સુખપરમાં બંધ મકાનમાંથી ૩.ર૭ લાખના દાગીનાની ચોરી
બનાવ અંગે ફરિયાદ નોંધાતા માનકૂવા પીઆઈએ શકમંદ જાણભેદુઓ તરફ પગેરૂં દબાવી તપાસ હાથ ધરી : પરિવાર સુરત જતા બનેલી ઘટનાથી સુખપર સહિતના વિસ્તારમાં ચિંતા પ્રસરી : પેટ્રોલિંગ વધારવા ઉઠી માંગ
ભુજ : તાલુકાના સુખપર નવાવાસ ખાતે રહેતી મહિલા ગત તા.૧૮/૯ના તેમના સગાસંબંધી સાથે સુરત હોસ્પિટલ ગયા હતા ત્યારે પાછળથી આવેલા તસ્કરોએ બંધ મકાનનું તાળુ તોડી કબાટમાંથી સોના-ચાંદીના દાગીના કુલ રૂા.૩,ર૭,૮૬૦ ની ચોરી કરી જતા માનકૂવા પોલીસમાં ફરિયાદ નોંધાવામાં આવી છે.
તાલુકાના સુખપર ગામે મુંડાવાડી નવાવાસમાં રહેતા રંજનબેન મુળજી હિરાણી (ઉ.વ. ર૭)એ માનકૂવા પોલીસ મથકમાં આપેલ ફરિયાદ મુજબ ગત તા.૧૮/૯થી ર/૧૦ના સવાર સુધીમાં તેઓ કુટુંબીજનો સાથે સુરત હોસ્પિટલ ગયા હતા અને તા. ર/૧૦ સવારે સુરથી પરત આવી તેમના ઘરે જતા ઘરનો દરવાજો ખુલ્લો હતો અને મકાનની અંદર જોયું તો બધો સર સામાન વેર વિખેર હતો અને રૂમમાં રહેલા કબાટમાં તપાસ કરતા સોનાનું મંગળસૂત્ર ૩૦૦ ગ્રામ કિં.રૂા.૧,૪પ,૮૭૦, સોનાની વીટી કિં.રૂા.૧૦,૪૦૦, સોનાના કડા-ર કિંમત રૂા.૮૭,૮૬૦ સોનાના પેન્ડલ જેમાં ૧ ઓમ વાળુ એક ગણપતિવાળુ આશરે કિંમત રૂા. ૪ હજાર, સોનાની નાકની નથણી રૂ. ૩ હજાર, સોનાની કાનની બુટી ૧૦ જોડ કિંમત રૂા.ર૦ હજાર, ચાંદીના ઝાઝર એક જોડી કિંમત રૂા.૪ર૦૦, ચાંદીના સાંકડી એક જોડી કિંમત રૂા.૮ હજાર, ચાંદીના કડા ૧ જોડી કિંમત રૂા.૩ હજાર એમ કુલ રૂપિયા, ૩,ર૭,૮૬૦ ની ચોરી કરી ગયાની ફરિયાદ નોંધાવતા માનકૂવા પોલીસે ફરિયાદી ફરિયાદ લઈ શકમંદ ઈસમો અને જાણભેદુઓ સહિતના લોકો પર વોચ રાખી આગળની તપાસ પીઆઈ ડી.એન. વસાવાએ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું.

Comments