Trending News
સ્થાનિક સમાચાર

ગાંધીધામની આઈડીએફસી બેંકનું બોગસ ફાસ્ટટેગનું મસમોટું કૌભાંડ? : ટ્રાન્સપોર્ટર્સના હોબાળાથી પર્દાફાશ

03 October

જાગો બેંક ગ્રાહકો જાગો, આવી બેંકના માંધાતાઓના લ્યો પુછાણા




વરસોથી આઈસીઆઈસીઆઈ બેંકનુ ફાસ્ટટેગ ધરાવતા ગાંધીધામ સંકુલના અલગ અલગ અંદાજીત પ૦૦૦થી વધુ વાહનોના ફાસ્ટટેગ ગાંધીધામની ખાનગી બેંકમાં ડુપ્લીકેટ કાઢી નાખતા દેશભરમાં અલગ અલગ રાજયોમા સંકુલના ટ્રાન્સપાર્ટરોની ગાડીઓ જુદા જુદા ટેાલનાકા પર અટકાવી દેવાતા મામલો આવ્યો બહાર : ટ્રાન્સપોર્ટર ન્યાય માટે ગાંધીધામ આઈડીએફસી બેકમાં ગયા તો હાજર અધિકારીઓએ હાથ જ ખંખેરી લીધા, બેંક બંધ કરવાની તૈયારીઓ કરી લીધી, મામલો બિચકતા પોલીસને પણ બોલાવવાની ફરજ પડી હતી’


ગાંધીધામ એચડીએફસી બેંકના મસમોટા છીંડા-છબરડાઓનો પણ થયો ખુલાસો : ફાસ્ટટેગમાં આ બેંકમાં આવા ગંભીર કૌભાંડો થયા છે, તો અન્ય નાણાકીય ગેરરીતી નહી થતી હોય તેની શું ખાત્રી?


હું બેંક સબંધિત કોઈ પણ વિષય પર વાત કરવા સક્ષમ નથી, કોઈ જ પ્રત્યુતર આપી નહી શકું : શ્રી હાર્દિકભાઈ (આઈડીએફસી બેંક-ગાંધીધામ શાખા)’



ગાંધીધામ : પૂર્વ કચ્છના ઔદ્યોગીક સંકુલ ગાંધીધામનો ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ દેશભરમાં ફેલાયેલો છે. આ ટ્રાન્સપોર્ટર ઉદ્યોગનો સંકુલમાં અનેરો જ ધમધમાટ રહેલો છે. રોજગારીથી માંડી અને કચ્છના આર્થિક હુંડીયામણમાં પણ તેનો મોટો જ ફાળો રહેલો હોય છે. ત્યારે આવા મહત્વપૂર્ણ ઉદ્યોગને જાણતા અજાણતણા પણ મોટી સમસ્યાઓ કે નુકસાનનો ભોગ બનવાનો વારો આવી જતો હોય છે. આવો જ એક કીસ્સો ગત અઠવાડીયે ગંભીર રીતે બની જવા પામ્યો હતો જેનો ખુલાસો આ જ ટ્રાન્સપોર્ટર ભાઈઓ અને ભોગગ્રસ્તોની જાગૃતી સાથે બહાર આવવા પમાી ગયો છે. 
આ બાબતે સહેજ વિગતે વાત કરીએ તો કંડલા-મુંદરા જેવા મહાબંદરો થકી આ સંકુલમાં ટ્રાન્સપોર્ટેશનનો ઉદ્યોગ પણ મોટા પ્રમાણમાં ફુલ્યો ફાલ્યો જ છે. સંકુલમાં અલગ અલગ હજારોની સંખ્યામાં વાહનો ટ્રાન્સપોર્ટેશનુ મહત્વપૂર્ણ કામ કરી રહ્યા છે. દરમ્યાન જ ગત સપ્તાહે જ ટ્રાન્સપોર્ટરની જાગૃતીઓ થકી એક ખાનગી બેંકના મસમોટા વહીવટી કૌભાંડ કહો કે પછી ઈરાદાપૂર્વકના ષડયંત્ર યા તો ગુનાહિત લાપરવાહી, જે કહેવુ હોય તે કહી શકાય તેવો મોટા કૌભાંડનો પર્દાફાશ થવા પામી ગયો છે. આ બાબતે વિગતે વાત માંડીએ તો ગાંધીધામ સંકુલમાથી અલગ અલગ વસ્તુઓ દેશના અન્ય રાજયોમાં હેરફેર કરવામાં આવતી હોય છે અને આ વસ્તુઓ લઈ જતી ટ્રકોના પૈડા એકાએક જ રાત્રીના સમયે અલગ અલગ ટોલનાકાઓ પર ફાસ્ટટેગ બે બનેલા હોવાનુ કહી અને અટકાવી દેવામા આવતા ભારે હોબાળો થવા પામી ગયો હતો. આ ટ્રકોની સખ્યા કોઈ નાની સુની ન હતી અંદાજીત પ૦૦૦ જેટલી ટ્રકોની સાથે આ ઘટના પ્રકાશમાં આવવા પામી હતી. મજાની વાત તો એ હતી કે, ટ્રાન્સપોર્ટરોની જે ટ્રકો અટકી હતી તેઓને ખુદને ખબર ન હતી કે, આઈડીએફએસી બેંકમાં તેઓ કયારે ગયા નથી, ખાતુ પણ નથી, ફાસ્ટટેગ તેમને આ બેંકમાથી કયારે ખોલાચવ્યુ પણ નથી, તો આ ફાસ્ટટેગ બનયા કેવી રીતે? ટ્રાન્સપોર્ટ સાથે જોડાયેલા અને જેઓની ટ્રકો અટકાવી દેવાઈ હતી તેવા ટ્રાન્સપોર્ટ સુત્રોની વાત માનીએ તો તેઓના વાહનો અટકાવી દેવાયા, કારણ કે તેમની ગાડીઓમાં ડબલ ફાસ્ટટેગ લાગી ગયા છે. તેઓએ જયારે વધુ તપાસ કરી તો ખ્યાલ આવ્યો કે તેમના પૈકીના તો મોટા ભાગના મુળ આઈસીઆઈસીઆઈ બેંકની સાથે જ ફાસ્ટટેગ કઢાવેલ છે, ઉપરાંત તેમની ગાડીઓના ગાંધીધામ આઈડીએફસી બેંકના પણ ફાસ્ટટેગ નીકળી ગયા છે. આ વાતનો ધયાન આવતા જ ટ્રાન્સપોર્ટર ગાંધીધામની  આઈડીએફસી બેંકમાં પહોચી ગયા હતા અને જયારે આ બેંકના ફોસ્ટટેગ અમારી ગાડીના કઈ રીતે બન્યા તેના આધારે માંગ્યા તો બેંકનો વહીવટ જ જાણે કે ભગવાન ભરોસો ચાલી રહ્યો હેાય તેમ હાજર રહેલા અધિકારીઓએ જણાવી દીધુ કે, અમે તો દિલ્હીની પાર્ટીને કામ આપેલ હતુ, અમારી પાસે હવે તેની કોઈ વિગત નથી, આમ કહી હાથ ઉંચા કરી અને બેંકને બંધ કરવા સુધીની તૈયારીઓ હાજર રહેલા અધિકારીઓએ કરી લીધી હતી. 
ટ્રાન્સપોર્ટરોએ ઉગ્ર રજુઆત કરતા સ્થળ પર પોલીસને આવવાની પણ ફરજ પડી જવા પામી હતી અને પોલીસે ફરીયાદ કરવા સૌને નિર્દેશ આપ્યો હતો. જે બાદ ટ્રાન્સપોર્ટર દ્વારા બેંકને ભાર પૂર્વક રજુઆત કરવામાં આવતા, બેંકના હાજર રહેલા અધિકારીઓએ ફરીયાદી બેંક બનશે તેવો સ્વીકાર કરી અને જે ફાસ્ટટેગને લઈને સમસ્યાઓ થઈ તેનો નિકાલ આવી જશે, ટ્રકો ફરીથી દોડતી થઈ જશે તેવી હૈયાધારણાઓ આપવામાં આવી હતી. જે બપોર સુધીમાં બેંક તરફથી નિર્ણય લેવાઈ જતા ફાસ્ટટેગ કલીયર થઈ જતા ટ્રાન્સપોર્ટરના વાહનોને ટોલનાકા પરથી લીલીઝંડી આપવામાં આવી ગઈ હતી. પરંતુ અહી વિચરાવાનો મોટો પ્રશ્ન તો એ જ છે કે, આ પ્રકારે ડુપ્લીકેટ ફાસ્ટટેગ આઈડીએફસઈી બેંક ગાંધીધામની શાખામાં એક-બે કે પાંચ સો નહી પરંતં પ૦૦૦ ટ્રકોના પૈડા થંભાવી દે તેવી રીતે બની જ કેવી રીતે ગયા? જયાં આઈડીએફસી બેંક પહલા તો મગનુ નામ મરી નહોતી પાડતી, કહેતી હતી કે, અમને કંઈ ખબર જ નથી કે આ કેમ થયુ, એમ કહેનારાઓ ટ્રાન્સપોર્ટરના આક્રમક વલણ બાદ કેમ તરત જ અટકેલા-બ્લોક થઈ ગયેલા ફાસ્ટટેગને એકટવી કરાવી દીધા? આ બેક અથવા તો આ બેંક દ્વરા આઉટસોર્સ કરાતા કામોમાં આવી રીતે બારોબાર જ કોઈની નંબર પ્લેટના ડેટા પરથી જ ફાસ્ટટેગ બનાવી દેવાના જો ગંભીર છબરડા કે ગુનાહીત કૃત્યો આચરવામાં આવતા હોય તો અન્ય કયા કયા નાણાકીય કૌભાંડો નહી થતા હોય? ખરેખર આ બેંકના ગ્રાહકોએ જાગવાની જરૂર છે, જાગૃત બનવાની જરૂર છે, જે રીતે ટ્રાન્સપોર્ટર અને ભોગગ્રસ્તો એકત્રીત થઈ અને આવી બેંકના બરાબરના ઉધડા લઈ અને ન્યાય મેળવ્યો છે તેવી જ રીતે અન્ય કોઈ ગંભીર ક્ષતીઓ કે કૌભાંડો આચરવામાં નથી આવી રહ્યા ને? ગ્રાહકો અજાણ હોય અને તેમના નામે આ બેંકના આઉટસોર્સ નીમેલાઓ અથવા તો તેમના જ નાક નીચે કોઈ અન્ય ગંભીર પ્રકારના નાણાકીય 
કૃત્યોને અંજામ નથી અપાઈ રહ્યા ને? તે બાબતે પણ જાગૃતી દાખવવી જરૂરી જ બની રહી છે. બીજીતરફ આ રીતે બોગસ ફાસ્ટટેગ કેમ જનરેટ થઈ ગયા? તે બાબતે ગાંધીધામ આઈડીએફસી બેકના શ્રી હાર્દિકભાઈનો ટેલીફોનીક ચર્ચા કરવાનો પ્રયાસ કરાયો હતો પરંતુ તેઓએ આવી કોઈ પણ વાત બાબતે ચર્ચા કરવા કે પ્રત્યુતર આપવા ખુદને અસક્ષમ જણાવ્યા હોવાથી બેંકનો પ્રત્યુતર આ અંગે જાણી શકાયો નથી.

Comments

COMMENT / REPLY FROM