ્તારમાં જીએમડીસીએ પોતાના પ્રોજેકટ માટે  જમીનની માંગણી મુકી હતી. જેમાં પાનધ્રો ગ્રામ પંચાયત હેઠળ આવતી ૯૦૦ એકર જમીનનો સમાવેશ થતો હતો. માંગણી પત્રકો પ્રાંત અધિકારી કચેરીએ દાખલ થતાં ગત ૯મી સપ્ટેમ્બરના તેની કાચી નોંધ નાખવામાં આવી હતી. આ  નોધમાં પાન્ધ્રોના કુલ ૪ર સર્વે નંબરોનો સમાવેશ થયો હતો. કાચી નોંધ પડ્યાના ૧૦ દિવસ બાદ જ ગ્રામ લોકોની જાણ બહાર તા. ર૦મી સપ્ટેમ્બરના પાકી નોંધ પાડી દેવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ગ્રામ પંચાયત દ્વારા જીએમડીસીની માંગણીની વિરૂદ્ધમાં નામંજૂર કરવાનો ઠરાવ પણ કરવામાં આવ્યો હતો. જીએમડીસીને સોંપવામાં આવેલી ૯૦૦ એકર જમીનમાં કેટલીક જમીનો પરના કેસ અદાલતમાં ચાલી રહ્યા છે. પ્રાંત અધિકારીએ ગ્રામ પંચાયતને પૂછયા વગર મામલતદાર દ્વારા ઈ ધરામાં ૧૦ દિવસમાં એન્ટ્રી પ્રમાણિત કરી નથી. જેમાં કોઈને પૂછવામાં આવ્યું નથી. ગ્રામ પંચાયતના પૂર્વ સભ્ય સતુભા સોઢાએ કહ્યું કે, આ મામલે નામજોગ વાંધા અરજી આપી છે. જ્યારે તેઓ પાનધ્રો ગ્રામ પંચાયત સભ્ય હતા, ત્યારે કોઈ અધિકારીએ નામંજૂર થયેલા ઠરાવ બાબતે ધ્યાન આપ્યું નથી. હાલમાં માત્ર ૧૦ દિવસના ગાળામાં પાકી નોંધ પાડી દેવાઈ છે. એટલે કોઈ વાંધા ઉપાડી શકે નહીં અને પાકી નોંધમાં સંપાદન એવાર્ડના પર એવો હુકમ કરવામાં આવ્યો કે, ૧થી ૮ સંપાદન કરાયેલ સર્વે નંબરમાં કબજેદારના નામમાં શ્રી સરકારની જગ્યાએ જીએમડીસીનું નામ લખવા સુધારા હુકમ કરવામાં આવે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આટલી ઝડપી કાર્યવાહી દેશના સંસદ ભવનમાં થતી નથી. તે માત્ર અહીંનો વહીવટી તંત્ર જ કરી શકે. ગુજરાત બહાર મોટા મોટા પ્રોજેક્ટ સરકાર બંધ કરાવતી હોય માત્ર પંચાયતની સહમતિ વગરનો પાનધ્રોની જમીન ૧૦ દિવસના ટૂંકાગાળામાં જીએમડીસીના નામે ચડાવી દેવાની કામગીરી સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. 

Comments

COMMENT / REPLY FROM